વાર્ષિક ૪૦,૦૦૦ કરોડના બીઝનેસ માં બાબા રામદેવ કરશે એન્ટ્રી ! જાણી લો કયો છે એ બીઝનેસ….

એફએમસીજી સેક્ટરમાં પ્રતિસ્પર્ધીઓની નિંદર ઉડાવ્યા પછી યોગગુરુ બાબા રામદેવે હવે 40,000 કરોડ રૂ.ના પ્રાઇવેટ સિક્યોરિટીના માર્કેટમાં એન્ટ્રી લીધી છે. હાલમાં બાબા રામદેવે પરાક્રમ સુરક્ષા પ્રાઇવેટ લિમિટેડના નામથી પોતાની પ્રાઇવેટ સિક્યુરિટી ફર્મની શરૂઆત કરી છે. પતંજલિ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી છે કે કંપનીએ આર્મી તેમજ પોલીસના રિટાયર્ડ કર્મચારીઓને ટ્રેઇનિંગ આપી છે.

યોગગુરુ બાબા રામદેવ તરફથી જાહેર કરેલા નિવેદન પ્રમાણે કંપનીનું લક્ષ્ય યુવાનોમાં દેશભક્તિની ભાવનાનો સંચાર કરવાનું તેમજ શારીરિક અને માનસિક વિકાસ માટે અનુકૂળ માહોલ તૈયાર કરવાનું છે. બાબા રામદેવે આપેલી માહિતી પ્રમાણે આ વર્ષના અંત સુધી કંપનીની આખા દેશમાં બ્રાન્ચ હશે.

પતંજલિ યોગપીઠના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે કંપની અલગઅલગ સંસ્થાઓ અને કેન્દ્રોની સાથેસાથે કોર્પોરેટ ઓફિસ તેમજ શોપિંગ મોલમાં પણ સર્વિસ આપશે. હરિદ્વારના પતંજલિસેન્ટરમાં છેલ્લા એક મહિનાથી 100 લોકોના પહેલા બેચની ટ્રેઇનિંગ ચાલી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાઇવેટ સિક્યુરિટી બિઝનેસમાં જોરદાર તેજી આવી છે. ભારતીય વાણિજ્ય તેમજ ઉદ્યોગ મહાસંઘ (ફિક્કી)ના અભ્યાસ પ્રમાણે હાલમાં લગભગ 40,000 કરોડ રૂ.નું આ બિઝનેસ સેક્ટર 2020 સુધી વધીને 80,000 કરોડ રૂ. જેટલું વધી જશે.

પતંજલિ આર્યુવેદની સ્થાપના બાબા રામદેવે 2006માં કરી હતી. આ કંપનીએ બહુ જબરદસ્ત વિકાસ કર્યો છે અને ગયા નાણાંકીય વર્ષમાં 10,561 કરોડ રૂ.નો બિઝનેસ મળ્યો હતો.

સાભાર : સંદેશ

ટીપ્પણી