આજે PM નરેન્દ્ર મોદી શું જમશે ? તે તૈયાર કરે છે “બદરી મીણા” – તમને ખબર હતી ?? વાંચો…શું ખાય છે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષમાં બે વાર નવરાતરના ઉપવાસ કરે છે અને બને ત્યાં સુધી સાદુ ભોજન જ આરોગે છે ત્યારે આપણને પ્રશ્ન થાય કે એ શું ખાતા હશે? અને એમનો રસોઈયો કોણ હશે?

તો તમને જણાવી દઈએ કે છેલ્લા 16 વર્ષથી એક જ રસોઈયો તેમના બ્રેકફાસ્ટથી લઈને તેમના સાંજના ભોજન સુધીનુ મેનુ તૈયાર કરે છે અને એ છે બદરી મીણા. બદરી મીણા મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તે 23 વર્ષ પહેલા પોતાના બે મિત્ર દિનેશ મીણા અને સૂરજ મીણા સાથે ઉદયપુરથી કામની તલાશમાં ગુજરાત આવ્યા હતા.

તેમની તલાશ મોદી માટે ભોજન બનાવવા પર પૂરી થઈ. 16 વર્ષથી મીણા વડાપ્રધાન મોદીના વિશ્વાસપાત્ર કૂક બનીને રહ્યા છે. મીણા હંમેશા ધ્યાન રાખે છે કે મોદીને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન જ મને. નરેન્દ્ર મોદી અઠવાડિયામાં ત્રણ વાર ખીચડી ખાવાનું પસંદ કરે છે.

બ્રેકફાસ્ટમાં તે ઈડલી ઢોસા કે પારંપરિક ગુજરાતી પકવાન ખાવાનું પસંદ કરે છે. ભીંડા કઢી, વઘારેલી ખીચડી, ખાખરા અને છૂંદો મોદીને ખૂબ જ પ્રિય છે. બદરી જે રીતે રસોડુ સ્વચ્છ રાખે છે તેનાથી પણ મોદી તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે.

વડાપ્રધાન માટે ભોજન બનાવવા ઉપરાંત બદરી હવે પી.એમ ઑફિસમાં કૂકની ટીમને મેનેજ કરે છે. વડાપ્રધાનની વિદેશ મુલાકાત વખતે તેમના ભોજનનો તે ખાસ ખ્યાલ રાખે છે. આ ટીમમાંથી એક વ્યક્તિએ વડાપ્રધાનની ભૂટાન મુલાકાત દરમિયાન ત્યાં જઈને મોદીના ખાન-પાન અનુસાર શાકાહારી ચીજો તૈયાર કરાવી હતી..

જો તમે આ લેખ પ્રથમ વખત વાંચતા હો તો અચૂક શેર કરજો !!!!

સૌજન્ય : ગુજરાત સમાચાર ન્યુઝ

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block