બહુ જ કામની છે સિલિકાની આ નાનકડી પોટલી, ક્યારેય ન ફેંકતા…

નવા બૂટ, બેગ, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદતા સમયે તેમાંથી એક નાનકડી પોટલી નીકળે છે, જેને આપણે બેકાર સમજીને ફેંકી દઈએ છીએ. હીકકતમાં, તે સિલિકા જેલનું પેકેટ છે. આ જેલ સિલિકોન ડાયોક્સાઈડથી બનેલી છે, જે હવામાં રહેલા મોઈશ્ચરાઈજરને સોકવાનું કામ કરે છે. તેનાથી બૂટની વાસ દૂર કરવા ઉપરાંત અનેક પ્રકાર ઉપયોગ કરી શકાય છે. તો આજે જાણીએ સિલિકા જેલના પાઉચનો ઉપયોગ.

મેકઅપ બેગ ફ્રેશ રાખોતમારી મેકઅપ કીટને હંમેશા ફીટ રાખવા માટે સિલિકા જેલના પાઉચમાં તેને રાખી દો. તે સામાનની વધુ પડતી નરમાશ સોકી લે છે અને મેકઅપ પ્રોડક્ટ ચિપચિપા નહિ થાય.

જિમ બેગની વાસ દૂર કરો સિલિકા બેગ બંધ વસ્તુમાં થતી વાસને કારણે પેદા થતા બેક્ટેરિયાને દૂર કરવાની ક્ષમતા રાખે છે. આ પાઉચને જિમ બેગમાં રાખવાથી સામાન ફ્રેશ રહે છે અને વાસ નથી આવતી.

બુક શેલ્ફનું ધ્યાન રાખશેતમે આ પોટલની મદદથી તમારા પુસ્તકોનું પણ ધ્યાન રાખી શકો છો. કબાટમાં પડ્યા પડ્યા પુસ્તકો થો઼ડા સમય બાદ પીળા પડવા લાગે છે. આવું હવામાં નરમાશને કારણે થાય છે. જેને કારણે પુસ્તકોમાંથી વાસ આવવા લાગે છે. તેનાથી બચવા માટે બુક શેલ્ફમાં સિલિકા જેલનું પાઉચ રાખી દો.

ચાંદીના વાસણોનરમાશને કારણે ચાંદીના વાસણો થોડા સમય બાદ કાળા પડવા લાગે છે. તે ટાર્નિશથી બચવા માટે સિલિકા જેલનુ પેકેટ તેમાં રાખી દો. તે હવામાં રહેલી નરમાશને સોકી લેશે અને વાસણોની ચમક બનાવી રાખશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક નાની નાની ઉપયોગી માહિતી વાંચવા અને જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block