બાનો ગોખલો – સૌરાષ્ટ્રના એક “બા” ની અદભૂત વાત !!!!

લુઝ મટીરિયલની આછા રંગની સાડી, સફેદ-કાળા વાળમાં નાની અંબોડી, હાથમાંસતત રહેતી માળા ને મોઢામાંથી હંમેશ નીકળતા “શ્રી કૃષ્ણ શરણમ મમઃ“ નાજાપ.. પદ્માવતીબાની આ રોજિંદી ક્રિયા અને હંમેશનો આ પહેરવેશ. રાજકોટના ક્રીમ એરિયા એવા કાલાવાડ રોડ પર તેમના દીકરાનો પાંચ બેડરૂમહોલ-કિચનનો બઁગલો હતો.. પદ્માવતીબાના સંસ્કાર અને અનંતરાયની બુદ્ધિમતાદીકરા અનુજને વારસામાં મળી હતી અને તેનું જ પરિણામ હતું તેની ધંધામાંઉતરોતર વધતી રહેલી પ્રગતિ.

પહેલી વાર જ્યારે બાને બંગલો બન્યા પછી તે બતાવવા લઇ ગયો ત્યારેપદ્માવતીબાએ કહેલું, “જીવતો રે મારા વહાલા..આ ડિઝાયનું તો હારી બનાયવી છે.. પણ આ મારાઓરડાને કેમ આવો સાદો રાયખો છે..?!” દીકરા અનુજે ત્યારે કહેલું, “અરે બા એ તો તમને બાપુજીની ને ગામની યાદ ના આવે ને એટલે. સાવ સાદોપલંગ અને કબાટ પણ લોખંડનો જ રાખ્યો છે એટલે તમને કબાટ ખોલતા જેકીચુડ કીચુડ અવાજ આવે એની આદત પડી ગઈ છે ને એ ભુલાઈ ના જાય..!”

“પણ દીકરા તારા આવા ફાઈઇસ્ટાર હોટલ જેવા ઘર હારે આ કેવું લાગ્સે હાવ..!”

“અરે બા, કંઈ વાંધો નહિ..”

અનુજે આખા ઘરને ડિઝાયનર બનાવવા માટે પચાસ લાખ રૂપિયા વાપર્યા હતા.. બાનો ઓરડો બનાવવા માટે જો બીજા બે-ચાર લાખ ખર્ચાઈ જાત તો એમાં તેનેવાંધો ના આવત.. આ તો બાની સગવડતા અને આત્મીયતા માટે તેણે આ રીતેતેમને ગમે એવો ઓરડો બનાવ્યો હતો… તેવું તે હંમેશ કહેતો..! પદ્માવતીબા આખો દિવસ ઓરડાના એક ખૂણામાં બેસીને પોતાનું કામ કર્યે રાખત. સતત મોઢું હલાવવાની સાથે સાથે તેમના હાથમાંની માળાના મણકા પણ ફેરવાતારહેતા.. ઘરે ક્યારેક કોઈ મહેમાન આવે તો એમ કહે કે,

“આ પદ્માવતીબાનો ગોખલો લાગે છે..”

કારણકે બા પોતાના ઓરડા સિવાય બીજે ક્યાંય ના જતા.. આવડા મોટા પંદરસોવારના બંગલામાં બાએ પોતાના દીકરાનો રુમ સુધ્ધાં નોહ્તો જોયો…!!! બા દાદરાચઢી ના શકે એટલે અનુજે ઘરમાં લિફ્ટ બનાવી હતી. પરંતુ રહેવા આવ્યાના છમહિના બાદ પણ પદ્માવતીબા પોતાના એ ગોખલા સિવાય બીજે ક્યાંય ના જતા..

હવે તો આખા ઘર ઉપરાંત કુટુંબમાં પણ પ્રખ્યાત થઇ ગયેલું કે પદ્માવતીબા એનાગોખલા સિવાય ક્યાંય જતા જ નથી.. એમને મળવું હોય તો એમના ગોખલામાંજવાનું અને ક્યાંક પ્રસંગમાં આવવાનું આમંત્રણ આપવું હોય તો તેમના આશીર્વાદલઇ આવવાના. કારણકે એ ગોખલા સિવાય બીજે ક્યાંય નીકળતા નથી.

અનુજની પત્ની આશિરા બાને સમજાવવાના ઘણા પ્રયત્નો કરતી… તેમના પૌત્રઅને પૌત્રી પણ બા પાસે આવીને બેસતા અને કહેતા કે, અમારો રૂમ તો જોવા આવોબા..!” પણ બા ક્યાંય ના જતા.. ત્યાં સુધી કે ઘરમાં દીકરાએ ઈમ્પોર્ટેડ ટાઇલ્સવડે બનાવેલું મંદિર પણ તેમણે જોયું નોહ્તું. ભગવાનની પૂજા તેઓ પોતાની જાતેજ કરી લેતા. આજુબાજુના નાના છોકરાઓ બાને મળવા તેમના આ ગોખલામાંઆવતા. પદ્માવતીબા તેમને મજાની વાર્તાઓ કહેતા. રાજા-રાણીથી લઈને દાદા-દાદીના જમાના સુધીની અનેકવિધ વાતો પદ્માવતીબા પાસેથી સાંભળવા મળતી. તેમના પોતાના દીકરા-વહુ અને પૌત્ર પૌત્રી કદાચ આ બધાથી વંચિત રહી જતા.. પદ્માવતીબાને કોઈ જ પ્રકારની ફરિયાદ નોહતી કોઈનાથીયે… આશિરાએ નોકરોનેકહી રાખેલું કે પદ્માવતીબાને રોજ બપોરે કઢી-ખીચડી ને રાતના દૂધ-ભાખરીપીરસી દેવાના. દીકરા-વહુ ક્યાંકને ક્યાંક બહાર હોય.. સાથે બેસીને જમવાનું તોક્યારેય શક્ય જ ના બનતું. અને આમ પણ બાને ભાવે એવું જમવાનું થોડી અનુજઆશિરા કે તેમના છોકરાઓને ભાવે.
બા તો કઢી-ખીચડી ને દૂધ ભાખરી જ ખાય એવી તેમની માન્યતા…

આમનેઆમ એક વર્ષ વીતી ગયું..! તે દિવસે પદ્માવતીબા હજુ સુધી જાગ્યા નોહતા. બપોરના બાર વાગી ગયેલા છતાંય તે સુતા જ હતા.. સદનસીબે તે દિવસે આશિરાઘરે હતી તેથી તેને નવાઈ લાગતા તે બાને જગાડવા ગઈ.. જુનવાણી શૈલીના એખાટલા જેવા પલંગની એક ધાર પર સાવ છેડે પદ્માવતીબા સુતેલા હતા. ટૂંટિયુંવાળીને સુતેલા પદ્માવતીબાની નજીક આશિરા ગઈ અને તેમને જરા ઢંઢોળ્યા. પરંતુ તે નીચે ઢળી પડ્યા… આશિરાના મોઢામાંથી રાડ નીકળી ગઈ. એ ચીસસાંભળીને જાણે બાનો ગોખલોય હચમચી ગયો હોય તેમ એક મિનિટમાં તો ભેંકારદિસવા લાગ્યો.. પદ્માવતીબાએ ઊંઘમાં જ પ્રાણપંખેરું છોડી દીધું હતું અનેઅનંતની વાટે ચાલી નીકળ્યા હતા.

પછી તો સઘળી વિધિ થઇ અને અનુજે પોતાના બાની પાછળ નાત આખીજમાડી… બધે તેના નામનો ડંકો વાગી ગયો. સોળમા દિવસે જ વરસી વળાવીનેઅનુજ બાના ઓરડામાં, બાના એ ગોખલામાં ગયો..
આ ઘરમાં રહેવા આવ્યા બાદ તે ભાગ્યે જ ત્યાં ગયો હશે. મોટેભાગે પોતાના ધંધામાંવ્યસ્ત રહેતો અનુજ ક્યારેય માઁ માટે સમય ફાળવી જ ના શકતો. પિતાજી પાંચવર્ષ પહેલા જયારે મૃત્યુ પામ્યા ત્યારે પોતે એક બેડરૂમના ફ્લેટમાં રહેતો હતો. પાંચવર્ષમાં પ્રગતિ મેળવી તે આજે આ બઁગલાનો માલિક બન્યો હતો. કુટુંબમાં ને બધે તેએમ જ કહે કે આ તો બધું બાના આશીર્વાદના પ્રતાપે છે..! બહાર બાને જશ આપતોઅનુજ ક્યાંક ઘરમાં બાને પોતાને જ જશ આપવાથી ચુકી ગયો હતો. તે બાનાપલંગ પાસે ગયો. એ પલંગ નજીક એક ટિપાઈ હતી. તેની ઉપર બાની માળા, પિતાજીની છવિ અને કાનુડાની મૂર્તિ બિરાજમાન હતા. તેની નજર અચાનક એકડાયરી પર પડી. તે હાથમાં લઇ તેણે જોયું તો બાના અક્ષરો હતા તેમાં.. આઠચોપડી ભણેલી બાના અક્ષર મોતીના દાણા જેવા થતા જે હંમેશા અનુજને આકર્ષિતકરતા. બાએ પિતાજીને સંબોધીને તેમાં કંઈક લખ્યું હતું.

“એ સાંભળો છો અનુજના બાપા.. દીકરો બવ મોટો સાયેબ થઇ ગીયો છે. મોટોબઁગલોય બનાઇવો છે. મારો અલાયદો ઓરડોય છે હો કે.. પણ એમાં બધુંય આમજૂનું જૂનું જ છે..! મને એમ કે એના ફાઈઇસ્ટાર ઘરમાં મારો ઓરડોય ઇવો જઅસે.. પણ હસે એને એની માઁને ઈ જૂનું જ બધુંય આલવું સે તો એની ખુસીમાં મારીખુસી..!”

આ વાંચીને અનુજ હચમચી ગયો.. બાની માળાનો મણકો છૂટો પડીને જમીન પરપડી ગતો હતો ને દડદડ અવાજ કરતા તેના પગ પાસે આવી ગયો..

પાનું ફેરવતા તેને કંઈક બીજું વાંચવા મળ્યું..

“અનુજના બાપા.. આ આખી જિંદગી ખીચડી ને ભાખરી જ ખાધા સે… મને ઇમ કેઆંહીં તો વહુ નવું નવું ખવડાવસે.. ઓલી ચીનીમાં આવે એવી નવીન સાસુ બનીનેરઈશ હું તો…

પણ આ જો જુનવાણી બાને જમાના પ્રમાણે હાલવા ના દયે ને પછી કે અમારાવડીલને બધું નવું નવુ ના ફાવે..!

તો તમને ગમે એમ રહીયે અમે તો દીકરા.. જો ને આ ગોખલો હવે મને ગોઠી ગ્યો સે. હું ને મારો ગોખલો.. મેં તો દીકરાનું ઘર જોયુંયે નથી આખું… રખેને એને જુનવાણીવડીલના પગલાં ના ગમે તો..!”

બાની ડાયરીમાં લખેલી આ વાતો વાંચી અનુજ રડી પડ્યો. ધ્યાનથી તેણે તેઓરડામાં જોયું. ક્યાંક ક્યાંક બાની વઢ તો વળી ક્યાંક તેમણે ભરેલા હીબકાસંભળાતા હતા. તેમની માળા ને તેમની નેતરની ખુરશી તેમના જુનવાણી હોવાનીચાડી ખાતી હતી. કદાચ પોતે જ ક્યાંક ચુકી ગયો હતો “બાને અને તેમનાગોખલાંને” સમજવામાં..!!!”

લેખક : આયુષી સેલાણી 

ટીપ્પણી