“બદામ ટોપરાની સુખડી” – સુખડી (ગોળ પાપડી ) જ્યારે બનાવો ત્યારે તેની આ વેરાયટી જરૂર ટ્રાય કરજો …

“બદામ ટોપરાની સુખડી”

સામગ્રી :

2 વાટકી ઘઉંનો લોટ,
1 વાટકી બદામનો પાવડર (આલ્મ્ન્ડ મિલ ),
2 વાટકી ગોળ,
1-1/2 વાટકી ઘી,
1 ટે સ્પૂન મલાઈ,
1 વાટકી ટોપરાનુ ખમણ,
1 ટે સ્પૂન પિસ્તા કતરણ,

રીત :

-એક કડાઇમાં ઘી લઈ લોટ અને બદામ પાવડર ગુલાબી શેકીલો .સતત હલાવતા રેહવુ .
-લોટ શેકાય જાય ત્યારે ટોપરાનુ ખમણ ઉમેરો .
-ગોળને જીણો સમારીને તેમાં ઉમેરો અને તરત જ ગેસ બંધ કરીલો .
-ગોળ ઓગળી જાય એટલે મલાઈ નાખીને બરોબર મિક્ષ કરીલો .
-થાળી અથવા ટ્રે માં ઢાળીને ઉપર પિસ્તા કતરણ અને ટોપરાનુ ખમણ ભભરાવીને કટ કરીલો .

#ઘઉંના લોટને બદલે ફક્ત બદામ પાવડરથી પણ સુખડી બનાવાય.
#મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ લેવાય.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી