કમરદર્દ અને સાયટીકા: અસહ્યપીડાને દૂર કરવા જરૂરી છે સાચી અને સચોટ સારવાર

- Advertisement -

શિયાળાની આહલાદક ઋતુને શરીરની સુખાકારી સુદ્રઢ કરવાની ઋતુ માનવામાં આવે છે. આ સાથે શરીરની વ્યાધિઓ જેવીકે કમરના દર્દો, શરદી, માથાનો દુ:ખાવો વિગેરેમાં સામાન્યત: આ ઋતુમાં વધારો થયેલો જોવા મળે છે. આજના વિષય સંદર્ભમાં આપણે કમરનો દુ:ખાવો અને સાયટીકા વિશે જાણકારી મેળવીશું.
કમરનો દુ:ખાવો, જે સામાન્ય રીતે સ્નાયુઓ, ચેતા, અસ્થિ, સાંધાઅથવા મેરૂદંડના માળખામાંથી પેદા થાય છે. આ દુ:ખાવાનેગરદનનો દુ:ખાવો, પીઠના ઉપરના ભાગનો દુ:ખાવો, કમરનોદુ:ખાવો અથવા પૃચ્છઅસ્થિમાં દુ:ખાવો એમ વિભિન્ન પ્રકારે ઓળખી શકાય, જે ક્યારેક અચાનક તો ઘણાં કિસ્સાઓમાં ખૂબ લાંબા સમયથી હોય છે. આ ઉપરાંત આવો દુ:ખાવો સતત અથવા સમયાંતરે અસહ્ય બની જાય તેવો પણ હોય છે. ઘણાં દર્દીઓને શરીરમાં એક જ ભાગમાં કે શરીરના અન્ય ભાગોમાં પણ ફરતો રહેછે. આ દુ:ખાવો સામાન્ય, વધારે, અસહ્ય કે તીવ્ર બળતરાનો અનુભવ થાય તેવો હોય છે. ઘણાં કિસ્સાઓમાં આ દુ:ખાવો પીઠનાઉપરના ભાગમાં કે હાથમાં કાંડા સુધી પહોંચી શકે છે. મેરૂદંડ એચેતાઓ, સ્નાયુઓ, અને અસ્થિબંધનોને જોડતું જટીલ માળખું છેમેરૂદંડમાંથી પેદા થતી અને પગ અને કાંડામાં જતી મોટી ચેતાઓપીડાને અન્ય અંગો સુધી પહોંચાડી શકે છે. એક મત અનુસાર લગભગ 50 ટકા મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પીઠનો હળવોદુ:ખાવો અનુભવે છે. ગર્ભાવસ્થા દરમિયાન પીઠમાં દુ:ખાવોનોંધપાત્ર પીડા અને અક્ષમતા પેદા કરી શકે તેટલો ગંભીર હોય છે.
દુ:ખાવા સંબંધિત અન્ય એક રોગ જેને સાયટીકા (રાંઝણ) તરીકે ઓળખવામાં આવે છે , જેમાં પગની નસના દુઃખાવાની તીવ્રતામાં અસહ્ય વધારો થાય છે. સાયટીકાનું દર્દ ખૂબ જ અસહ્ય બને છે, જેમાં દર્દીને ચાલવા- ઉઠવા- બેસવામાં ખૂબ જ તકલીફ થાય છે.

કમરદર્દનું પ્રમાણ સામાન્ય આંચકા લાગવાથી થતું નથી, પરંતુ વધારે અસહ્ય આંચકા લાગવાથી કરોડરજ્જુ વચ્ચેની ગાદી પર અસહ્ય દબાણ ઉત્પન્ન થવાથી તેની ગાદી ફાટી જાય છે અથવા ખસી જાય છે ત્યારે તે જ્ઞાનતંતુ ઉપર એકા-એક સોજો આવી જાય છે, અને સ્લિપ ડિસ્કની સમસ્યા થઇ જાય છે.
વધારે વજન ઊંચકવાથી, વધુ વજનનું વહન કરવાથી ગાદી ઉપર દબાણ આવે છે. જે મોટેભાગે ૩૦ થી ૪૫ વર્ષના યુવાન-યુવતીઓમાં કમરદર્દ એકાએક વધે છે.
નસનું દબાણ ધીરે ધીરે વધવાથી તેના બીજા છેડા ઉપર દબાણ કે ખેંચાણ નાના મગજ અને પગના તળિયા ઉપર આવે છે, અને મગજના જ્ઞાનતંતુઓ સુકાવા લાગે છે. ત્યારે એમ.એન.ડી. (મોટર ન્યુરોન ડીસીઝ)નો રોગ થઈ શકે છે. દર્દીના પગના ભાગનું હલન-ચલન સંવેદનશીલ ચેતાઓ ગુમાવી દે છે. ત્યારે મલ્ટીયલ ન્યુરોસીસ (જ્ઞાનતંતુનો સોજો) કે ન્યુરાઈટીસ જેવા અસંખ્ય જ્ઞાનતંતુના રોગનો ભોગ બને છે. કમર કે કમરની સાથે જોડાયેલા જ્ઞાનતંતુના દબાણથી થતાં દર્દોમાં વ્યક્તિને ઊઠતા બેસતા કે પથારીમાંથી ઊભા થતાં કે ઊંઘતા પણ અસહ્ય વેદના થાય છે.
કમરદર્દ અને સાયટીકા જેવા અતિવેદના આપતા દર્દોમાં સમયસર યોગ્ય ઉપચાર દર્દી માટે આશીર્વાદરૂપ બની રહે છે. આ રોગમાં સચોટ સારવાર, સફળ ઉપચાર અને તેની સાથે જોડાયેલી જીવનશૈલી અનુરૂપ બાબતો વિગેરે વિશે ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર વિગતો આપવા માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ, રાજકોટના ખૂબ જ નિષ્ણાત ડૉ. અમિષ સંઘવી દ્વારા ફેસબુક પર લાઈવ-ટૉકનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 14 ઓક્ટોબર 2017ના રોજ બપોરે 3.00થી 4.00 કલાકે આયોજીત થનાર આ લાઈવ-ટૉકમાં અવશ્ય જોડાઓ… વધુ વિગતો માટે ક્લિક કરો
https://www.facebook.com/SterlingHospitalRajkot/

ટીપ્પણી