બાફીયા ગુંદા

આપણા ગુજરાતમાં અથાણાંની લોકપ્રિયતામાં બીજો નંબર ગુંદાનો આવે છે. ગુંદામાંથીય અનેક જાતના અથાણા બને છે. પણ ગુંદાના ઠળિયા કાઢીને એમાં કેરીની છીણ ભરીને બનાવવામાં આવતું અથાણું વધારે લોકપ્રિય છે. અથાણા એ વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે. ઘરમાં અથાણા તૈયાર હોય તો ગરીબને, મઘ્યમ વર્ગ માટે સમયનો અને ખર્ચનો બચાવ કરે છે.

તો ચાલો આજે બનાવીએ “બાફીયા ગુંદા”

સામગ્રી –

૪૦૦ ગ્રામ- મેથીયા સંભાર
૪૦૦ ગ્રામ- શીંગ તેલ
૫૦૦ ગ્રામ- ગુંદા

રીત –

૧) -સૌ પ્રથમ ગુંદાને કોરા કટકાથી લુછી એનાં ડિટીયા કાઢી બીયાં કાઢી લો.

2) હવે મેથીયા સાંભાર ને આ રીતે ગુંદા માં બરાબર ભરી લો.

૩) હવે એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે આ રીતે ડુબડુબા તેલમાં બધા ગુંદા નાંખી લીડ ઢાંકી 10-12 મિનીટ ધામી આંચ પર પાકવા દો.

૪) આ રીત પાકી જાય એટલે ગેસ બંધ કરી લો.

૫) તો રેડી છે બાફીયા ગુંદા.

રસોઈની રાણી – ખુશ્બુ દોશી (સુરત)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી કોમેન્ટ માં અચૂક કહેજો !!

ટીપ્પણી