“બજરંગી ભાઈજાન”ની મુન્ની અત્યારે દેખાય છે આટલી સુંદર

 

બોલીવૂડની સૂપરડૂપર હિટ મૂવી ‘બજરંગી ભાઈજાન’માં મુન્નીનું પાત્ર નિભાવનારી નાનકડી બાળકી તો તમને બધાને યાદ જ હશે.

આ ફિલ્મમાં તેણીએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાનખાન સાથે કામ કર્યું હતું. તમને જણાવી દઈએ કે છોકરીનું સાચું નામ હર્ષાલી મલ્હોત્રા છે. જ્યારે હર્ષાલીએ બજરંગી ભાઈજાન ફિલ્મમાંકામ કર્યું હતું ત્યારે તેની ઉંમર માત્ર 6 વર્ષની જ હતી.

તે ફિલ્મ 2015માં સ્ટાર ગોલ્ડ ચેનલ પર પ્રસારિત કરવામાં આવી હતી. આ ફિલ્મે 15.5ની ટીઆરપી મેળવીને 3 ઇડિયટ્સ મુવિના બધા જ રેકોર્ડ્સ તોડી નખ્યા હતા. આજે અમે તમને બતાવીશું હર્ષાલી મલ્હેત્રાની લેટેસ્ટ તસ્વીરો જે કદાચ તમે આ પહેલાં ક્યાંય નહીં જોઈ હોય. તી.વી સીરીયલ જોધા અકબરમાં પણ કામ કર્યું છે.

હર્ષાલી મલ્હોત્રાનો જન્મ 3 જૂન 2008માં મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. હર્ષાલીએ પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત 2015માં બોલીવૂડ ફિલ્મ બજરંગી ભાઈજાનથી કરી હતી.

આ ફિલ્મમાં તેણીએ પાકિસ્તાનની એક મુસ્લિમ છોકરીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ માટે હર્ષાલી મલ્હોત્રાને 5000 છોકરીઓના કરવામાં આવેલા ઓડિશનમાંથી પસંદ કરવામાં આવી હતી.

બજરંગી ભાઈજાનમાં પોતાના અદ્ભુત પ્રદર્શનના કારણે હર્ષાલીને કેટલાએ પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવી, અને ફિલ્મફેયર અવોર્ડ ફોર બેસ્ટ ફીમેલ ડેબ્યૂમાં નોમિનેશન પણ આપવામાં આવ્યું.

ફિલ્મો ઉપરાંત હર્ષાલીએ ટીવીરિસિયલ કુબુલ હે તેમજ લૌટ આઓ તૃષામાં પણ અભિનય કર્યો છે.

લેખન.સંકલન: તૃપ્તિ ત્રિવેદી 

બોલીવુડ ગોસીપ જાણવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી