દરરોજ સવારે કરો આ 1 કાર્ય…અસફળ વ્યક્તિનાં કાર્ય પણ સફળ થાય છે

એવું કહેવાય છે કે તમે સવારમાં ઉઠતાની સાથે જે કર્મ સર્વ પ્રથમ કરો છો, તેની અસર તમારા સંપૂર્ણ દિવસ ઉપર થતી હોય છે. અર્થાત જરુરી છે કે તમે તમારા દિવસની શરુઆત એવી રીતે કરો કે જેથી તમારા દરેક કામ તમે ચાહો તે પ્રમાણે થાય અને સફળતા પણ મળે. જીવનમાં સારી ઉર્જા બની રહે તે માટે અમુક વસ્તુઓ કરવાની હોય છે જે આપણા શાસ્ત્રોમાં પણ વર્ણવેલી છે. તેના માટે કોઈ તમારે પૈસા ખર્ચવાની કે પથ્થર તોડવા જેવી મહેનત કરવાની જરૂર નથી. તમારે ફક્ત દરરોજ સવારે ઊઠો ત્યારે ભગવાન કૃષ્ણએ જણાવેલ ઉપાયને ઘ્યાનમાં રાખીને અનુસરવાનું છે. આમ કરવાથી તમારા જીવનમાં ઘણાં બધા સારા ફેરફાર તો થશે જ  અને આ સાથે સકારાત્મક વિચાર રાખીને ઉન્નતિ પણ મેળવતા રહેશો. તો જાણો આપણા શાસ્ત્રોમાં વર્ણવેલ ઉપાય અને તેનો અર્થ શું થાય છે તે વિશે જાણીયે..

ભગવાન કૃષ્ણ દ્વારા જણાવેલ ઉપાય

ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે ‘महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा। मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः।।’

અર્થ – સપ્તર્ષિ મારા પોતાના મનમાંથી ઉદભવે છે અને તે મારી પોતાની સમૃદ્ધિ છે.

જે વ્યક્તિ સવારમાં ઊઠતાની સાથે આ શ્લોકનો ઉચ્ચાર કરે છે અને નીચે જણાવેલ નામ ઉપર ધ્યાન આપે છે, તેમનો આખો દિવસ હકારાત્મક ઉર્જા અને આનંદમાં પસાર થાય છે. દિવસની શરુઆત જ સારી ઉર્જા અને ખુશીથી થાય છે તો તમે જે પણ કામ કરશો તે સરળતાથી પૂર્ણ થશે અને કોઈ પણ સમસ્યાનો સામનો પણ શાંત મનથી કરી શકશો.

વેદોનાં અભ્યાસ કર્યા બાદ આ સાત ઋષિમુનીઓ અને ઋષિ કુળ વિશે જાણકારી મળી છે જેમનાં નામ આ પ્રમાણે છે – વશિષ્ઠ, વિશ્વામિત્ર, કણ્વ, ભારદ્વાજ, અત્રિ, વામદેવ અને શૌનક.

કહેવાય છે કે સવારમાં જો આ નામોનું ધ્યાન ધરવામાં આવે તો મનમાં પૉઝિટિવ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. આ ઉર્જાઓ આખા દિવસને શાન્તિપૂર્વક પસાર કરવામાં મદદ કરે છે અને દરેક કાર્યમાં સફળતા મેળવવામાં મદદગાર થાય છે. કોઈ તકલીફ આવે છે તો તેને ક્લેશ કે કંકાસ વગર પાર પાડી શકાય છે.

આ સાત ઋષિ વિશેની વિશેષ માહિતી જે કદાચ જ તમને ખબર હશે.

વશિષ્ઠ

તેઓ રાજા દશરથનાં કુળગુરુ હતાં અને તેમનાં ચારેય પુત્રોનાં શિક્ષક પણ હતા. ગુરુ વશિષ્ઠનાં આદેશોનું પાલન કરતા રાજા દશરથે તેમનાં ચારે પુત્રોને દાનવોનો નાશ કરવા માટે ઋષિ વિશ્વામિત્ર સાથે તેમનાં આશ્રમમાં મોકલ્યા હતાં.

વિશ્વામિત્ર

વિશ્વામિત્ર ઋષિ બન્યા તે અગાઉ તેઓ રાજા હતા અને તેમણે ઋષિ વશિષ્ઠ પાસેથી કામધેનુ ગાયને હડપવા માટે યુદ્ધ કર્યું હતું. પરંતુ તેઓ આ યુદ્ધ હારી ગયા હતા. યુદ્ધમાં હાર મળવાથી વિશ્વામિત્ર ખુબ જ નિરાશ થયા હતાં અને ત્યાર બાદ તેમને તપસ્યા કરવાની પ્રેરણા મળી. તેમણે એટલા લાંબા સમય સુધી તપ કર્યો હતો કે દેવતાઓએ તેમનાં કઠોર તપમાં ભંગ પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.

કણ્વ

એવું માનવામાં આવે છે કે આ દેશનાં સૌથી મહત્વપૂર્ણ યજ્ઞ ‘સોમયજ્ઞ’ને કણ્વો દ્વારા વ્યવસ્થિત કરવામાં આવ્યો હતો. કણ્વો વૈદિક કાળનાં ઋષિ છે. જેમનાં આશ્રમમાં જ હસ્તીનાપુરના રાજા દુશ્યંતની પત્ની શકુંત્તલા અને તેમનાં પુત્ર ભરતની સાર-સંભાળ થઈ હતી.

ભારદ્વાજ

ભારદ્વાજ ઋષિ ભગવાન રામ કાળ પહેલાંનાં હતાં, પરંતુ એવું ઉલ્લેખનીય છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન તેમનાં આશ્રમમાં ગયા હતાં. જે ઐતિહાસિક દ્ર્ષ્ટિએ ત્રેતા-દ્વાપર યુગનો સંધિકાળ હતો.

અત્રિ

ઋગ્વેદનાં પાંચમાં મંડળનાં રચઈતા મહર્ષિ અત્રિ બ્રહ્માનાં પુત્ર, સોમનાં પિતા અને કર્દમ પ્રજાપતિ અને દેવહૂતિની પુત્રી અન્સુયાનાં પતિ હતા.

વામદેવ

વામદેવ ઋષિ દ્વારા આ દેશને સંગીત પ્રાપ્ત થયું છે. વામદેવ ઋગવેદનાં ચોથા મંડળનાં સૂક્તનાં રચઈતા હતા.

શૌનક

ઋષિ શૌનકએ હજાર વિદ્યાર્થીઓને ગુરુકુળમાં જ્ઞાન આપતા કુલપતિનું વિશેષ સમ્માન હાંસલ કર્યુ હતું. તે સમયકાળ દરમિયાન આવું કરનાર શૌનક પહેલાં ઋષિ હતાં.

લેખન – સંકલન : જ્યોતિ નૈનાણી 

ટીપ્પણી