શું તમે ડાઈટિંગ કરો છો? તો તળેલા શક્કરપારા ખાવા કરતા બેક્ડ શક્કરપારા બનાવો…

“બેક્ડ શક્કરપારા”

સામગ્રી:

૧/૨ કપ તેલ,
૧/૨ કપ દૂધ,
૧/૨- ૨/૩ કપ ખાંડ,
૧/૨ tsp મીઠું,
૨૧/૪-૨૧/૨ કપ મેંદો,

રીત:

એક તપેલીમાં તેલ,ખાંડ,દૂધ,મીઠું લો અને તેને ઘીમાં આંચે ઉકાળો.
રૂમના તાપમાને આવા દયો.
હવે તેમાં જરૂર મુજબ મેંદો નાખી લોટ બાંધો.
બે કલાક સુધી ઢાંકીને રાખી મુકો.
પ્રિ હીટેડ ઓવન ૩૫૦ F પર રાખી.
લોટના સરખા લુવા બનાવી રોટલો વણી ચપ્પા કે શક્કરપારા કટરથી કાપી લો.
બેકિંગ શીટમાં સિંગલ લેયર રાખી ૯ min માટે શેકો.
બહાર કાઢી જેટલી ઝડપથી બને એટલી ઝડપથી બધા શક્કરપારા ફેરવો.
૬-૭ min પાછા શેકો.
બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી દયો.

રસોઈની રાણી: ગામી હિરલ (જામનગર)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી