હંમેશા યુવાન રાખનારું, શરીરની કાયાપલટન કરનારું સદાબહાર ચૂર્ણ…

વર્તમાન સમયમાં વધતું ટેન્શન, માનસિક થાક, ચિંતા, શારીરિક રોગ આ બધું કસમયે જ માણસને વૃદ્ધ બનાવી દે છે. ભર યુવાનીમાં માણસ વૃદ્ધ દેખાવા લાગ્યો છે. જો તમે હંમેશા યુવાન રહેવા માગતા હો તો તમારે બને ત્યાં સુધી માનસિક તાણ, ચિંતાને તમારાથી જોજનો દૂર રાખવા પડશે. કહેવામાં પણ આવ્યું છે કે ચિંતાથી મોટો શરીરનો કોઈ દુશ્મન નથી. યોગ કરો, ધ્યાન કરો, મિત્રોને મળો, બાળકો અને વડીલો સાથે સમય પસાર કરો, કોઈ ક્લબના સભ્ય બનો, અઠવાડિયામાં એક વાર ગૌશાળા જાઓ, કોઈ ગરીબને મદદ કરો. તેનાથી તમારી માનસિક તાણ ઓછી થશે અને તમે સતત ચિંતિત પણ નહીં રહો.

આટલી બાબતોનું ધ્યાન રાખવા સાથે સાથે અમે તમને એક નુસખો પણ બતાવા જઈ રહ્યા છે સદા યુવાન રાખતા ચૂરણ વિષે. જેને ખાઈને તમે હંમેશા તમારી જાતને યુવાન અને તંદુરસ્ત અનુભવશો. બસ તમારે તેને તમારા દૈનિક જીવનનો ભાગ બનાવવાનું છે.

ચાલો જાણીએ તેને બનાવવાની રીત

સામગ્રી

1. સુકા આંબળાનો પાવડર
2. કાળા તલ (સાફ કરેલા)નો પાવડર
3. ભૃંગરાજ (ભાંગરા)નો પાવડર.
4. ગોરખનો પાવડર.

પહેલા આ બધું જ 100-100 ગ્રામના પ્રમાણમાં લઈ મિક્સ કરી દો, પછી તેમાં 400 ગ્રામ વાટેલી સાકર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં 100 ગાયનું શુદ્ધ ઘી મિક્સ કરો અને છેલ્લે તેમાં 200 ગ્રામ મધ મિક્સ કરી લો. હવે આ ચુરણને કોઈ કાચના વાસણમાં અથવા ચીકણી માટી કે પછી ચીનાઈ માટીના વાસણમાં સ્ટોર કરી લો. રોજ સવારે ખાલી પેટે એક ચમચી (5 ગ્રામ) ચૂરણ નિયમિત લો અને તેના પર ગાયનું દૂધ અથવા હુંફાળુ પાણી પી લો.

ધ્યાન રાખો

ઘી અને અને મધ જો એક સરખા પ્રમાણમાં લેવામાં આવે તો તે ઝેરી તત્ત્વો છોડે છે માટે તે ક્યારેય સરખા પ્રમાણમાં લેવું જોઈએ નહીં.

લાભ

આ ચૂરણ નિયમિત લેવાથી તમારા શરીરની કાયાપલટ થઈ જશે. જો નાની ઉંમરમાં વાળ ખરી ગયા હોય તો તે પાછા ઉગવા લાગશે, જો વાળ સફેદ થઈ ગયા હોય તો તે કાળા થવા લાગશે, અને વૃદ્ધા વસ્થા સુધી કાળા જ રહેશે. ઢીલા દાંત પણ મજબૂત બનશે. ચહેરા પર કાન્તિ આવશે. શરીર બળવાન અને શરીરની સંભોગશક્તિમાં વધારો થશે. અને થોડાં જ દિવસોમાં દુર્બળ વ્યક્તિ વ્યવસ્થિત વજન ધરાવશે અને બળવાન બની જશે.

આટલું ન કરો

ઇંડાં, માંસ, માછલી, કેફી દ્રવ્યો નું સેવન કરવું નહીં.

સંકલન : દીપેન પટેલ

શેર કરો આ ખુબ ઉપયોગી માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી