અંજાન મુસાફર

અંજાન મુસાફર-001

ડીસેમ્બર ૨૦૧૩.

હું અમદાવાદ થી મુંબઈ જતો હતો.

એ ટ્રેન ના રીઝર્વેશન કોચ માં મારી સામે ગુમસુમ બેઠી હતી.
એનો ચહેરો જોઈને એના મન માં રહેલો ડર સાફ જણાઈ આવતો હતો કે જાણે હમણા ટીસી આવીને પકડી લેશે તો? થોડીક વાર સુધી પાછળ વળીને ટીસી ને આવવાની રાહ જોઈ રહી હતી. કદાચ વિચારતી હતી કે થોડાક પૈસા આપીને મનાવી લઈશ. જોઇને તો એમ લાગતું હતું કે જનરલ ડબ્બા માં બેસી નહિ શકી હોય એટલે અહી આવી ને બેસી ગઈ.

કદાચ લાંબી મુસાફરી પણ નઈ કરવાની હોય, સામાન ના નામ પર એના ખોળામાં ફક્ત એક નાની બેગ હતી. મેં ખુબ કોશિશ કરી પાછળ થી એને જોવાની, કદાચ એનો ચહેરો સ્પષ્ટ દેખાઈ જાય પણ દર વખતે હું અસફળ રહ્યો. ત્યાર બાદ થોડીક વાર પછી એ પણ બારી પર હાથ ટેકવીને સુઈ ગઈ અને હું પણ મારુ પુસ્તક વાંચવા લાગ્યો. લગભગ ૧ કલાક પછી ટીસી આવ્યો અને એને ઊંઘ માંથી જગાડી.

“ક્યાં જવું છે બેટા”
અંકલ નડિયાદ જવું છે
“ટીકીટ છે?”

ના અંકલ, જનરલ ની છે પણ ત્યાં ચઢી ના શકી એટલે અહી બેસી ગઈ.

“તો પછી ૫૦૦ રૂપિયાનો પેનલ્ટી ચાર્જ ભરવો પડશે.”ઓહ પણ મારી પાસેતો અંકલ ૧૦૦ રૂપિયા જ છે. “એતો યોગ્ય નથી બેટા, પેનલ્ટી તો ભરવી પડશે.” સોરી અંકલ હું આગળ ના સ્ટેશન થી જનરલ માં જતી રહીશ, મારી પાસે સાચ્ચેજ પૈસા નથી… થોડીક ઉપાધી આવી ગઈ એટલે ઉતાવળ માં ઘરે થી નીકળી ગઈ. અને વધારે પૈસા લેવાનું ભૂલી ગઈ,, એટલું બોલતા બોલતા એ રોવા લાગી.

ટીસી એ એને માફ કરી અને ૧૦૦ રૂપિયા માં એને નડિયાદ સુધી રીઝર્વેશન કોચ માં બેસવાની પરમીશન આપી. ટીસી ના જતાજ એને પોતાના આંસુ લુચ્છ્યા અને આમ તેમ જોવા લાગી, કે કોઈ એને જોઇને એની ઉપર હસતું નથી ને? થોડીવાર પછી એને કોઈને ફોન કર્યો અને કહ્યું કે એની પાસે બિલકુલ પૈસા નથી. નડિયાદ સ્ટેશન પર ગમેતે કરીને કોઈરીતે પૈસા નો બંદોબસ્ત કરી આપે નહીતર એ સમયસર ગામ નહિ પહોચી શકે. મારા મનમાં ઉથલ પુથલ થઇ રહી હતી, કોણ જાણે એની માસુમિયત જોઇને એની તરફ મન આકર્ષાતું હતું.

મન કરતુ હતું કે એને પૈસા આપું અને કહું કે ચિતા ના કર,, અને રડીશ નહિ, પણ એક અજાણી વ્યક્તિ માટે આવું કરવું થોડું અજીબ લાગે તેવું હતું. એના ચહેરા પરથી લાગતું હતું કે સવારથી એણે કઈ ખાધું કે પીધું પણ નઈ હોય. અને હવે તો એની પાસે પૈસા પણ નહોતા…

ખુબ મનોમંથન બાદ અને આ ઉપાધી માં જોઈને મેં કોઈ ઉપાય શોધવાનું વિચાર્યું. જેમાં હું એની મદદ પણ કરી શકું અને ફલર્ટ જેવું પણ ના લાગે. પછી મેં એક કાગળ લીધો અને એમાં એક મેસેજ લખ્યો…

…”ગણા સમયથી તમને હેરાન થતા જોઈ રહ્યો છું, જાણું છું કે એક અંજાન છોકરા તરફથી આ રીતે તમને નોટ (મેસેજ) મોકલવાનું અજીબ પણ હશે અને કદાચ તમારી નજર માં ખોટું પણ. પરંતુ તમને આ રીતે હેરાન થતા જોઇને મને મનમાં બેચેની થાય છે માટે આ મેસેજ સાથે ૧૦૦૦ રૂપિયા મોકલું છુ. તમને કોઈ ઉપકાર ના લાગે એ માટે મારું એડ્રેસ પણ મોકલું છું. જયારે તમને યોગ્ય લાગે ત્યારે મારા એડ્રેસ પર પૈસા પાછા મોકલી શકો છો. છતાં સાચું કહું તો હું નથી ઈચ્છતો કે તમે પૈસા પાછા આપો…
લી. અંજાન મુસાફર…

એક ચા વાળાની જોડે નોટ અને પૈસા મોકલાવ્યા, અને ચા વાળાને કહ્યું કે આ નોટ મેં મોકલી છે એ એણે જણાવે નહિ. નોટ મળતાજ એને ૨-૪ વાર પાછળ વળીને જોયું કે કોઈ એની તરફ દેખતું હોય તો ખબર પડી જાય કે નોટ કોને મોકલી છે. પણ હું તો નોટ મોકલીને તરતજ મોઢા પર ચાદર નાખીને સુઈ ગયો હતો. થોડીવાર પછી ચાદર નો છેડો હટાવીને જોયું તો એના મુખ પર થોડી રાહત જણાતી હતી. એની આંખોની ચમકે મારું દિલ એની તરફ ખેચી લીધું હતું. પછી ચાદર નો છેડો હટાવી ને થોડી થીડી વારે હું એને જોઈ રહ્યો હતો. એવામાં ખબરજ ના પડી ક્યારે આંખ લાગી ગઈ અને હું સુઈ ગયો. જયારે ઉઠ્યો અને જોયું તો એ ત્યાં નહોતી. ટ્રેન નડિયાદ સ્ટેશન પરજ ઉભી હતી અને એની સીટ પર મુકેલા કાગળ માં ટૂંકી નોટ લખેલી જોઈ. મેં તરતજ ત્યાં જઈને એ નોટ ઉઠાવી જેમાં લખ્યું હતું.

—————-
Thank you મારા અંજાન મુસાફર…
તમારું આ અહેસાન હું જીવનભર નહિ ભૂલું.
મારી ‘માં’ આજે મૃત્યુ પામી છે. એમનું મારા સિવાય બીજું કોઈ નથી માટે ખુબ ઉતાવળ માં ઘરે જઈ રહી છું. આજે તમારા આ પૈસાથી હું સમશાન જતા પહેલા મારી માં નો ચહેરો છેલ્લી વાર જોઈ શકીશ. એમની બીમારી ના કારણે એમના મૃત શરીર ને વધુ સમય ઘરમાં રાખી શકાય તેમ નથી. આજથી હું તમારી કર્જદાર છું. બને એટલું જલ્દી તમારા પૈસા પરત આપી દઈશ.

———————-
એ દિવસ થી એની આંખો અને એની સોમ્યતા મારા જીવનનો જાણે એક ભાગ બની ગઈ.
હું રોજ પોસ્ટમેન ને પૂછાતો હતો કદાચ કોઈ દિવસ એનો કોઈ લેટર આવી જાય..
આજે એક વર્ષ પછી એની ટપાલ મળી…
જેમાં લખ્યું હતું.

———————–
તમારો કર્જ ચુકવવા માંગું છું. પણ લેટર મારફતે નહિ તમને મળીને…
નીચે મળવાની જગ્યા નું સરનામું લખ્યું હતું.
અને અંતમાં લખ્યું હતું,
અંજાન મુસાફર…..

-હિતેશગીરી ગોસાઈ

આ પોસ્ટ વાંચી આપને કેવું લાગ્યું એ “મનોભાવ” નીચે કોમેન્ટમાં જણાવશો તો મારો ઉત્સાહ વધશે !

ટીપ્પણી