“બદામ-ખજૂર કેક” – નાના બાળકો પણ આ કેક હોંશે હોંશે ખાશે….

“બદામ-ખજૂર કેક”

સામગ્રી :

૧ કપ કાપેલી કાળી ખજૂર,
અડધો કપ દૂધ ગરમ (પાણી),
૧૫૦ ગ્રામ મેંદો,
૧ ટીસ્પૂન સોડા,
અડધી ટીસ્પૂન બેકિંગ પાઉડર,
અડધી ટીસ્પૂન તજ પાઉડર,
અડધો કપ (૧૦૦ ગ્રામ) બટર,
૩/૪ કપ (૧/૨ ૧/૪) બ્રાઉન શુગર (સફેદ સાકર ચાલે),
૩/૪ કપ શેકેલી બદામ (અખરોટ),
અડધી ટીસ્પૂન વૅનિલા એસેન્સ (ઑપ્શનલ),
કેક ટિન (ડસ્ટિંગ કરવું),

રીત :

એક બોલમાં મેંદો, બેકિંગ પાઉડર, સોડા, તજ પાઉડર ચાળી લેવા. બીજા બોલમાં ખજૂર અને દૂધ (પાણી) મિક્સ કરી ભીંજવવી. ત્રીજા બોલમાં બટર અને બ્રાઉન શુગરને બીટ કરવાં. એમાં એસેન્સ મિક્સ કરવું. એમાં ધીમે-ધીમે મેંદો ઉમેરતા જવું અને બીટ કરવું. છેલ્લે એમાં ભીંજવેલી ખજૂર અને શેકેલી બદામ મિક્સ કરવાં (FOLD મેથડથી). આ બૅટરને કેક ટિનમાં નાખી અવનમાં ૧૬૦ ડિગ્રી સેલ્સિયસ પર ૩૦-૩૨ મિનિટ માટે બેક કરી લેવું. અવનમાંથી બહાર કાઢી ઠંડું અથવા ગરમ સર્વ કરવું.

નોંધ :

કુકરમાં જાળી રાખી એના પર આ ટિન રાખી એના પર ઊંધી થાળી ઢાંકીને ૨૫ મિનિટ માટે બેક કરવું (કુકરમાં પાણી ન નાખવું).

રસોઈની રાણી :- કેતકી સૈયા

શેર કરો આ ટેસ્ટી કેકની રેસીપી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી