બહાના” વિરુદ્ધ “સફળતા – આજના માનવીઓ એ વાંચવું જ રહ્યું

એકવાર ખૂબ પ્રેરણાદાયી વાત વાંચી જ લેવી જોઈએ.

બહાનું ૧: મારી પાસે પૈસા નથી.
જવાબ: ઇન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિ પાસે પણ નાણાં ન હતા, તેમને તેમના પત્નીના ઘરેણાં વેચવા પડ્યા હતા.

બહાનું ૨: મારે બાળપણથી પરિવારની જવાબદારી લેવી પડી.
જવાબ: લતા મંગેશકર પણ બાળપણથી પરિવારની જવાબદારી લેવા આવ્યા હતા.

બહાનું ૩: હું અત્યંત ગરીબ ઘરથી છું.
જવાબ: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પણ ગરીબ ઘરથી હતા.

બહાનું ૪: નાનપણમાં જ મારા પિતાનું દેહાંત થઇ ગયું હતું.
જવાબ: જાણીતા સંગીતકાર એ આર રહેમાનના પિતા પણ નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા ..

બહાનું ૫ : મને યોગ્ય શિક્ષણ લેવા માટે તક ન હતી.
જવાબ: ફોર્ડ મોટર્સનાં માલિક હેન્રી ફોર્ડને પણ યોગ્ય શિક્ષણ લેવાની તક મળી ન હતી.

બહાનું ૬: મારી ઉંમર ખૂબ છે.
જવાબ: વિખ્યાત કેન્ટુકી ફ્રાઇડ ચિકન વર્લ્ડનાં માલિકે ૬૦ વર્ષની ઉંમરે પહેલી રેસ્ટોરન્ટ ખોલી હતી.

બહાનું ૭: મારી લંબાઈ ખૂબ ઓછી છે.
જવાબ: સચિન તેંડુલકરને પણ ઓછી લંબાઈ છે.

બહાનું ૮: નાનપણથી જ અસ્વસ્થ છું.
જવાબ: ઓસ્કાર એવોર્ડ વિજેતા અભિનેત્રી મર્લી મેટ્લીન નાનપણથી જ બહેરા અને અસ્વસ્થ હતા.

બહાનું ૯: હું પહેલેથી ઘણી વખત હારી ગયો છું, હવે હિંમત નથી.
જવાબ: અબ્રાહમ લિંકન ૧૫ વખત ચૂંટણી હારી ગયા પછી પ્રમુખ બન્યા.

બહાનું ૧૦: અકસ્માતમાં લકવો થયા બાદ હું હિંમત હારી ગયો.
જવાબ: વિખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રનનાં પગ નકલી છે.

બહાનું ૧૧ : મને અઢળક રોગો છે.
જવાબ: વર્જિન એરલાઈન્સનાં પ્રમુખને પણ અનેક રોગો હતા, પ્રમુખ રુઝવેલ્ટનાં બંને પગ કામ કરતા નહોતા.

બહાનું ૧૨: મેં સાયકલ પર ફરીને અડધી જિંદગી વિતાવી.
જવાબ: નિરમાનાં કરસન ભાઈ પટેલે પણ નિરમા સાયકલ પર વેચીને અડધું જીવન વિતાવ્યુ.

બહાનું ૧૩:મને નાનપણથી મંદબુદ્ધિનો બાળક કહે છે.
જવાબ: થોમસ અલ્વા એડિસનને પણ બાળપણમાં મંદબુદ્ધિ કહેતા હતા.

બહાનું ૧૪: હું એક નાની નોકરી કરું છું, તેનાથી શું થશે.
જવાબ: ધીરુભાઈ અંબાણી પણ નાની નોકરી કરતા હતા.

બહાનું ૧૫: મારી કંપની એકવાર નાદાર છે, હવે કોણ મારા પર વિશ્વાસ કરશે.
જવાબ: વિશ્વનું સૌથી મોટી ઠંડા પીણાની નિર્માતા કંપની પેપ્સી કોલા પણ બે વાર નાદાર થઇ ગઈ છે.

બહાનું ૧૬: હું બે નર્વસ ભંગાણનો ભોગ બની ચુક્યો છું, હવે શું સાહસ કરી શકું.
જવાબ: વોલ્ટ ડિઝની, ડિઝનીલેન્ડ બનાવતા પહેલાં ત્રણ વખત નર્વસ બ્રેકડાઉનનો શિકાર બન્યા હતા.

બહાનું ૧૭:મારી પાસે બહુ મૂલ્યવાન વિચારો છે, પણ લોકો નકારી કાઢશે.
જવાબ: ઝેરોક્ષ મશીનના વિચારને પણ ઢગલો કંપનીઓ દ્વારા નકારી કાઢવામાં આવી હતી, પરંતુ આજે પરિણામ આપણી સામે છે.

કેટલાક લોકો કહે છે કે આ મહાનાયાકોમાં જે પ્રતિભા હતી તે અમારામાં પણ હોય, સમંત છું, પણ એ પણ જરૂરી નથી કે જે પ્રતિભા તમારી અંદર હોય તે આ મહાનાયાકોમાં હોય. અમારી આ વાત સાથે તમે કદાચ હવે સમંત થશો.

સાર: આજે તમે છો અથવા કાલે જ્યાં હશો તેના માટે તમે બીજા કોઈને પર કોઈપણ દોષ આપી શકતા નથી. તેથી તમારા આજ ની પસંદગી તમે પોતે કરો, સફળતા અને સપના જોઈએ છીએ કે ફક્ત પાયાવિહોણા બહાના?

તમારું આવવાવાળું દરેક ક્ષણ અને કાલ મંગલમય હો, તેવી કામના સાથે, સ્વસ્થ રહો, મસ્ત રહો.

સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી