આજના દિવસે જ પાક.ને ઘમરોળીને રચ્યો હતો કુંબલેએ ઈતિહાસ…

સાઉથ આફ્રિકામાં પોતાના પ્રદર્શનથી ધૂમ મચાવી રહેલ ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે 7 ફેબ્રુઆરી ક્યારેય ના ભૂલાય તેવો દિવસ છે. 19 વર્ષ પહેલા આજ ના દિવસે 1999માં અનિલ કુંબલે પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ ઈનિંગમાં બધી જ 10 વિકેટ ઝડપી હતી. આ કારનામું કરનાર તેઓ વિશ્વના માત્ર બીજા નંબરના ખેલાડી બની ગયા હતા. કુંબલે પહેલા ઈંગ્લેન્ડના ઓફ સ્પિનર્સ જિમ લેકરે 1956માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઈનિંગની બધી જ 10 લેવામાં સફળ રહ્યાં હતા.

4થી 7 ફેબ્રુઆરી 1999 સુધી દિલ્હીની ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લેગ સ્પિનર્સ કુંબલેએ એક ઈનિંગમાં 26.3 ઓવરમાં 9 મેડન સાથે 74 રન આપીને 10 વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો હતો. તે મેચમાં 420 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ પાકિસ્તાની ટીમના ઓપનર્સ સઈદ અનવર અને શાહિદ આફ્રિદીએ 101 રનની ઈનિંગ રમી હતી, પરંતુ આખી ટીમ 207 રનો પર સમેટાઈ ગઈ હતી અને ભારતે તે મેચ 212 રને જીતી લીધી હતી.

કુંબલેએ સૌથી પહેલા શાહિદ આફ્રિદીને આઉટ કર્યો હતો અને ત્યાર બાદ એકપછી એક બધી જ વિકેટો પોતાના ખાતામાં જમા કરાવી લીધી હતી. જ્યારે કુંબલે 9 વિકેટ લઈ ચૂક્યા હતા, ત્યારે કેપ્ટન મોહમ્મદ અઝરૂદીને બોલિંગ કરી રહેલ જવાગલ શ્રીનાથને કહ્યું કે, તેઓ ઓફ સ્ટમ્પ બહાર બોલ નાંખે, જેથી તેમને વિકેટ ના મળે અને કુંબલે 10મી વિકેટ લઈ શકે.

 

 

 

 

 

 

કુંબલેએ કેવી રીતે પેવેલિયન ભેગી કરી નાંખી આખી ટીમ…

101 – 1 શાહીદ આફ્રિદી (41) નઈમ મોંગિયાના હાથે કેચ કરાવ્યો

101 – 2 ઇજાઝ અહેમદ (0) એલ.બી.ડબલ્યુ કરીને પેવેલિયન મોકલ્યો

115 – 3 ઈન્જમા ઉલ હક (6)ને ક્લિન બોલ્ડ કર્યો

115 – 4 મોહમ્મદ યુસુફ (0)ને એલબીડબલ્યુ કરીને તંબુ ભેગો કર્યો

127 – 5 મોઈન ખાન (3)ને ગાંગુલીના હાથે કેચ આઉટ કરાવ્યો

128 – 6 સઇદ અનવર (69) વીવીએસ લક્ષ્મણના હાથે કેચ આઉટ કરાવ્યો

186-7 સલીમ મલિક (15)ને ક્લિન બોલ્ડ કર્યો

198 – 8 મુસ્તાક એહમદ (1) રાહુલ દ્રવિડના હાથે કેચ આઉટ કરાવ્યો

198 – 9 સક્લેઇન મુસ્તાક (0)ને એલ.બી.ડબ્લ્યુ કરીને પેવેલિયન મોકલ્યો

207-10 વસીમ અકરમ (37)ને લક્ષ્મણના હાથે કેચ આઉટ કરાવીને ઈતિહાસ રચી નાંખ્યો

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અવનવી રમત ગમતની માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી