આ ટિપ્સ તમારા બેડરૂમને બનાવશે યુનિક અને રોમેન્ટિક, કરી લો નજર

આપણે મોટા ભાગનો સમય બેડરૂમમાં વિતાવીએ છીએ એવું કહેવામાં આવે તો ખોટુંનથી, કારણકે આખી દુનિયાને જ્યારે થાક લાગે ત્યારે એ થાક ઉતારવા વ્યક્તિ બેડરૂમમાં જાય છે જ્યાં તેને શાંતિ મળે છે.

બેડરૂમમાં કરાવો રોમેન્ટિક રંગબેડરૂમમાં રંગોનુ ખૂબ જ મહત્વ હોય છે. રોમેન્સ મહેસૂસ કરવા માટે પિન્ક, લાઇટ બ્લુ, લિલેક જેવા શેડ્સ વાપરી શકાય. પીચ અને ગોલ્ડનની કલર સ્કિમ પણ સારી લાગશે. જો તમને સોફ્ટ કલર્સ મુગ્ધ ન કરતા હોય તો તમારા બેડરૂમની દીવાલોને રિચ એવોરેડ, ડાર્ક બ્લુ, ચોકલેટ જેવા શેડ્સથી રંગો. આ રંગો થોડું બોલ્ડ વાતાવરણ ઊભું કરશે. અહીં યાદ એ રાખવાનું છે કે, બેડરૂમમાં પિલો કવર્સ, પડદા, કોઈ બીજું ફર્નિશિંગ બધાના રંગો એકબીજા સાથે મેળ ખાતા હોવા જોઈએ.

આંખો સાથે માઇન્ડને પણ સુકૂન

રોમેન્સ એટલે ફક્ત આંખોને જ ઠંડક નહીં પણ માઇન્ડને પણ સુકૂન જરૂરી છે. એના માટે સુંદર અરોમા જરૂરી છે. સારી સુગંધ વાળું રૂમફ્રેશનર સ્પ્રે કરો. સુગંધના બીજા ઓપ્શન છે ઇન્સેન્સ સ્ટિક, સેન્ટેડ સેશે, અરોમા કેન્ડલ્સ. એમાં લવેન્ડર ફ્લેવર સૌથી વધુ રોમેન્ટિક છે અને ફ્રેશ ફ્લાવર્સ જે સુગંધ સાથે સુંદરતામાં પણ વધારો કરશે. આમ, જો તમે બેડરૂમ બનાવતી વખતે આ બધી ટિપ્સને ફોલો કરશો તો તમારો બેડરૂમ એકદમ રોમેન્ટિક બનશે અને સાથે-સાથે તમે સવારમાં ઉઠીને એકદમ રિફ્રેશ પણ ફિલ કરશો.

સારું દેખાવું જોઈએતમારા બેડરૂમમાં લાઇટિંગ જેટલી સારી હશે એટલો જ એનો લુક સારો આવશે. રોમેન્ટિક વાતાવરણ ઊભું કરવા માટે લાઇટિંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. લાઇટિંગ એક પર્ફેક્ટ રોમેન્ટિક મૂડ બનાવે છે. કોર્નર્સમાં ઉપરની તરફ લાઇટ લગાવો જેથી દીવાલો અને સીલિંગ પર આછો પડછાયો પાડે. દીવાલોના કલર્સને વધુ આકર્ષક બનાવવામાટે બેડરૂમમાં સાઇડ-સાઇડ ટેબલ અને બીજી ઊંચી જગ્યાઓ પર કેન્ડલ્સ રાખો. લેમ્પ-શેડને એક નાજુક ગ્લો આપવા માટે એના પર મોતીઓની લડી લપેટો. ક્રિસ્ટલનાં ઝુમ્મર પણ સારાં લાગશે.

કમ્ફર્ટ જાળવો

બેડરૂમમાં એક કમ્ફર્ટેબલ દેખાતો બેડ બેઝિક જરૂરિયાત છે. પોતાની જરૂરિયાત પ્રમાણે કિંગ કે ક્વીન સાઇઝ બેડની પસંદગી કરી શકાય. બેડનો રંગ પણ સોફ્ટ હોવો જોઈએ. જો બેડની પાછળ ડ્રેપ્સ લગાવવી હોય તો લાઇટ વેઇટ અને પેસ્ટલ રંગોનું ફેબ્રિક વાપરો. બેડરૂમમાં કોઈ પણ હાર્શ ચીજોથી દૂર રહેવું.

પ્રાઇવસીને પ્રાયોરિટી આપો

કર્ટન રોમેન્ટિક લાગે છે. થોડી પારદર્શક એવી ચળકતી કર્ટન્સ લાઇટ હવા આપશે અને સાથે-સાથે પેસ્ટલ શેડ્સ શાંતિ અને રિલેક્સવાળી ફીલિંગ પણ આપશે. હા, આવી અર્ધપારદર્શક અને ફેન્સી કર્ટન પ્રાઇવસી ન છીનવી લે એનું ખાસ ધ્યાન આપવું. માટે જ્યારે આવા ડ્રેપ્સ લગાવો ત્યારે હંમેશાં સાથે જાડા મટીરિયલના કર્ટન પણ લગાવવા. આમ બે લેયરની કર્ટન જ્યારે જે વપરાશ જોઈતો હોય એમ વાપરી શકાશે.

ફેબ્રિકનો વપરાશ

બેડરૂમમાં વપરાયેલું ફેબ્રિક એને પૂર્ણતાનો અહેસાસ કરાવે છે તેમજ પર્ફેક્ટ પરિસર બનાવવામાં મદદ કરે છે. વિન્ડો પર સિલ્કના સ્કાર્ફને ઢળતો રાખો. બેડ પર સેટિનની બેડશીટ, સેટિનની જ રજાઈ જોનારને અટ્રેક્ટ કરશે. ફેધર પિલો કે સોફ્ટ પિલોને સિલ્કના ફેબ્રિકથી કવર કરવા.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ અવનવી ટીપ્સ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block