સાઉથની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ પોતાના ડ્રાઇવરને ગીફ્ટ કરી લક્ઝરી કાર

સાઉથની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ પોતાના ડ્રાઇવરને ગીફ્ટ કરી લક્ઝરી કાર. તેની પાસે છે 140 કરોડની પ્રોપર્ટી. બાહુબલી ફિલ્મમાં દેવસેનાનો રોલ કરનારી એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી હવે 36 વર્ષની થઈ ગઈ છે.

બાહુબલી ફિલ્મમાં દેવસેનાનો રોલ કરી ચૂકેલી એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી 36 વર્ષની થઈ ગઈ છે. 7 નમેમ્બર, 1981, કર્ણાટકના મેંગલુરુમાં જન્મેલી અનુષ્કાનું સાચું નામ સ્વીટી છે. ખાસ વાત તો એ છે કે તેણીનું માત્ર નામ જ સ્વીટી નથી પણ તેમનું હૃદય પણ તેટલું જ સ્વીટ છે. તેણે એકવાર પોતાના સિનિયર ડ્રાઇવરને 12 લાખ રૂપિયાની લક્ઝરી કાર ગીફ્ટ કરી હતી.

અનુષ્કાની નેટવર્થ 140 કરોડ છે. એક અહેવાલ પ્રમાણે અનુષ્કા શેટ્ટીની નેટવર્થ 22 મિલિયન ડોલર છે.

હૈદરાબાદના પોષ વિસ્તાર જ્યુબિલી હિલ્સમાં સ્થિત વુડ્સ એપાર્ટમેન્ટના 6ઠ્ઠા ફ્લોર પર તેનું આલીશાન ઘર આવેલું છે. અનુષ્કા હાલ એક ફિલ્મ માટે 4થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

લગ્ઝરી કારની શોખીન અનુષ્કા પાસે કેટલીએ બ્રાન્ડની કારો છે. હાલ તેની પાસે બીએમડબલ્યુ 6, ઓડી એ6, ઓડી ક્યૂ5 અને ટોયોટા કોરોલા જેવી લગ્ઝરી કારો છે.

મોટી બ્રાન્ડ્સનું એન્ડોર્સ્મેન્ટ

અનુષ્કા એમેબીએસ જ્વેલર્સ, દ ચેન્નઈ સિલ્ક, ઇન્ટેક્સ મોબાઈલ, કોલગેટડ એક્ટિવ સોલ્ટ, અને ડાબર આંબલા જેવી મોટી બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ કરે છે. તેણી ઇન્ટેક્સ મોબાઈલની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે.

ફિલ્મો પહેલાં અનુષ્કા યોગા શિખવતી હતી

ગ્લેમરસ દુનિયામાં પગ મુક્યા પહેલાં અનુષ્કા લોકોને યોગા શીખવતી હતી. તેણીના ફેમેલિની કોઈ પણ વ્યક્તિ ફિલ્મી બેકગ્રાઉન્ડથી નથી. સ્ટારડમ પહેલાં અનુષ્કા ભરત ઠાકુરના હાથ નીચે યોગા ઇન્સ્ટ્રક્ટરનું કામ કરતી હતી. તે દરમિયાન તેમના પર એક ડાયરેક્ટરની નજર પડી અને તેમણે અનુષ્કાને ફિલ્મ ઓફર કરી.

સાઉથના કોમેડિયને અનુષ્કા પર અશ્લિલ કમેન્ટ કરી હતી.

સાઉથના પોપ્યુલર કેમેડિયન અલી બાશાએ નવેમ્બર, 2015માં આવેલી ફિલ્મ ‘સાઇઝ ઝીરો’ના ઓડિયો લોન્ચ ઇવેન્ટ પર એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી પર અશ્લીલ કમેન્ટ કરી હતી. અલીએ કહ્યું હતું – અનુષ્કા શેટ્ટી બિલકુલ ગરમ જલેબી જેવી છે જેને બધા જ ખાવા માગે છે. અલી માત્ર આટલે જ નહોતો અટક્યો પણ તેણે અનુષ્કા શેટ્ટીના થાઈસને લઈને પણ કમેન્ટ કરી હતી. તેણે અનુષ્કા અને સોનલ ચૌહાણની થાઈને લઈને કમેન્ટ કરી હતી કે સોનલ કરતાં અનુષ્કાની થાઈસ વધારે સારી છે. તેણે કહ્યું હતું કે તેણે જ્યારથી અનુષ્કાને ફિલ્મ  ‘બિલ્લા’માં જોઈ ત્યારથી તેનો ફેન થઈ ગયો હતો. બિલ્લા ફિલ્મમાં અનુષ્કા શેટ્ટી બિકીનીમાં દેખાઈ હતી.

પ્રભાસ સાથેના અફેયરની ઉડી હતી અફવા :

અનુષ્કા શેટ્ટી અને પ્રભાસે કેટલીએ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તે જ કારણ છે કે બન્નેની કેમેસ્ટ્રી સારી છે. જો કે, ઘણી વાર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા અફેયરની ખબરો ઉડતી હોય છે. સાંભળવામાં આવ્યું છે કે અનુષ્કા અને પ્રભાસ એકબીજાને ડેટ કરી રહ્યા છે. એવા પણ સમાચાર છે કે તે બન્ને લગ્ન પણ કરવાના છે. જો કે તેમણે આ ખબરને નકારી કાઢી છે અને તેઓ માત્ર સારા મિત્રો છે તેવું જ જણાવ્યું.

‘સાહો’ ફિલ્મમાં પ્રભાસ અનુષ્કાને લેવા માગતા હતા

પ્રભાસ-અનુષ્કા ભલે પોતાના અફેયર ને નકારતા હોય, પણ ફિલ્મ ‘સાહો’ માટે પ્રભાસે અનુષ્કાને લેવાનો આગ્રહ રાખ્યો હતો અને પ્રોડ્યૂસર્સ પણ અનુષ્કાને જ લેવા માગતા હતા. પણ અનુષ્કાના વધેલા વજનના કારણે છેવટે શ્રદ્ધા કપૂર પર પસંદગી ઉતારવામાં આવી.

અનુષ્કા અત્યાર સુધીમાં આ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે..

કેટલીએ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અનુષ્કા. તેનું સાચું નામ તો સ્વીટી શેટ્ટી છે. 7 નવેમ્બર 1981માં જન્મેલી અનુષ્કાએ 2005માં તેલુગુ ફિલ્મ  ‘સુપર’થી ડેબ્યુ કર્યું હતું. 36 વર્ષીય અનુષ્કા બાહુબલી ઉપરાંત, વિક્રમારકુન્દુ (2006), અરુંધતિ (2009), વેદમ (2010), રુદ્રમાદેવી (2015) અને સિંઘમ સીરીઝ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

બિલ્લામાં પ્રથમ વાર અનુષ્કા-પ્રભાસની જોડી ચમકી હતી..

લગભઘ 8 વર્ષ પહેલાં 2009માં આવેલી તેલુગુ ફિલ્મ ‘બિલ્લા’માં પ્રભાસ અને અનુષ્કા પ્રથમવાર સાથે જોવા મળ્યા હતા. ત્યાર બાદ બન્ને 2013માં આવેલી ફિલ્મ ‘મિર્ચી’માં પણ સાથે હતા.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

સમાચાર, ગોસીપ તેમજ અવનવી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ 

 

 

ટીપ્પણી