લાલ વસ્તુને અર્પણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે… આજે જ કરો ઉપાય..

હનુમાનજીનો જન્મ મંગળવારના દિવસે થયો હતો તેવો શ્રીરામચરિત માનસમાં ઉલ્લેખ છે. માટે શનિવાર ઉપરાંત હનુમાનજીના દર્શન મંગળવારે પણ કરવામાં આવે છે અને ભક્તો નિયમિત હનુમાનજીના દર્શન કરવા મંગળવારે જતા હોય છે. ઘણા બધા લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તે માટે તેમણે પોતાના આ દોષનું નિરાકરણ લાવવા માટે મંગળ ગ્રહ તેમજ હનુમાનજીને પ્રસન્ન કરવા પડે છે. કહેવાય છે કે મંગળવારે તમારે મંદિરે દર્શન કરવા જતી વખતે પણ લાલ કપડાં પહેરવા જોઈએ. તેવી જ રીતે મંગળવારે જો ભગવાન હનુમાનને નીચે જણાવેલી લાલ વસ્તુઓમાંથી કોઈ એકનો ચડાવો કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને મન માગ્યુ ફળ આપે છે.

 

લાલ નાડાછડી:

હનુમાનજીના મંદિરે જઈ તેમને લાલ નાડાછડી ચડાવવી ત્યાર બાદ હનુમાન ચાલીસાનું પઠન કરવું. પુજા કરવી અને ત્યાર બાદ ચડાવેલો દોરો પોતાના જમણા કાંડામાં બાંધી લેવો.

લાલ ફુલઃ

હનુમાનજીને લાલ ફુલ જેમ કે જાસુદ-ગુલાબ વિગેરે અર્પણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

લાલ ગુલાબઃ

મંગળ ગૃહની પુજા શિવલિંગ રૂપે કરવામાં આવતી હોવાથી તેના પર લાલ ગુલાબ ચડાવવાથી મંગળ ગૃહનો દોષ દૂર થાય છે.

લાલ ચંદનઃ

હનુમાનજીને લાલ ચંદન અર્પણ કરવાથી ધન લાભ થાય છે.

લાલ વસ્ત્રઃ

હનુમાનજીને લાલ વસ્ત્ર ચડાવવાથી પણ લાભ થાય છે.

મસૂરની દાળઃ

હનુમાનજીને મસૂરની દાળ અર્પણ કર્યા બાદ તમે તેને કોઈ ગરીબને દાન કરી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ સવારમાં અધ્યાત્મિક પોસ્ટ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી