“બફ વડા” – કોણે કીધું ઉપવાસમાં જ ખવાય? મનફાવે ત્યારે બનાવો અને ખાઓ..

“બફ વડા”

સામગ્રી:

૫૦૦ ગ્રામ બટાકા,
લીલા મરચાં,
કોથમીર,
૨ ચમચી કાજુ સમારેલા,
સીંગ દાણા નો ભુક્કો,
ટોપરાની છીણ,
૨ ચમચી તલ,
૧ ચમચી ખાંડ,

બનાવની રીત:

સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા અને તેના માવામાં મીઠું નાખી દેવું,
બે ચમચી ટોપરાની છીણ, બે ચમચી તલ, બે ચમચી સીંગ દાણા નો ભુક્કો ૧ ચમચી બાફેલા બટાકા ખાંડ નાખી મીક્સ કરી લેવું.
ત્યારબાદ બટાકાનો જે માવો તૈયાર કર્યો છે, તેમાં આરાનો લોટ નાખી તેને થેપી તેમાં ગોળ ખાડો પાડી દો અને તેમાં તૈયાર મસાલો ઉપર ભરી ફરીથી ગોળ વાળી દો અને તેને આરાના લોટ માં રગદોળી દો.
હવે તેલ ગરમ કરી તેને તળી લો.
અને તેને ગરમ ગરમ સર્વ કરો.

રસોઈની રાણી – કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી