અમથાકાકાનો ચાડિયો

0
2

પક્ષીઓ ખેતરના પાકનું ભેલાણ ન કરે તે માટે ખેતરના ચોકીદાર તરીકે અમથાકાકાએ એક ચાડીયો બનાવ્યો, એને ખેતર વચ્યે ચોડ્યો!

પણ એમના આશ્ચર્ય વચ્યેએ ચાડીયાથી પક્ષીઓ બીતા નહી…..તેથી તેમણે ચાડીયાને પુછ્યું “અલ્યા તારાથી તો ચકલાંય બીતાં નથી, આવું ચમ”

ચાડીયાએ કહ્યું ” હવે પક્ષીઓ બહું ચાલાક થતાં જાય છે. તમારા જેવાં વેવસ્થીત કપડાં મને પહેરાવો…..એટલે અમથા કાકા એ એને પોતાનો સર્ટ ઉતારી ને પહેરાવ્યો, પછી ચાડીયા એ કહ્યું. …”આ ટોપી અને ચશ્માં પહેરાવો ”

કાકા એ પોતાની ટોપી અને ચશ્મા ઉતારી ચાડીયા ને પહેરાવ્યા……
પછી બીજા દીવસે કાકા એ અચાનક ખેતરે જઇ જોયું તો ……
એમના ખેતરનો ચાડીયો બીજાના ખેતરો માં જઇને ચાડીયાઓની મીટીંગ ભરીને ચશ્માં ટોપી પહેરી પક્ષીઓને કેમ ડરાવવા તેના ભાષણ આપતો હતો અને એમના ખેતરમાં પક્ષીઓ ભેલાણ કરતા હતા……

કાકા ચાડીયાને પકડી લાવ્યા, અને કહ્યું…. ” અલ્યા અહીં ચોકીદારી કરને….”ચાડીયો બોલ્યો…” હજુ પક્ષીઓ બીતા નથી એટલે તમારું પેન્ટ મને પહેરાવો….

કાકા એ કચવાતા મને પેન્ટ ઉતારી ચાડીયાને પહેરાવ્યું……
બીજા દીવસે ચડ્ડી બંડી પહેરેલા કાકા ખેતરે ગયા….કેમ કે શર્ટ, પેન્ટ , ચશ્માં ટોપી તો ચાડીયા ને પહેલે થી આપેલા.

એમણે જોયું તો ચાડીયો જોર જોરથી ગીતો ગાતો અને પક્ષીઓ પાક ચણતા હતા……કાકાએ ચાડીયાને કહ્યું અલ્યા હવે તો આ મનની વાતો રહેવા દઇ પક્ષીઓ ઉડાડ……

ચાડીયા એ કાકા ને કહ્યું ….મારા શર્ટ નીચે બંડી નથી, એની પક્ષી ઓને ખબર છે, બંડી પહેરાવો…….કાકાએ ક મને બંડી ઉતારી આપી, હવે તેમના શરીર પર ફક્ત એક ચડ્ડી બચી……

આમ, આપણે તમામ નાગરીકો આપણાં ખેતરના રક્ષણ માટે 580 ચાડીયા ઓને શણગારીએ છીએ……જુદા જુદા ટેક્ષ ના બહાને…..જે માંગે તે ઉતારી આપીએ…..

પણ એ ભુલી જઈએ છીએ કે આપણે નગ્ન થઈ રહ્યા છીએ……
અને ચાડીયાઓ આપણાં જ ચડ્ડી બનીયન, પેન્ટ શર્ટ ટોપી ચશ્માં પહેરી સમુહમાં ગાય છે……રામકી ચીડીયા રામ કા ખેત, ખાલો ચીડીયા ભરભર પેટ…….

લેખક : અનીલ કુમાર ચૌહાણ

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here