એક અમેરિકન દ્વારા “નરેન્દ્ર મોદી અને ભારતીય રાજકારણ” વિષે કરાયેલું Eye Opening પૃથ્થકરણ !!

એક અમેરિકન અને સ્વયં કબૂલાત કરનાર વ્યક્તિ તરીકે મારે એ જણાવવું છે કે દેશમાં ખૂબજ મુસાફરી કરવાથી મારામાં ઘણી જ સમજ આવી છે. આકસ્મિક રીતે હું ભંડોળથી ચાલતી યોજનાઓની કાળજી કરું છું અને તેથીઆ દેશના ગરીબ અને અતિ ગરીબ લોકો સાથે વિચાર વિમર્શથી સંકળાયેલો રહું છું. આશા છે કે હું ભારત વિશેની કેટલીક દંતકથાઓને દૂર કરીશ, જે મારા નોર્થ અમેરિકન સાથીદારો પણ જાણશે તેમજ તેઓની સાથે કેટલાક ભારતીયો પણ આ પોસ્ટ વાંચશે:

1. ગમે કે ન ગમે, મોટાભાગનું ભારત મોદીની સાથે છે. મેં તેમના ચાહકોને અનુયાયીઓ અથવા “ભક્ત”તરીકે ઓળખાતા સાંભળ્યા છે. તમે જે ઉપમા આપો તે,તેઓને તેની દરકાર નથી.પ્રથમ વખત જ લોકો/તેઓ પાસે એક નેતા અને પક્ષ છે, જેની વિરુદ્ધ લગભગ 3 વર્ષથી કોઈ નાણાકીય કૌભાંડ થયું નથી.ખૂબજ નાણાંકીય કૌભાંડ અને હાસ્યાસ્પદ મૌન ધરાવતા વડાપ્રધાનવાળા આ દેશ માટે આ એક અદભુત અને આવકારદાયક પરિવર્તન છે.

2. મુસ્લિમો મોદીને ધિક્કારતા નથી.ભણેલ,બૌદ્ધિક ગેરમુસ્લીમો(હિંદુ વાંચવું)તેને વધારે ધિક્કારે છે!કારણ સરળ છે કે તેણે તેઓના એજન્ડા ખૂંચવી લીધા છે અને ઈલેકશન વખતે ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરાયેલા સંપાદકીય લેખો અથવા મફત સહાય વડે તે લોકોના અભિગમને અસર કરી શકે છે.ખુરશીમાં બેસીને ભારતીય પોલીટીક્સની ચર્ચા કરનારા રાઉન્ડ ટેબલના નિષ્ણાંતોને ‘ચાઈ’એ એક જોરદાર આંચકો આપ્યો છે.આ વ્યક્તિ અભિપ્રાયોને આકાર આપી રહ્યો છે ત્યારે મીડિયાના કેટલાક વિભાગોને તે પસંદ નથી અને તેઓ હોશિયારીથી બ્રેકસિટ કે આપણા પ્રેસીડેન્ટ ટ્રમ્પની ચર્ચા કરે છે.

3. ભારતીય લોકોને મોદી વિરુદ્ધ માત્ર એક જ મુદ્દો છે કે તેને ગુજરાતના મુખ્યમંત્રીના કાળ દરમ્યાન કોમી હુલ્લડને આકાર આપ્યો હતો.પરંતુ આ એક ભ્રામક માન્યતા છે કારણકે દેશની સુપ્રીમ કોર્ટે તેને કઈ પણ અજૂગતું કર્યું હોવાનું માનેલ નથી.પરંતુ મીડિયાના કેટલાક લોકો અને કેટલાક અતિ ઉત્સાહી લોકોએ એક ફેશન રૂપે દોષારોપણ ચાલુ જ રાખ્યું છે.સંજોગવસાત, તેઓ બનાવટી એન્કાઉન્ટર કે જેમાં એક મહિલા પણ મૃત્યુ પામેલ,તેને લઇને મોદીની પાછળ પડી ગયેલ,જો કે તે મહિલાની પાછળથી ‘અલકાયદા’ની વેબસાઈટ પર પ્રસંશા કરવામાં આવી,ત્યારે તેઓના શબ્દો જ તેમને ગળી જવા પડ્યા.ત્યારબાદ તેઓના વિરોધીઓ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી.

4. મને એમ લાગે છે કે ઘણા જ ભારતીયો મોદીનો વિરોધ કરવો,તેને સ્ટેટસ સિમ્બોલ માને છે અને તેઓને એમ લાગે છે કે આમ કરવાથી તેઓ બુદ્ધિશાળી અને બિનસાંપ્રદાયિક હોવાનો દેખાડો કરી શકે છે. દા.ત., દિલ્હીના મુખ્યમંત્રી (સાથે-સાથે ઘણા જ બુદ્ધિશાળી) કે જેઓ મોદીની શૈક્ષણિક લાયકાત અંગે શંકા ઊઠાવી રહ્યા છે, પરંતુ જ્યારે ફરીથી યુનિવર્સિટી દ્વારા તેને દોષમુક્ત જાહેર કરી તેની ડીગ્રીનું સમર્થન કરવામાં આવતા તદન મૂંગા થઇ ગયા.આ એક “થૂકો અને નાસો” પ્રકારનું અતિ ગંદુ રાજકારણ છે,જે તમે સમજી શકો છો. આ લોકોએ આશાએ કાદવ ઉડાડતા રહે છે કે કોઈવાર તો કાદવ તેને ચોંટી જશે.ખાસ કરીને કોઈ પણ લોકોને તેના વિરુદ્ધ એક પણ આરોપ મળતો નથી જે સત્ય પુરવાર કરી શકાય.

5. ભારતની પ્રજા ટૂંકી યાદદાસ્ત માટે નામચીન છે.૧૮૮૪ ની શીખોની કત્લેઆમ કે જેમાં શીખ સંપ્રદાયના ઘણા જ લોકોની નિર્દયપણે હત્યા કરવામાં આવેલ તેને પંજાબ રાજ્ય ભૂલી ગયું છે અને તેઓએ અકાલીઓને કાઢી કોંગ્રેસને સત્તા પર લાવ્યા છે. મને લાગે છે કે આ એક માત્ર ટૂંકી યાદદાસ્તનો એક દાખલો છે,તેમ નહિ પરંતુ એક હકારાત્મક સોચ અને પરિપક્વતાની નિશાની પણ છે કે જેમાં ખૂબજ ભ્રષ્ટાચારી પક્ષને ખદેડી દેવામાં આવ્યો છે. ઘણા જ બુદ્ધિજીવીઓ આને આવકારે છે તો પછી ઉત્તરપ્રદેશમાં બી.જે.પીને નોંધપાત્ર મુસ્લિમ મતો મળે તેનાથી નારાજ શા માટે થાય છે? જે રીતે શીખોએ કોંગ્રેસને માફ કરી દીધી હોય, તેમ મુસ્લિમોએ પણ કદાચ બી.જે.પીને માફ કરી દીધી હોય! ના સમજી શકાય તેવા બેવડા ધોરણો. જેમ શીખો સુશાસન અને વિકાસ ઈચ્છે તેમ મુસ્લિમો પણ શા માટે ના ઈચ્છે?

6. પીપીપી-પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ત્રીજા નબરના મોટા અર્થતંત્ર તરીકે ભારતે, ચલણમાં રહેલ ૮૬% કરન્સી પછી ખેંચીને વિશ્વને અચંબામાં નાખી દીધું.જો કે તે યોગ્ય પગલું હતું કે નહીતે મુદ્દો હજુ પણ ચર્ચામાં છે(કારણ કે એક અર્થશાસ્ત્રી તરીકે હું સંપૂર્ણ રીતે સંમત નથી)પરંતુ દેશે તેને આવકાર્યું છે,મારું કહેવાનું એ નથી કે તે સારું કે ખરાબ પગલું હતું,પરંતુ તે એક દ્રશ્યમાન ચાલ હતી કે જેને તમે બી.જે.પી.ના સ્કેમવિહીન ટ્રેક રેકોર્ડ સાથે સરખાવો તો તેનાથી મોદીની વિશ્વસનીયતા વધી ગઇ છે.

7. (મારા મત પ્રમાણે)મોદીએ ગરીબો અને વંચિતોના ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવવાનું અને અચ્છે દિન લાવવાનના વચન આપેલ, તેમાં તેની યુક્તિ ફળી નથી.તેમાં સફળતા નથી મળી અને ઘણા જ લોકો જેઓ ચમત્કારની આશા રાખતા હતા તેઓને નિરાશા સાંપડી છે અને મને તેની નવાઈ પણ નથી લાગી કારણ કે મને ખબર છે કે આધ્યાત્મિક આત્મજ્ઞાનમાં માનનારા આદેશમાં ચમત્કારોની ઘણીવાર અપેક્ષિત હોય છે અને તેને સ્વીકારી લેવામાં પણ આવે છે.

અંતે, મને ખબર છે કે અમે શું કર્યું(ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે યાદ કરો),ઘણાજ બુદ્ધિશાળી અને બિનસાંપ્રદાયિક ભારતીયો. આમ એક અમેરિકનની પોતાના આ અભિપ્રાય માટે હાંસી પણ ઉડાવે.તેમ છતાંપણ હું એ જોખમ ઉઠાવું છું. આ માણસને તક આપો!તે યોગ્ય વસ્તુ કરી રહ્યો છે તેનામાં ધીરજ, હિંમત અને આવડત છે.આ વ્યક્તિ પવિત્ર શહેર કાશીમાં ખુલ્લા ટ્રકમાં રેલી કાઢે છે, ઈશ્વરને ખાતર! તે કેટલો બહુજનમાં લોકપ્રિય છે તે જાણવા તે શેરીઓમાંતો ચાલી જૂઓ(હું અનુભવને આધારે કહું છું.)મને જ્હોન એફ કેનેડીની ડલ્લાસની સ્મૃતિ છે.

કોઈ પણ એક ઉન્માદવાળો શૂટર દેશને અરાજકતામાં ધકેલી શકે છે. ખુશીની વાત છે કે તેવું થયું નહિ અને ઈચ્છું છું કે તેવું કદી પણ ના બને.અને તે અમારા કરતા સારું છે,અમારે તો પદ પરના પ્રેસિડન્ટની વધારેમાં વધારે હત્યાઓ થઇ છે અથવા તો હત્યાના પ્રયાસો થયા છે.તેથી ફેશનેબલ દેખાવા ટીકા કરવાનું અને જે લોકો મોદી સમર્થક છે તેની હાંસી ઉડાવવાનું બંધ કરો. તમે માનો છો કે તે સહેલું છે,પરંતુ તમે જ હાંસીપાત્ર બનો છો.

મોટાભાગના દેશો તેને ચાહે છે. તેથી તમે તેની નીતિઓથી સંમત હો અસંમત હોવ ત્યારે તેના ટેકેદારોની હાંસી ઉડાવવાથી તેઓ વધારે ટેકો આપતા થાય છે.એવી વાત થઇ કે ‘એન્ડ્રોઈડ’ને વપરાશકારોએ ‘આઇઓએસ’ની ‘બંધ થઇ ગયેલા સોફ્ટવેર’ તરીકે મજાક કરેલ,પરંતુ જયારે તેઓએ આંખ ઊધાડીને આઈફોનશું કરી શકે છે, તે જોયું તો તેઓએ માત્ર પોતાનો અભિપ્રાય બદલી નાખ્યો એમ જ નહિ પરંતુ પોતાના હેન્ડસેટ પણ બદલી નાખ્યા.

તમને એ ખ્યાલ છે કે તમે જ્યારે મોદીના વિરોધીઓ સાથે વાત કરો ત્યારે તેઓ તેઓ સંપૂર્ણપણે પોતાના મંતવ્યોમાં કોઈ ઉદ્દેશ હોવાની ક્ષમતા ગુમાવી દે છે?મેં હજુ સુધી એક પણ મોદી વિરોધીને એવો જોયો નથી કે જે સામેની તરફ હોવા છતાં મોદીને નિરપેક્ષપણે ખુલ્લા મને જોતો હોય.જો કે એવા ઘણા જ મોદી ટેકેદારો છે કે જેઓને હું જાણું છું કે તેઓએ મોદીની નીતિઓનો વિરોધ કરીને કદાચ પોતાની તરફદારી બદલી છે. આમ મને એ વાતની નવાઈ લાગે છે કે ખરા ભક્તો કોણ છે?તેઓ કે જે મોદીને અનુસરે છે અથવા તેઓ કે જે મોદી જે કઈ પણ અથવા જે બધું કરે તેને વખોડી કાઢે છે. એમ લાગે છે કે દ્વિપક્ષી સ્વીકૃતિની કોઈ ભાવના જ નથી.

તે તો વધારે આઘાતજનક હતું કે ભારતના કેટલાક રાજકીય પક્ષો દ્વારા સૈન્યની સર્જીકલ સ્ટ્રાઈક અંગે પણ શંકા-કુશંકા કરવામાં આવી.માફ કરશો-મિત્રો,અમે જાણીએ છીએ કે અમારે ટ્રમ્પ જેવી વ્યક્તિ છે પરંતુ દેશની વાત હશે ત્યારે સાવ જ અભણ અમેરિકન પણ પ્રેસીડન્ટના ટેકામાં ઊભો રહેશે.જયારે તમે તમારા જ સશસ્ત્ર દળોની વિશ્વસનીયતા પર સવાલ કરવાનું શરૂ કરો છો,ત્યારે કંઈક ભારેમાં ભારે ખોટ તમારામાં જ છે. સ્ટાર અંકિત બેનરએ યુ.એસ.એમાં સર્વોચ્ચ સત્તા છે અને ત્રિરંગો ચોક્કસપણે તેમનો જ છે.કમનસીબે ભારતમાં આમ નથી. અમે અત્યારે મહાસત્તા છીએ તેથી અમેરિકા એક મહાન રાષ્ટ્ર રહેશે જ તેમ મને લાગતું નથી.

ટ્રમ્પ તો ચાર વર્ષ બાદ જતા રહેશે.પરંતુ મોદી તો ૨૦૧૯ પછી પણ પાંચ વર્ષ શાસન કરી શકે તેમ લાગે છે.આને તમારું સદનસીબ માનો એમ તો વિચારો કે કૌભાંડ અને મૌન વડાપ્રધાન કે જે મારી દ્રષ્ટિ એ સૌથી લાંબા ગાળાના વડાપ્રધાન હોવા છતાં પોતાની બહુમુખી પ્રતિભા અને આવડતનો ઉપયોગ દેશ હિતમાં કરી શક્યા નહિ,તે થોડા વધારે વર્ષો હોત તો શું થાત?મિસ્ટર સિંઘ નો બાયોડેટા એવો છે કે તેઓની શૈક્ષણિક સિદ્ધિઓ કોઈ પણ વર્ષના હાર્વર્ડ ટોચના ૧૦ સ્નાતકોમાં સ્થાન પામી શકે! આ એક અસાધારણ વ્યક્તિ એ અસાધારણ અને ના માની શકાય તેવા કૌભાંડોની અધ્યક્ષતા કરી,એ અંગે વાંચો.આ તેની અસમર્થતાને કારણે નથી, પરંતુ તેમના મગજ પર એક વંશીય નિયંત્રણને કારણે થયું અને જેના કારણે એક જૂની ભવ્ય પાર્ટી વિનાશને આરે આવીને ઊભી છે.

માફ કરશો, જો તમોને આ કદાચ કઠોર આલોચના લાગે,પરંતુ હું ભારતને અને તેના લોકો ને પ્રેમ કરું છું.ઑક્સફોર્ડ ખાતેના ડૉ. શશી થરૂરના ભાષણ પર એક નજર નાંખતા એ ખ્યાલ આવે છે કે હવે ભારત માત્ર ચમકી રહ્યું છે કે વિકસિત થઇ રહ્યું છે તેમ નથી.ભારતતો માત્ર હવે વિશ્વની મહાસત્તાઓમાં પોતાના હકની દાવેદારી કરી રહ્યું છે અને જો તમે આગળ વધી તે સ્થાન પામવા માંગતા હોવ,તો ગુજરાતનો આ’ચાઈવાળો’ તમારા માટે શ્રેષ્ઠ લાગે છે.

લેખક : જેસન કે.
અનુવાદ : નિરુપમ અવાસિયા

ઉપરોક્ત લેખ પર તમારા વિચારો પણ જણાવજો !!

ટીપ્પણી