તમને ગમતી સારી નોકરી મેળવવા કરો હનુમાનજીની આરાધના

દરેક વ્યક્તિના જીવનમાં સૌથી અગત્યની ઈચ્છા હોય છે કે તેને એક સારી નોકરી મળે. આ માટે વ્યક્તિ પોતાનું અડધુ જીવન ભણતર પાછળ ખર્ચે છે, એ માટે જુદા જુદા કોર્ષ કરે છે. પણ પછી એવું થાય છે કે તે નોકરી માટે આમતેમ ભટક્યા કરે છે. તમને જણાવી દઈએ કે નોકરીની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. આર્થિક સ્થિતિને સુધારવા માટે અને પોતાના પરિવારના ભરણપોષણ માટે એક સારી નોકરી ખૂબ જ જરૂરી છે. જો સારી નોકર ન મળતી હોય અથવા નોકરી બદલવા માંગતા હોય તો વેદ શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમો જણાવેલા છે. જે તમને એક સારી નોકરી જ નથી અપાવતા પણ તમારી મુશ્કેલીઓને પણ દૂર કરી દે છે. તો આવો જાણો આ વાસ્તુ ટિપ્સ કઈ છે.

જેમકે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન હનુમાનને સંકટ મોચન કહેવાય છે. જ્યારે પણ તમે કોઈ પણ મુશ્કેલીમાં ઘેરાયેલા હોય તો તમે તેમને યાદ કરશો તો તે જરૂર તમારુ સંકટ દૂર કરશે. જેઓ સારી નોકરીની શોધ કરી રહ્યા હોય તેમણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. તે માટે તમારે ઓછામાં ઓછા બે કલાક લાગી શકે છે. પણ જરૂર તમને તેમાં સફળતા મળશે અને તમને એક સારી નોકરી મળશે.

સારી નોકરી માટે કરો લીંબુનો પ્રયોગ 

તએક લીંબુ લો, જેમાં કોઈ પણ પ્રકારનો ડાઘ ન હોવો જોઈએ. તમે જે પણ ભગવાનને માનો છો તેમના ચરણોમાં આ લીંબુ ધરી દેવું. હવે આ લીંબુ પર ગંગાજળ નાખો અને તમારા માથા પર સાત વખત ઉતારી લો. ત્યારબાદ તેના વચ્ચેથી ચાર ટુકડા એવી રીતે કરો કે લીંબૂ નીચેથી જોડાયેલુ રહે. આ લીંબુને હવે ચારરસ્તે નાખી દો. આ પ્રયોગથી તમારી નોકરીને લગતી મુશ્કેલી દૂર થઈ જશે.

દરેક શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઇએ. આ ઉપાયથી બજરંગ બલી જલ્દી જ પ્રસન્ન થાય છે.

હનુમાનજીની સામે દીપક પ્રગટાવવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

શનિવારે હનુમાનજીના મંદિરે જવું. તેમના ખભા પરથી સિંદૂર લાવીને નજર લાગેલી હોય તેવા વ્યક્તિને લગાવવું. નજનની ખરાબ દ્રષ્ટિ દૂર થઈ જશે.

જીવનની બધી જ સમસ્યાઓના નિવારણ માટે હનુમાનજીના મંદિરમાં જઈ અને રામ રક્ષા સ્ત્રોતનું પાઠ કરવું.

શનિવારની સાંજે  હનુમાન મંદિર જઈ તેલનો પ્રગટાવવો. ત્યાં જ બેસી હનુમાન ચાલીસાનું પાઠ કરવું. હનુમાનજીની કૃપા મેળવવાનો આ એક અચૂક ઉપાય છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

ધાર્મિક કે આધ્યાત્મિક માહિતી ઘરે બેઠા તમારા મોબાઈલમાં વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી