અનિલ કપૂરના ડાયેટ અને વર્કઆઉટ રુટીન અંગે જાણી તેમની પાસેથી ફીટનેસ ટીપ્સ મેળવીએ.

. તો આ રીતે 61 વર્ષે અનિલ કપૂર 35 વર્ષના દેખાય છે..

61 વર્ષના અનિલ કપૂરની ફિટનેસ ભલભલા નવયુવાનોને ઈર્ષા કરાવે તેવી છે. બોલિવુડના સૌથી ફીટ એકટર્સની યાદીમાં અનિલ કપૂરનું નામ મોખરે આવે છે. અનિલ કપૂરની સાચી ઉંમર ન જાણનાર હજી તેમની ઉંમર 40-45 વર્ષ જ સમજી લે. પણ પોતાના આ ફીટ બોડીની પાછળ અનિલ કપૂરની સખત મહેનત અને સંયમિત જીવનશૈલીનો મુખ્ય ફાળો છે. અનિલને પણ જ્યારે તેમની ફીટ બોડીનું રાઢ પૂછવામાં આવે તો તે પોતાની ફિટનેસનો શ્રેય પોતાની ખાન-પાનની આદતોને અને હેલ્ધી વર્કઆઉટને જ આપે છે. અનિલ કપૂર દરરોજ સવારે વહેલા ઉઠવાનો આગ્રહ રાખે છે. તેમજ આલ્કોહોલ અને સ્મોકિંગ જેવા વ્યસનોથી હંમેશા દૂર રહે છે. તેઓ રેગ્યુલરલી જીમ અને યોગના અભ્યાસથી પોતાની જાતને ફીટ રાખવાની કોશિષ કરે છે. તો ચાલો.. અનિલ કપૂરના ડાયેટ અને વર્કઆઉટ રુટીન અંગે જાણી તેમની પાસેથી ફીટનેસ ટીપ્સ મેળવીએ.


આ છે અનિલનું ડાયેટ સિક્રેટ-હેવી બ્રેકફાસ્ટ, ઘરે બનેલું ભોજન અને ભરપૂર પાણી

અનિલ કપૂરના દિવસની શરુઆત એક કપ ચાથી થાય છે. ચા સાથે તેઓ પ્રોટીનયુક્ત હેવી બ્રેકફાસ્ટ લેવાનું પસંદ કરે છે. બ્રેકફાસ્ટમાં તેમને ઓટ્સ, આમલેટ તથા ફળો જેવી વસ્તુઓ પસંદ છે. તેઓ મોટાભાગે ઘરનું જ ભોજન લેવાનું પસંદ કરે છે. લંચમાં તેઓ સલાડ, સમારેલા ફળ, એક વાટકી દાળ, રોટલી અને રાઈસ લેવાનું પ્રિફર કરે છે. જ્યારે ડિનરમાં તેઓ ગ્રિલ્ડ ફીશ અથવા તો ચિકનની સાથે મિક્સ વેજીટેબલ જેવી વસ્તુઓ લે છે. તેમનું માનવું છે કે આખા દિવસમાં ભરપૂર પાણી પીવાથી ચહેરા પર એવરગ્રીન લુક લાવી શકાય છે. પોતાના ભોજનમાં ખાંડ લેવાનું તેઓ મોટા ભાગે ટાળે કરે છે.

અઠવાડિયાના 6 દિવસ વર્કઆઉટ

અનિલ કપૂર અઠવાડિયામાં 6 દિવસ કસરત કરવાનું પસંદ કરે છે. તેઓ અઠવાડિયાના ત્રણ દિવસ માટે બે કલાક જીમમાં કસરત કરે છે. અને બાકીના દિવસે જીમની બહાર વર્કઆઉટ કરે છે. તેમના આખા અઠવાડિયાનું વર્કઆઉટ શિડ્યૂલ પ્લાન કરેલું હોય છે. તેઓ સામાન્ય રીતે 10 મિનીટ કાર્ડિયો એક્સરસાઈઝ કરે છે. એ બાદ તેઓ 30 થી 45 મિનીટ સુધી હોટ યોગા કરે છે. તેમનું માનવું છે કે સ્વસ્થ રહેવામાં યોગ બહુ મહત્વનો ભાગ ભજવે છે.

આ સિવાય તેઓ અઠવાડિયાના 6 દિવસ દરરોજ શરીરના અલગ-અલગ ભાગની એક્સરસાઈઝ કરે છે. અને વર્કઆઉટ બાદ પ્રોટીન શેક લેવાનું પણ ચૂકતા નથી. તેમને સાયકલિંગનો પણ બહુ શોખ છે. પોતાના શરીર અને મનની સ્વસ્થતા જાળવી રાખવા માટે અનિલ માને છે કે પૂરતી ઉંધ લેવી અતિ આવશ્યક છે. તેમનું માનવું છે કે જેમને અનિંદ્રાની સમસ્યા સતાવતી હોય તેમણે કસરત કરીને પોતાની જાતને થકવી નાખવી જોઈએ. પ્રોપર વર્કઆઉટ અને પોઝીટીવ થિંકીંગથી

સ્વસ્થ લાઈફસ્ટાઈલ મેઈન્ટેઈન કરી શકાય છે.

તેઓ કહે છે કે મારે ફીટ રહેવું છે અને સુડોળ શરીર જાળવી રાખવું છે.. કારણ કે સુડોળ શરીર હોય તો તમે દરેક પ્રકારના રોલ ભજવી શકો છો. જ્યારે વજન વધી ગયા પછી તમે દરેક પ્રકારના રોલમાં ફીટ બેસી શકતા નથી.

લેખન સંકલન : દીપેન પટેલ

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી