આઠ વર્ષની એ દિકરી આસીફાએ મૃત્યુ પછી લખ્યો તેની માતાને દિલ દ્રવિત થઇ જાય તેવો પત્ર…

હેલ્લો અમ્મી…,

હું પહોંચી ગઈ છું. અહીંયા તો બધું જ બરોબર છે. તું રડીશ નહિ. અહીંયા એવા લોકો નથી એટલે ફિકર ના કર અને આમ પણ હું અહીંયા તો એકલી તો છું જ નહિ.

શું અમ્મી ..? એવું જ કરવાનું હતું એ લોકો ને મારી સાથે તો મને તે જન્મ આપ્યો ત્યારે જ દૂધ પીતી કરી નાખી હોત. અરે હું તો ભૂલી જ ગઈ કે દૂધ પીતી નો રિવાજ તો બન્ધ થઈ ગયો છે ને….! એટલે જ તો આ નવો રિવાજ શરૂ કર્યો છે હે ને અમ્મી લોકો એ . આમ તો છે ને એ રિવાજ જ સારો હતો. કોઈ બીજા ના હાથે ચુથાઈ ને મરવા કરતા.

જાન્યુઆરી ની વાત હતી અમ્મી અને હવે બધા જાગ્યા છે જો તો ખરા મારા ભારતીય લોકો કેટલા વહેલા ઉઠયા છે. સાચું કહું , બસ એ જ યાદ છે કે હું તે દિવસે સવારે ઘેટાંઓ ને લઈ ને રોજ ની જેમ જ તો તેને ચરાવા નીકળી હતી જંગલો માં અને થોડો સમય પછી કોઈ આવે છે અને મારા મોં પર હાથ રાખી ને મને લઈ જાય છે. હું છૂટવા માટે કોશિશ તો કરું છું પણ અમ્મી મારા માં ક્યાં એટલું જોર હતું કે એની પકડ માંથી હું છૂટી ને ભાગી જઉ.

મંદિર માં લઇ જાય છે. બેહોશ કરે છે અમ્મી….ઘણા સમય સુધી એ લોકો મારા પર બળાત્કાર કરે છે. કોઈ પણ સાંભળતું જ નથી હું બુમો નાખું છું એટલે એ લોકો મારા મોં માં કપડું નાખી ને બન્ધ કરી દે છે. પછી કઈ પણ યાદ નથી. મેં શું બગાડ્યુ હતું એમનું ? મારે તો હજુ તો આ દુનિયા ને પણ જોવાની બાકી જ હતી ને…? હજી તો મેં જિંદગી ને મહેસુસ કરી પણ ક્યાં હતી.

અમ્મી એવું કહેવાય ને કે ભગવાન હોય ત્યાં કઈ પણ ખરાબ ના થાય ? એ આજે ખોટું પડયું ભગવાન સામે જ હતા પણ ના કશું બોલ્યાં ના કઈ કરી શક્યા. એ તો બસ બેઠા જ હતા ત્યાં ને ત્યાં … હા અમ્મી એ પથ્થર જ હતા. કેમ વિશ્વાસ કરવો એના પર …..?એ બધું તો બરાબર છે અમ્મી, જે કરવાનું હતું તો એ લોકો એ કરી નાખ્યું પણ બધા લોકો એ ભૂલી કેમ ગયા અમ્મી કે હું પેલા એક 8 વર્ષ ની નાની છોકરી છું. ઘણા લોકો હિંદુ – મુસ્લિમ કરી રહ્યા છે.

સારું થયું ને અમ્મી કે એ લોકો એ મને ગળું દબાવી ને મારી નાખી. જો જીવતી રાખત તો લોકો પૂછી પૂછી ને જ ગળું ઘોટી દેત. અમ્મી સરકાર કહે છે કે “બેટી બચાવો બેટી પઢાવો” પણ જો આવા હેવાનો આમ છુટા રહેશે તો ક્યાંથી કોઈ બેટી સુરક્ષિત રહેશે. પઢાવા ની તો વાત દૂર રહી અમ્મી આવા હેવાનો થી બચાવી લે ને તો પણ બસ છે…..!

હું કેમ કહું કે મારો ભારત દેશ મહાન અમ્મી …? અમ્મી એક વાત કહું આ સરકાર પર ભરોસો ના કરતી એને તો પહેલેથી જ ટેવ છે સમય વેડફવાની . એમ પણ એના જ આ કૃત્ય કરવા માં સાથ આપવા વાળા પણ. મારા ગુનેગારો ને તો સજા ક્યારે મળશે કોને ખબર …! પણ અમ્મી એક સંદેશ આપજે બધા ને કે આવું કોઈ બીજા સાથે ના બને એનું ધ્યાન રાખે શું ખબર એવું પણ બને કે એ વખતે એમની જ કોઈક ની દીકરી હોય.

ઘણું લખાઈ ગયું ને અમ્મી. કેમ ના લખાય ભગવાન દર વખતે પત્ર મોકલવા નહિ દે ને …..! એને પણ મેં ઘણા સવાલો કાર્ય અમ્મી જ્યારે હું અહિયાં આવી ને ત્યારે પણ એ પેલા મંદિર ની જેમ જ ચૂપ અને પથ્થર જ હતા. અને હવે તો ભગવાને પણ કહી દીધું છે સાફ સાફ કે હવે ક્યારેય હું આવી દુનિયા માં નહિ જ જાવ.

માફ કરજે હો અમ્મી તારી દુનિયામાં આવી ત્યારે હેરાન કરી તે બદલ. અમ્મી તારી ખૂબ જ યાદ આવે છે. અબ્બા જાન ને મારી યાદ આપજે. ચાલ અમ્મી હું રજા લઇશ…..

લી.
ભારત દેશ ની દીકરી
આસિફા

લેખક : રાજ ( ઘાયલ )

મિત્રો કોઈએ પણ લાઇક કે હાર્ટનુંક્લિક નથી કરવાનું બધા એ એન્ગ્રીનું જ બટન ક્લિક કરવાનું છે.. અને શેર કરો જેથી બીજા કોઈની દીકરી સાથે આવું ના થાય…

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block