દરેક કપલે વાંચવા અને સમજવા જેવી વાત…

- Advertisement -

*અનુભવની અભિવ્યક્તિ*

હુ એક દિવસ નવરાત્રી નિહાળવા ગયો હતો.મે મારો એન્ટ્રીપાસ સ્કેન કરાવ્યો અને હુ ગરબાના મેદાન તરફ ચાલતો થયો. ત્યા મેઇન ગેટ પર oppo મોબાઈલના પ્રમોશનવાળાની ટીમ ઉભી હતી.આસપાસમા મોબાઈલના બેનરો લાગેલા હતા.એક હવાથી ભરેલો OPPO લખેલો બાબલો થોડી વાર નાચતો હતો,તો થોડીવાર અલગ,અતરંગી નખરા કરતો હતો.

હુ આ બધુ ત્યા ઉભો રહીને જોતો હતો .

જોત જોતામા એક છોકરી તે બાબલાની બાજુમા આવી,આવતાની સાથેજ તે છોકરીયે તેને જોરથી હગ કરી લીધી,તેની ફ્રેન્ડે તેની આ હગને મોબાઈલના કેમેરામા કેદ કરી. તરતજ તે છોકરીએ તે બાબલાની ગરદન પકડી,નીચે નમાવીને,તેના હોઠ થી ચુંબન કરુ.લાલ લિપસ્ટીકનો કલર તે ચુંબન નુ સબુત હતું.હુ આ જોયને ખુબજ ખુશ થયો .કેમ કે તે છીકરીએ તેના દિલની ધડકકન,તેના દિલની લાગણીની અનુભુતી તે બાબલા પર વરસાવી હતી.તેનાથી મને ખબર પડી કે હર એક વ્યકતીના દિલમા પ્રેમ હોયજ છે.હુ ત્યા જ ઉભો હતો.થોડીવાર પછી તે છોકરી ત્યાથી જતી રહી.હુ તે બાબલાની નજીક ગયો અને એ બાબલાને નિહાળો,ત્યારે ખબર પડી કે આ બાબલો નહી,તેની અંદર રહેલો માણસ આ બાબલાનુ કવર પહેરીને નાચતો હતો, નખરા કરતો હતો.

તેની અંદર રહેલો માણસ બહાર આવ્યો.મે તેને કિધુ કેવુ લાગ્યુ ભાઇ તને?,મજા આવી ?તે મારી સામુ જોય ને બોલ્યો.

“ના યાર,મજા નથી આવી “પાણી પીતા પીતા તે બોલ્યો.
“કેમ,મસ્ત મજાની છોકરીએ તને હગ કરી,તારા ગળા પર ચુંબન કરું,તારા પર પ્રેમ વરસાવો તો પણ તને મજા નથી આવી.કેમ એવુ?”મે તે માણસને પુછ્યુ.

“કેમ કે,તેને મારા પર નહી,પરંતુ આ એક નિર્જીવ કપડા પર પોતાના પ્રેમભાવને લુટાવ્યો છે.”આટલુ કહીને તે હોડીગ ભેગા કરવા લાગ્યો.

મને તેની વાત એકદમ સાચી લાગી,કેમ કે આજે તે છોકરો પોતે બાબલો બન્યા વગરજ,તે છોકરી સામે નાચતો હોત,નખરા કરતો હોત,તો તે છોકરી તેને હગ કરેત ખરી?તેના ગળા પર ચુંબન કરેત ખરી?ના..કોઈ કાળે પોશીબલ નથી.કેમ કે બે માણસ એકબીજાની લાગણીને સમજતાજ નથી.હર એક માણસ પાસે મગજ છે,ધક ધક ધડકતુ દિલ છે,જોવા માટે સારી આંખો છે,પોતાના દિલની ભાવનાને કહેવા માટે જીભ છે,કહેલી ભાવનાને સાંભળવા માટે બે કાન છે.તો પણ આજે બે વ્યકિત પોતાના દિલની ભાવનાને એકબીજા સામે વ્યકત નથી કરી શકતા.કેમ આવુ?વિચારવા જેવુ છે આ બાબત પર.

કેમ કે આપણને પોતાની બાહોમા કપડાનુ ટેડીબીયર લઇને,તેને ટાઇટ હગ કરીને સુઇ જવુ ગમે છે.પરંતુ પોતાના પાટઁનર સાથે તેજ રીતે સુઇ જવુ ગમે છે ખરુ?પુછો આ વાત તમારા દિલ અને દિમાગને. તેજ ટેડીબીયર નુ નાક આપણને ખેંચવુ ગમે છે,પરંતુ પોતાના પાટઁનરનુ નાક ખેંચવુ નથી ગમતુ,કેમ એવુ? કેમ કે હાથ બગડે,આ હાથ ન બગાડવાની તૈયારીમા પ્રેમની અનુભુતી કરવાના પળ બગડે તે તો આપણને સમજાતુજ નથી. ટેડી બીયરના ગાલ પર કિસ થાય છે,પરંતુ પોતાના પાટઁનરના ગાલ પર કિસ થાય છે ખરી, ના નથી થતી કેમ કે કોઇને દાઢીના વાળથી તકલીફ હોય છે,તો કોઇને વળી ગાલ પર લાગેલા ટાલકમ પાવડર થી પ્રોબ્લમ હોય છે.ટેડી બીયરની આંખોમા આખ મિલાવીને એક સજીવ અને નિર્જીવ ભાવનાઓનો નજારો એકબીજા સાથે શેર થાય છે.પરંતુ પોતાના પાટઁનર સાથે એકબીજાની આંખોમા રહેલી ભાવનાઓ શેર થાય છે ખરી?ના નથી થતી.કેમ કે કોઇ આપણને ટુકુર ટુકુર એકી નજરે જોયા કરે તે આપણને પસંદ નથી.ટેડીબીયર જોડે ડાન્સ થાય છે, પરંતુ પોતાના પાટઁનર સાથે જાહેરમા કે એકાન્તમા ડાન્સ કરવાનો થાય તો આપણને શરમ આવે.ઓશીકા પર દુ:ખના આંસુ સારવા ગમે છે,પરંતુ પોતાનુ દુ:ખ પોતાના પાટઁનર પાસે રડવુ નથી ગમતુ.કેમ કે તેને આપણી વેદના નથી થતી.હા,તેને આપણી વેદના નથી થતી તેમા પણ વાંક આપણોજ છે,કેમ કે આપણે તેને આપણી પોતાની પુરે પુરી સંવેદનાજ નથી આપી હોતી,અને જયા સંવેદના ની અછત હોય ત્યા વેદના ની અસર પણ ના હોય.

અમુકવાર માણસ પોતેજ પોતાના અસ્તિત્વને ખતરામા ધકેલતો જોવા મળે છે.માણસે પોતેજ યાદ રાખવું જોયે કે હુ જીવતો,જાગતો,હસતો,રડતો,દોડતો,ઉઠતો,બેસતો,બોલતો સજ્જન સજીવ છુ.તો પછી શા માટે તે પોતાની જીવતી,જાગતી,જાગૃત ભાવનાઓ ને પોતાના જેવા સજ્જન સજીવ સાથે શેર નથી કરતો.એક નિર્જીવ અને સજીવ સાથે રહી શકે છે,પરંતુ એક ના થઇ શકે કયારે પણ.માણસ સજીવ અને સજાગ હોય છે.આપણે જેટલી ભાવનાઓ નિર્જીવને આપીએ છીએ તેના જેટલી કાતો તેનાથી અડધી ભાવના આપણે આપણી જેવા સજીવને આપીયે તો પણ આજે નિરબળ બનેલા માણસમા જીવવાના નવા બળનુ નિમાઁણ થઇ જાય.

મે મારા મને કીધેલી વાત તમારી સામે મુકી છે.ગમે તો ગમાડજો નહીતો મને ગમ આપજો,કેમ કે દુ:ખ આપનારને દુ:ખજ મળતુ હોય છે અને સુખવાળાને દુ:ખની ખબર પણ નથી હોતી.

લેખક : ખોડીફાડ મેહુલ (ગુરુ)

શેર કરો તમારા મિત્રો સાથે, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી