આજનો દિવસ :- ૨૬ નવેમ્બર – મેદસ્વિતા નિવારણ દિવસ (Anti Obesity Day)

એક વખત હુ મારા મિત્ર જીજ્ઞેશ સાથે બસમાઁ જઇ રહ્યો હતો. જીજ્ઞેશ આમ તો છવીસ વર્ષની ઉમર નો પણ દેખાવે હાથી! સુખી કુટુઁબની નિશાની. બસની બે સીટ તો એણે એકલા એ જ રોકેલી! કંડક્ટર ટીકિટ, ટીકિટ બોલતો મારી પાસે આવ્યો. મને કહે,”ભાઇ ત્રણ ટીકીટ,” મૈ કહ્યુ,”ભાઇ અમે તો બે જ છીએ, ત્રણ શા માટે ?” તો મને કહે,”ભાઇ તારી તો એક જ ટીકીટ પણ બે ટીકીટ આ તારી જોડે જે ભાઇ છે ને એમની.” આસપાસ બેઠેલ લોકો થોડીવાર માટે ખખડી પડેલા.

આજ આ પ્રસઁગ યાદ આવવાનુ કારણ છે કે ૨૬ નવેમ્બર ના રોજ વૈશ્વિક કક્ષાએ “મેદસ્વિતા નિવારણ દિવસ” તરીકે ઉજવવામાઁ આવે છે. ભારતમાઁ આ દિવસ પદ્મશ્રી વઁદના લુથરાના પ્રયત્નોથી ૨૦૦૧થી દર વર્ષે ઉજવવામાઁ આવે છે. મેદસ્વિતા એટલે સ્થુળતા કે જાડાપણુ. કહેવાય છે કે તોદ (વધારે પડતા ખોરાકને લીધે બહાર નીકળતુ પેટ) નીકળવી એ સુખી કુટુઁબની નિશાની ગણાય. પરઁતુ એક હદથી વધુ મેદસ્વિતા. મેદસ્વી વ્યકિતને ‘લાડવા’, ‘જાડીયા’, ‘ભોપા’ કે પછી ‘હાથી’ જેવા સઁબોધનો પણ સહન કરવા પડતા હોય છે. મેદસ્વિતા એ કોઇ રોગ નથી, પરઁતુ શરીરની એક પરીસ્થિતી છે. બાળપણમાઁ થતી મદસ્વિતા શરીર માટે વધુ નુકશાનકારક હોય છે.
આજે દુનિયામાઁ ૨૬૦ કરોડ થી વધુ લોકો મેદસ્વિતાનો ભોગ બનેલ હશે. એમાઁ આપણા ભારતનો નઁબર પ્રથમ!. મેદસ્વિતાની સરળ વ્યાખ્યા માઁ દર્શાવવી હોય તો એમ કહી શકાય કે ઊઁચાઇ કરતા વજન નુ વધુ હોવુ. મેદસ્વિતાના લીધે શરીર બિમારીઓનુ ઘર બનવાની શક્યતાઓ વધી જાય છે. વિજ્ઞાનીઓના મતે મેદસ્વિતા વ્યકિતના શરીરમાઁ અલગ અલગ ૫૦ થી વધુ બિમારી થવાની શકયતાઓ રહેલી છે. સામાન્ય રીતે તળવાનો ખોરાક ફરી ફરીને ગરમ કરીને આરોગવામાઁ આવે તો શરીરમાઁ મેદસ્વિતા આવે છે. તો એ મુજબ મેદસ્વિતા માઁ આજકાલના જઁક ફુડનો સિઁહફાળો કહી શકાય. જયારે કેટલાક વિજ્ઞાનીઓના મત મુજબ તો મેદસ્વિતા માટે જઠરમાઁ રહેલ બેક્ટેરિયા ને જવાબદાર ગણવામાઁ આવે છે જે મારી દ્રષ્ટીએ તદ્દન અયોગ્ય કહી શકાય. મેદસ્વિતા માટે સાચા જવાબદાર તો કોમ્યુટર, મોબાઇલ અને ટેબ્લેટ કહી શકાય. જે વ્યકિતને મેદસ્વિ બનાવે છે. આ સાધનો વ્યકિતને કોઇ એક સ્થળે જકડી રાખે છે જેથી શરીર ખોરાકની એનર્જીનો યોગ્ય રીતે નિકાલ કરી શકતુ નથી. ત્યારબાદ એ એનર્જી ચરબી રુપે શરીરમાઁ જમા થાય છે અને વ્યક્તિને મેદસ્વિ બનાવે છે. મેદસ્વિતાને બિનચેપી રોગમાઁ સ્થાન આપવામાઁ આવ્યુઁ છે. મેદસ્વિતા વિકસિત અને વિકાસશીલ દેશોમાઁ વધુ જોવા મળશે. મેદસ્વી વ્યકિતના લીધે અર્થતઁત્ર પર પણ ઘણી અસર પડે છે. કારણ કે એ વ્યક્તિ કામને ઝડપી અને સરળતા પુર્વક કરી શકતી નથી. પહેલાના સમયમાઁ ક્ષયને રાજ રોગ ગણવામાઁ આવતો હતો. ભવિષ્યમાઁ કદાચ મેદસ્વિતાને રાજ રોગ ગણવામાઁ આવે તો નવાઇ નહિ. કારણ કે આજ કાલ જે રીતે મેદસ્વિતાનુ પ્રમાણ વધી રહ્યુ છે એ રીતે વૈશ્વિક રીતે આ પ્રશ્ન ચિઁતા જનક છે. કેટલાક સામાજીક પ્રસઁગોમાઁ મેદસ્વી વ્યકિતએ ક્ષોભજનક પરીસ્થિતીનો ભોગ પણ બનવુ પડતુ હોય છે. આપણે ત્યાઁ ચલચિત્રોમાઁ મેદસ્વિ વ્યકિતને હાસ્યાસ્પદ જ બતાવવામાઁ આવે છે. મેદસ્વિતા ઘટાડવા માટે સૌથી સરળ રીત છે વ્યાયામ એટલે કે કસરતો. જો મેદસ્વી વ્યકિત નિયમિત રીતે કસરતો, પ્રાણાયામ કે આસનો કરે તો મેદસ્વિતાને ઘટાડી શકાય છે. મેદસ્વિતા માટે મૃગાસનને યોગાચાર્યોએ સૌથી ઉત્તમ કહેલુ છે. આ આસનથી મેદસ્વિ વ્યકિતને લાઁબાગાળે ખુબ જ ફાયદો રહે છે. બાકી ખર્ચાળ ઉપાયો તો ઘણા બધા જોવા મળે છે. મેદસ્વિતાના ઉપચાર પાછળ દર વર્ષે ૧.૨ ટ્રિલીયન ડોલરનો ખર્ચ થાય છે.

લેખક :-
— Vasim Landa
The Dust of Heaven

ટીપ્પણી