નશીબ કોઈનું સારૂં કે ખરાબ નથી હોતું એ માત્ર દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે

જીવનનો દ્રષ્ટિકોણ દરેક વ્યક્તિનો અલગ અલગ હોય છે. અને એને અનુલક્ષીને જ વ્યક્તિનાં જીવનનું ધડતર થાય છે. ’ ધર્મ,અર્થ,કામ અને મોક્ષ અર્થે જીવન છે.’ એ પણ જીવનનો જ એક આદર્શ છે. જ્યારે “ જીવન જીવવા દો “ એ એક અત્યારના અધતન યુગનું મહાસૂત્ર થઈ ગયું છે.

“સૌથી શ્રેષ્ઠ સુવર્ણ, તેની પરિક્ષા આગમા,

સૌથી શ્રેષ્ઠ મનુષ્ય,તેની પરોક્ષા ત્યાગમાં.”

     હંમેશા જીવનનો  દ્રષ્ટિકોણ  શ્રેષ્ઠ રાખો. જો અવીચારી રીતે બોલવાનું રાખશો તો ઘણી ગેરસમજો ઉભી થઈ શકે છે. વિચારપૂર્વકના પ્રોત્સહક શબ્દો સામેની વ્યક્તિને વિશ્વાસ આપે છે. ઉત્સાહ આવે છે. અણગમો અને પૂર્વગ્રહ રાખ્યા વિના ચાલો.કોઈ જ્યારે પણ  અયોગ્યરીતે વર્તે ત્યારે જાણો  કે આપણું જ આપેલું આપણને પાછું મળી રહ્યું છે. માટે જ તમે જેટલું પણ બોલો સુંદર શબ્દોમાં બોલો,વિચારીને બોલો મીઠા શબ્દોએ સર્જેલું સ્મિત હ્દયમાં સંગીત જગાડે છે.બીજી વાત એકે સારપમાં એ શક્તિ હોય છે જે આપણને 24*7 ખુશી જ આપે છે. જે આપણા વ્યક્તિત્વને નમ્ર બનાવે છે જ સાથે સાથે તે વ્યક્તિનાં જીવનનાં દ્રષ્ટિકોણને સકારાત્મક બનાવે છે. અને ત્યારે જ જીવનને સર્જનાત્મક વલણવાળું બનાવી શકાય છે.

“વીણ્યા વીણાય નહી,ગણ્યાગણાય નહી” ની જેમ જ આજે એવા કેટલાય લોકો હશે જે નશીબનો અને ભગવાનનો જ દોષ કાઢતાં હોય છે.જે પોતાનાં દોષની ટોપલી નશીબ અને ભગવાન પર ઓઢાડી દેતાં હોય હોય છે.એવા પણ લોકો હોય છે જે પોતાનાં પર જ વિશ્વાસ રાખતા હોય છે.જેમ જાતને વધારે ઘસારો આપશો એમ એની ચમક વધારે આવતી જશે .જેમ પારસમણીનાં અડવાથી લોઢુ સોનામાં ફેરવાઈ જાય છે.એમજ અનુભવથી જ સફળતાને પામી શકાય છે.

એ તો ઠીક પરંતુ સાચા અર્થમાં નશીબ સારૂં કે ખરાબ હોઈ શકે ખરૂં? એથીય મોટો પ્રશ્ન એ કે શું આ નશીબ છે ખરૂં??એનાં માટે બે સગાં ભાઈની જ વાત જોઈએ તો ખ્યાલ આવી જ જશે,એક ભાઈ પાસે સરસ મજાનો બંગલો,પોતાની કાર અને આકર્ષક નોકરી છે.જ્યારે બીજા ભાઈ પાસે એક સરસ મજાનું મકાન છે, પોતાનો ધંધો છે અને એક સ્કુટર છે. હવે તમે જ વિચારો કોના નશીબ સારા છે?તમે કહેશો કે જેની પાસે કાર છે એ,રાઈટ ? હવે, પાછો તમારો દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ બદલાશે. જોવો આગળ,જે ભાઈ પાસે કાર છે.આકર્ષક નોકરી છે.એ ભાઈને એના ઓનરના હિસાબે માનસિક ટેન્શન ખુબ જ વધારે રહે છે.એ ને બીજાની આંગળી  પર કામ કરવાનું રહે છે જેના હિસાબે એ એની ફેમિલીને પણ સમય નથી આપી શકતાં અને એ ખૂબ જ ચિંતિત રહ્યાં કરે છે. જ્યારે, જે ભાઈ પાસે પોતાનો ધંધો છે એ ભાઈ પોતાની મરજી મુજબ જ પોતાનો ધંધો ચલાવે છે.જેમ એમને ઠીક લાગે એમ બિંન્દાસ કામ કરે છે. એ ભાએ એની ફેમિલીને પણ સમય આપી શકે છે.કોઈ પણ ટેન્શન વગર શાંતિની જીંદગી જીવે છે. તામારો વિચાર પાછો બદલાયો  હશે ? સાચું ને ? કે હવે કોનું નશીબ સારૂ ??

અત્યારે પણ આવું જ છે. મિડલ કલાસ ફેમિલી જ્યારે બહાર પણ પોતાનાં પરિવાર સાથે ક્યાંય ફરવા કે કોઈ ગાર્ડ્નમાં જાય છે.ત્યારે કોઈપણ પૈસાદાર વ્યક્તિની ફેમિલીને જોઈને, તેની પાસે રહેલી કાર જોઈને વિચારે છે કે કેવા આમનાં નશીબ છે.અને એ પૈસદાર વ્યક્તિ મિડલ ક્લાસ ફેમિલીને જોઈને પણ એવું જ વિચારે છે કે આમની પાસે નથી બંગલો કે નથી કાર છતાં પણ આ લોકો  કેટલાં ખુશ રહેતાં હોય છે.આ લોકોનાં કેવા નશીબ છે.મારી પાસે બધું જ છે.પણ, આ લોકો જેટલી ખુશી નથી.

કહેવાનો મતલબ બસ, એટલો જ છે કે આપણું નશીબ નહી પણ આપણો દ્રષ્ટિકોણ  કેવો છે. આપણાં વિચારો કેવાં છે. તમારી નજર સમક્ષ આ અદ્રશ્ય પરીણામ છે જ, હવે તમે પણ વિચારજો.

નશીબ કોઈનું સારૂં કે ખરાબ નથી હોતું એ માત્ર વ્યક્તિનાં દ્રષ્ટિકોણ પર જ આધાર રાખે છે. માત્ર વ્યક્તિ તેનાં વિચારોથી,વધુ પડતી અપેક્ષાથી જ માણસ અમીર અને ગરીબ હોય છે.હંમેશા હકારાત્મક વિચારમાં રહેનાર માણસ જ જલ્દી આગળ વધી શકે છે.માણસ  ગમે એટલો સુખી હશે.પણ જો એનામાં નકારાત્મકતા એની અંદર હશે તો એને એનું જીવન ક્યારેય દેખાતું જ નથી. વિચારહીન મનુષ્ય બુધ્ધિહીનની તોલે આવે છે.સકારાત્મક દ્રષ્ટિકોણ જ  આપણા નશીબને સારૂ કરવાની શક્તિ આપે છે,સાથે સાથે જીવનને એક નવી દિશા આપે છે.જિંદગીમાં હ્કારાત્મક એ એક ચમત્કારીક તત્વ છે. હ્કારાત્મક  દ્રષ્ટિકોણ ધરાવતી વ્યક્તિ એની વાતોથી , એના વિચારોથી જીવનની તમામ તકલીફોનો સામનો આસાનીથી પાર કરી શકે છે. જેની વાતો ઉત્સાહિત હશે,તેનામાં હંમેશા કંઈક નવું કરવાની અને નવું જાણવાની  તમન્ના રહેલી હશે.

નશીબ એ એક એવું ભૂત છે જે વ્યક્તિ ને કે કોઇને ક્યારેય દેખાતુ નથી પણ, વ્યક્તિ જ એની અંદર ખોવાઈ જતી હોય છે.

ટીપ્પણી