અંજીર મિલ્ક શેક – હવે ઉનાળામાં ગરમ દૂધના બદલે આવું મિલ્ક શેક બનાવીને ટ્રાય કરજો ખૂબ મજા આવશે.

અંજીર મિલ્ક શેક

ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે એક હેલ્ધી અને એકદમ ટેસ્ટી મિલ્ક શેક બનાવીશું ,આજે હું તમને અંજીર મિલ્ક શેક કેવી રીતે બનાવવું તે શીખવાડીશ.તો હવે ઉનાળા માં ગરમ દૂધ ના બદલે આવું મિલ્ક શેક બનાવીને ટ્રાય કરજો ખૂબ મજા આવશે.

રીત : 

1) ૪૦૦ મિલી ઠંડુ દૂધ,
2) ૬ – અંજીર,
3) ૧-૧/૨ ચમચી ખાંડ,
4) ૪ – બરફ ના ટૂકડા,

સામગ્રી : 

1) સૌથી પહેલા અંજીરને થોડા ગરમ પાણીમાં ૧/૨ કે ૧ કલાક માટે પલાડી દો જેથી તે સરસ પોચા અને ચોખ્ખા થઈ જાય.

2) મિક્ષરમાં અંજીરના ટૂકડા કરી ઉમેરી દો.

3) સાથે જ ખાંડ અને અડધું દૂધ ઉમેરી દો અને ક્રશ કરો

4) થોડી વાર પછી બાકીનું દૂધ અને બરફ પણ ઉમેરી ફરી થી ક્રશ કરો

5) મિલ્ક શેક તૈયાર છે અને સર્વિંગ ગ્લાસ માં લઈ લો

6) મિલ્ક શેક સર્વિંગ માટે તૈયાર છે

 

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી