હવે સરળતાથી ઘરે બનાવો ધાબા જેવાં જ ટેસ્ટી એન્ડ ચટાકેદાર “અમૃતસરી છોલે”

અમૃતસરી છોલે 

છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે ચણા બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને ઘરે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. એના માટે વાંચો આ રેસીપી.

છોલે મસાલા માટેની સામગ્રી :

5 થી 6 ટી સ્પૂન શેકેલા ધાણા,
3 થી 4 ટી સ્પૂન શેકેલું જીરુ,
1 ટી સ્પૂન મરી,
1 ટે સ્પૂન આમચૂર અથવા અનારદાણા પાવડર,
1 તજ (1 ઇંચ જેવુ ),
2 એલચી,
3 લવિંગ.

-ઉપરોક્ત બધી સામગ્રીને બારીક પીસી અને ચાળીલો .આ સામગ્રીથી લગભગ 500 ગ્રામછોલે માં નખાય તેટલો મસાલો બનશે.

છોલે માટેની સામગ્રી :

300 ગ્રામ કાબુલી ચણા,
1 મોટો કાંદો,
2 ટામેટા,
2-3 કળી લસણ,
2 ટી સ્પૂન જીરૂ,
2 તેજપત્તા,
1-2 લીલુ મરચું,
1 ટી બેગ,
1 ટી સ્પૂન સોડા,
આદુ ટુકડો,
હળદર,
મરચું,
ધાણાજીરૂ,
છોલે મસાલો,
મીઠુ,
હિંગ,
તેલ.

સજાવટ માટે :
કાંદાની રિંગ,
લિમ્બુનો રસ,

રીત :

-કાબુલી ચણાને ઓવર નાઇટ પલાળી રાખવા.(6-8 કલાક)
-કૂકરમાં ચણાલો.તેમાં હળદર,મીઠું અને સોડા ઉમેરો ,સાથે ટી બેગ મૂકી તથા જરૂર મુજબ પાણી મૂકીને સિટી વગાડી ચણા બાફીલો .
(ધ્યાન રહે કે ચણા ગળી ના જાય)
-કાંદા,લસણ અને ટમેટા જીણા સમારો.
-એક કડાઇમાં તેલ મુકો,તેમાં જીરૂ તતળાવી હિંગ ઉમેરો.તેમાં તેજપત્તા,કાંદા ,લસણ ઉમેરીને સાંતળો.બારીક કાપીને લીલુ મરચું અને ખમણીને આદું ઉમેરો .
-કાંદા સંતળાય એટલે બારીક સમારેલા ટામેટા ઉમેરીને ચઢવાદો .તેમાં સ્વાદ અનુસાર હળદર ,મરચું ,મીઠું અને ધાણાજીરૂ નાખીને તેલ છુટુ પડે તેટલી વાર સાતળો.
-તેમાં ટી બેગ કાઢીને બાફેલા ચણા ઉમેરો અને થોડું પાણી ઉમેરો.પછી તેમાં તૈયાર છોલેમસાલો નાખીને ખદખદવા દો
-ગેસ બંધ કરીને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર લિમ્બુનો રસ અને કાંદાની રિંગથી સજાવો .
-ભટુરે ,પૂરી અથવા પરાઠા સાથે માણો.

#ચણા બાફ્તી વખતે ટી બેગના હોય તો ચા પત્તી કપડામાં બાંધી પોટલી કરી મૂકવું,તેનાથી ચણાને કલર મળશે(આ સ્ટેપ ઓપ્સ્નલ છે )
#સૂકા મસાલા સ્વાદ મુજબ નાખવા ,બાફ્તી વખતે હળદર-મીઠું નાખ્યા હોવાથી તે પ્રમાણે નાખવું .
#તીખાશ ગમે તે રીતે વધઘટ કરવી

સોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !
હવે, તમે પણ તમારી વાનગી લાખો લોકો સુધી પહોચાડી શકો છો ! તમારી ઓરીજીનલ વાનગી અને ઓરીજીનલ ફોટો અમને ઈમેઈલ કરો અમે તે વાનગી ફેસબુક પેઈજ અને “રસોઈની રાણી” એપ પર તમારા નામ અને શહેર સાથે મુકીશું ! આજે જ ઈમેઈલ કરો – raso[email protected]

ટીપ્પણી