બધા પુરુષો એવા જ હોઈ ? ઠરકી ? – અનિરૂદ્ધ ત્રિવેદી ની કલમે….!!!

જયારે બે સ્ત્રીઓ ભેગી થાય ત્યારે શું તેની વિચારશક્તિ હલકી થઇ જતી હશે ? પોતાની બહેન નો પતિ એને લાગે સારો ને, પતિ નામનું પ્રાણી લાગે ઠરકી!

જગત ની માલીપા આજ છે નીતિ, દરેક પતિની આપવીતી,
પર સ્ત્રી સામે જુઓ, અને tag લાગી જાય ‘ઠરકી’

આ વાર્તા છે સ્નેહાની, સ્નેહા અને તેનો પતિ મુંબઈ માં રહે છે, સ્નેહા મનોચિકિત્સક છે, અને તેનો પતિ ફિલ્મ ડીરેક્ટર. સ્નેહા નો લૂક આ જમાનાનો છે પણ સ્વભાવે થોડી સંકી, વાત વાત પર ચિંતન પર શંકા કરે. કારણકે ચિંતન ડીરેક્ટર છે એટલે અલગ અલગ છોકરીઓ ને મળવાનું થતું હોઈ. સ્વભાવે ચંચલ, બધા સાથે ઝડપ થી હળી મળી જાય.

12 FEB , 7 AM

ચિંતન આદત મુજબ પહેલા ટોઇલેટ યુઝ કરે છે, ટોઇલેટ સીટ ખરાબ કરે છે અને સ્નેહા ને પછી તે ગંદુ ટોઇલેટ યુઝ કરવું નથી ગમતું, રોજ સવારની જેમ આજે પણ સ્નેહા ચિંતન પર ચિલ્લાય છે, “સાલા તને કેટલી વાર કહ્યું કે ટોઇલેટ પર બેસી ને પી કરવાની, મને નથી ગમતું તારા પી વાળા ટોઇલેટ પર aaggghh, રોજ સવાર ની આ માથાકૂટ જા પહેલા સાફ કર” ચિંતન હરરોજની જેમ, પણ ડાર્લિંગ હું બેસી ને પી કરું કેવું લાગે? આજે તું ઉભા ઉભા પી કરને?, આ સાંભળી સ્નેહા વધારે ગુસ્સે થાય છે, જ તું પેલા સાફ કર મારે ઓફીસ જવું છે, ને ચિંતન સાફ કરવા જાય છે.

11:00 Am

સ્નેહા ને તેના કલાઈંટ મળવા આવે છે, મુંબઈની એક ન્યુ કમર એક્ટ્રેસ, જેને કામ ઓછું મળે છે ને કાઉચ વાળા ડીરેક્ટર જાજા, હવે તે frustrate થઇ ચુકી છે અને depression માં આવી ચુકી છે,
સ્નેહા – તો શું થયું હતું તમારી સાથે?

રિયા – એ, મને જોતાજ ગમી ગયો હતો, it was love at first sight, મને સીરીઅલમાં કામ અપાવશે એવું કહ્યું હતું, હું તેની વાતો માં આવી ગયી હતી, શરૂઆતમાં તેને કઈ ડીમાંડ નતી કરી, ખાલી વાતોજ કરી અને તેના મિત્ર ને મલાવતો રહ્યો, It was fun. કામનીજ વાતો કરતો હતો, પહેલા તો હું તેની પ્રમાણિકતા પર ફિદા થઇ ગઈ, મને ખબર પણ ના પડી હું ક્યરે તેના પ્રેમમાં ગરકાવ થઇ ગઈ, પણ મને ખબર નહતી, [ગુસ્સામાં] આ બધી એ લુચ્ચા, હવસખોર, bastard ની ચાલ હતી, મને ફસાવા માટે, અને પછી એક દિવસે તેને મારી સાથે…..અને હું પણ માની ગઈ, એક વાર નહિ વારે વારે એને મારી સાથે ખરાબ કામ કર્યું, પછી મને ખબર પડી એ હરામી, માદર*** પરણેલો નીકળ્યો, પછી તેના મિત્રો એ મારી સાથે એ કરવા ની કોશિશ કરી, હું ત્યાંથી ભાગી આવી, મને બધું સમજાયું, હું સાચું કહું છું બધા પુરુષો સરખાજ હોઈ છે, ઠરકી, all men are bastards, હું સાચું કહું છું, અને રિયા ભાંગી પડે છે અને રડવા લાગે છે.

સ્નેહા – [રિયા ની રામ કથા ધ્યાન થી સાંભળ્યા બાદ, તેનું મન બદલવા બીજા સવાલો પૂછે છે] ચાલ હવે કંઈક પોસિટીવ વાત કરીએ, તો તને શું ગમે છે એ કે,

રિયા – મને હવે માત્ર સ્ત્રીઓજ ગમે છે, એ ભોળી હોઈ છે કોઈ કપટ નહિ,,,
બોલતા બોલતા એ સ્નેહા તરફ જાય છે, તેને જોવા લાગે છે અને તેને ટચ કરવા જાય છે ને સ્નેહા ઉબી થઇ જાય છે અચ્છા તો તમે ક્યાંના છો, વાત બદલી પોતાની જાત ને બચાવે છે.

10:00 PM

આખા દિવસના થાક પછી સ્નેહા ઘરે પહોંચે છે. થોડી disturbed છે. રિયા તેના દિમાગમાંથી જતી નથી, હરી ફરી ને તેને રિયાની એકજ વાત યાદ આવ્યા કરે છે, all men are bastards, બધા પુરુષો ઠરકી હોઈ છે, ઘરે પહોંચીને જુવે છે તો ચિંતન બિન-બેગ પર બેઠા-બેઠા ખુબ વિચિત્ર અંદાજ માં કોઈ સ્ત્રી સાથે કોફી પર મળવા ની વાત કરી રહ્યો હતો, સ્નેહા ને જોઈ ને તે બઘવાઈ જાય છે ને પોતાની જાતને વ્યવસ્થિત કરે છે, ખોપ્ચામાં કંઈક વાત કરી ને ફોને કાપી નાખે છે,

સ્નેહા ડાર્લિંગ કેમ મોડું થયું? આજે બોવ કામ હશે નહિ એટલે મોડું થયું હશે? હું પણ કેવા ફાલતું સવાલ પૂછું છું નહિ? ચિંતનના જવાબ માં સ્નેહા એટલુજ પૂછે છે કે તું કોઈ રિયા મલ્હોત્રા ને ઓળખે છે? ચિંતને ડોકું ધુણાવ્યું ને ના પડી, તેની સાથે કોઈ casting director એ ધોકો કર્યો, ખરાબ કર્યું, બીચારી ખુબ disturbed છે. ચિતને ધ્રુજતા અવાજમાં કહ્યું, તને તો ખબર છે darling હું તો માત્ર ડીરેક્ટર છું, casting મારું કામ નથી અને તું તારું કામ ઓફીસેજ છોડી ને આવતી હો તો એટલું કહી નજર ચોરી ને મોબાઈલ માં કઈ તો કરવા માંડ્યો. સ્નેહા શકી નજર થી તેના તરફ જોઈ રહી અને સુવા જતી રહી.

13 FEB. 11 AM

સ્નેહા રિયા ને સારું લગાડવા માટે પોતાનો પર્સનલ ફોટો આલ્બમ જોવા આપે છે.

સ્નેહા – મેં સલાહ આપી તેનાથી કઈ ફાયદો થયો?
રિયા[આલ્બમ જોતા જોતા] – હા સારું લાગે છે હવે, મન હલકું લાગે છે,
સ્નેહા – અને જો ધ્યાન થી સાંભળ બધા પુરુષો એવા નથી હોતા, મારા પતિ ખુબ સારા માણસ છે, હું ઘણી વાર એના પર શંકા કરું છું, ઝગડું છું, પણ એ મને ખુબ પ્રેમ કરે છે,

રિયા[આલ્બમ જોતા જોતા] – હું કહું છું તમને, બધા પુરુષો સરખાજ હોઈ છે, ઠરકી, આ તમારા નાનપણનો ફોટો છે? તમે બોવ જાડા હતા નહિ, [આલ્બમમાં બીજા બીજા ફોટા જોવા માંડે છે]
એક પછી એક પેજ ફરતા જાય છે, તે હસતી જાય છે, સ્નેહા ને તેનામાં બદલાવ દેખાય છે, અચાનક એક ફોટા પર આવી ને તે આલ્બમ ફેકી દે છે ને મોટે થી રડવા માંડે છે, આ એજ છે, આ એજ છે, કરી ને રડવા લાગે છે, સ્નેહા હેબતાઈ ગયેલી રિયાને નોર્મલ કરે છે,

રિયા – who is he?

સ્નેહા ને આલ્બમ માં રહેલા ફોટા તરફ આંગળી ચીંધી ને પૂછે છે?
સ્નેહા – ધીરેથી આલ્બમ માં જોઈ ને કહે છે, એ,,,,એ,,,,એ તો મારા પતિ છે.
રિયા – he is the bastard, મેં કહ્યું હતું તમને બધા પુરુષો સરખાજ હોઈ છે, આ એજ casting director છે, આ એજ છે,,,
સ્નેહા સ્તબ્ધ થઇ જાય છે, પેલા તો તેના માનવામાં ના આવ્યું, પરંતુ તેનો શકી સ્વભાવ તેને આ વાત માનવા મજબૂર કરે છે, તે ભાંગી પડે છે અને વિચારો ના ચકડોળ માં ગોળ ગોળ ફરવા લાગે છે, અને બધી જૂની વાતો ના તારો જોડવા માંડે છે, આછા એટલે પેલા દિવસે ચિંતન મોડો આવ્યો હશે, સાથે બીજા ઘણા બધા વિચારો આવવા લાગ્યા.

11:00 PM

રાત્રે તે ઘરે મોડી પહોંચી ચિંતન સુઈ ગયો હતો, આ ખરો મોકો હતો ચિંતન ના લેપટોપમાં કઈ સબૂત શોધવાનો, mycomputer/drive d/chintan /heroins અને એક પછી એક ફોલ્ડર ચેક થવા લાગ્યા, આખરે સ્નેહાની તલાશ પૂરી થઇ, ન્યુ-ચીક્સ [New Chicks]નામના ફોલ્ડર માં તેને રિયા મલ્હોત્રાના ફોટા મળી આવ્યા, તેનું દિલ તૂટી ગયું તે ભાંગી પડી, ખુબ ગુસ્સામાં લાલચોળ અને તેને જ્યાં જુવે ત્યાં રિયા જ દેખાવા લાગી, અને રિયા કેહવા લાગી, મેં કહ્યું હતું ને કે બધા પુરુષો એક સરખાજ હોઈ છે, ઠરકી, અને તે સ્નેહા પર હસવા લાગી, તું તો કહેતી હતી ને તારો પતિ એવો નથી, જોઈ લે એ પણ નીકળ્યો ને ઠરકી, ઠરકી, જોઈ શું રહી છે સ્નેહા આવા માણસને જીવવાનો કોઈ હક નથી, મારી નાખ, મારી નાખ, મારી નાખ, kill him, kill him જાણે આખા બ્રહ્માંડમાંથી એકજ અવાજ આવવા લાગ્યો…kill him, kill him.

14 FEB, 9:00 AM

સ્નેહા ધ્રુજતા પગે સાવ લઘર-વઘર હાલતમાં ઓફીસ પહોંચે છે, જાણે આખી રાત સુઈ નથી, રિયા તેની રાહ જોઈ રહી હતી, તેના તરફ દોડે છે,
સ્નેહા – મેં એને મારી નાખ્યો, મેં એને મારી નાખ્યો, સવારે હું તેના માટે કોફી બનાવી ને આવી મેં એમાં ઝેર નાખી દીધું અને અત્યાર સુધી તો એમને કોફી પી લીધી હશે અને મરી પણ ગયો હશે,
સ્નેહા ની આ વાત સાંભળી ને રિયા આઘાતમાં ના આવી, તે ઉત્સાહમાં આવી ગઈ અને સ્નેહાને પૂછવા લાગી કે, Are you sure? કે એ મરીજ ગયો હશે,

સ્નેહા – એ મારા ફોન નથી ઉપાડી રહ્યો, લેન્ડલાઈન પણ નહિ,
આટલું કહી સ્નેહા ખુબ રડવા લાગે છે અને પોતાના પર ભયંકર ગુસ્સે થઇ ને કોસવા લાગે છે, મારે આવું કરવા ની જરૂર નહતી, મેં ખોટું કર્યું અને બીજી બાજુ ચિંતનના મારીજવાના confirmation મળ્યા પછી રિયા ખુશ થાય છે, સારું થયું મરી ગયો bastard, અને ફરી બધા આલ્બમ માં ફોટોગ્રાફ્સ જોવા માંડે છે.

સ્નેહા – મારે પણ મારી જવું છે, હું પણ મારી જઈશ, મારે નથી જીવવું, હું ખૂની છું, એવું બબડે છે ત્યાં તેને રિયા નો અવાજ સંભળાય છે,
રિયા – who is he? who is he? રાડ પડતા who is he?
સ્નેહા [રડતા-રડતા] – એ મારા પાપા છે, my father, કેમ?
રિયા – he is that bastard, he is that bastard,
સ્નેહા – પણ એ મારા પાપા છે, you idiot ……
રિયા – મેં તને કહ્યું હતું ને કે બધા પુરુષો સરખાજ હોઈ છે,
સ્નેહા ઝડપ થી ઉભી થઇ ને કઈક શોધવા માંડે છે, હિટલરનો ફોટો બતાવી રિયાને પૂછે છે કે આ કોણ છે???
રિયા – he is that bastard, casting director
સ્નેહા ફરી કઈ શોધવા લાગે છે ને અબ્દુલ કલમ, અભિષેક બચ્ચનનો ફોટોઝ બતાવી પૂછે છે આ કોણ છે ???
રિયા – he is that bastard, he is that bastard, casting director

સ્નેહા પોતાનું પર્સ ઉપાડી ત્યાંથી ભાગે છે, અને રિયા ને કહે છે કે, આપણે કાલે મળીશું, કાલે આવજે,
ભાગતી ભાગતી ટેક્સી કરીને પોતાના ઘરે જાય છે, રડતી રડતી ઘરે પહોંચે છે,

12:00 PM

12 વાગ્યા છતાં ઘર નો દરવાજો અંદરથી બંધ હતો, નક્કી ચિંતને કોફી પીધી હશે અને મારી ગયો છે, એ ધ્રુસકા ભરીને રડવા લાગી, દરવાજા પાસે બેઠી રહે છે, થોડી વાર પછી હિંમત કરી ને ઘરમાં જઈને જુવે છે તો, ચિંતન ખુરસી પર, કોફીનો મગ નીચે પડી ગયો છે, કોફી ઢોળાય ગઈ છે, આ દ્રશ્ય જોઈ સ્નેહા બેભાન થઇ જાય છે… તેનાથી એક બીમાર પાગલ છોકરી પાછળ તેના નિર્દોષ પતિ નું ખૂન થઇ ગયું હતુ…

14 FEB 2:00 PM

સ્નેહા ઉઠે છે, જુવે છે તો ચિંતન તેની સામે બેઠો છે, “તું સુતેલી ખુબ સુંદર લાગે છે” પરંતુ આ રીતે જમીન પર કેમ સુઈ ગઈ, અને તું વહેલી કેમ આવી ગઈ? અને તે કોફીમાં શું નાખ્યું હતું એક સીપ પીધાની સાથે ભયંકર ઊંઘ આવી ગઈ.

સ્નેહા માંડી ને આખી વાત કરે છે, ચિંતન હસે છે,
સ્નેહા – તને મારા પર સેહ્જેય ગુસ્સો નથી આવતો? મેં તો તને મારીજ નાખ્યો હતો, મેં તને ઝેર આપ્યું હતું.
ચિંતન – અરે ગાંડી એ બોટલમાં પોઈઝન નથી આતો તું વારે વારે મારી જવાની ધમકી આપે છે તો મેં એમાં ખાંડ નો ભૂકો ભર્યો છે, મને ખબર હતી તારો શંકાશીલ સ્વભાવ તને કોઈ દિવસ આ મુકામ પર લાવશે.
સ્નેહા – પણ તો તે દિવસે, તું ફોન પર કોની સાથે વાત કરતો હતો અને હું આવી તો ડરી ગયો.

ચિંતન – એતો હું તારી બહેન સાથે વાત કરતો હતો, અમે કોફી પર મળ્યા હતા, તારા માટે ગીફ્ટ લેવા, આજે આપણી wedding anniversary છે અને valentine day પણ એટલા માટે. તું મનો ચિકિત્સક છે, પણ તારે કોઈ સારા ડોક્ટર ની જરૂરત છે,,,

એટલું કહી ચિંતન સ્નેહાને diamond ring પહેરાવે છે અને તેના હોઠ પર ચુંબન કરે છે ને હગ કરે છે…
સ્નેહા – one min હમણાં આવું કહી ને બાથરૂમ માં ફ્રેશ થવા જાય છે, અને અંદર સ્નેહા ચીસ પાડે છે સાલા ચિંતન તને તો સાચું ઝેર આપી દઈશ આ ટોઇલેટ સાફ કર……………………………………………………..

“પતિ પત્ની નો સંબંધ ખુબ નાજુક હોઈ છે, તે માત્ર વિશ્વાસ નામના ફેવિકોલથીજ જોડાઈ રહે છે”

લેખક – અનિરુદ્ધ ત્રિવેદી

ટીપ્પણી