આજે શીખો ‘આમળાનો છૂંદો’ બનાવતાં અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી વિથ ફૂલ વિડીયો સાથે

સામગ્રી:
૫૦૦ ગ્રામ આમળા,
૫૦૦ ગ્રામ ખાંડ,
મીઠું સ્વાદ અનુસાર,
૧ ચમચી તજ પાવડર,
૧ ચમચી એલચી પાવડર,
લાલ મરચું સ્વાદ પ્રમાણે,
રીત:
 સૌપ્રથમ ૫૦૦ ગ્રામ આમળા ને ધોઈ, લૂછી, છીણી લેવા.પછી તેમાં ૫૦૦ ગ્રામ જેટલી ખાંડ ઉમેરી મિક્સ કરવા.
મિક્સ થઇ જાય એટલે એમાં ૧ ચમચી જેટલું મીઠું ઉમેરવું.પછી તેને ૨-૩ કલાક માટે ઢાંકી ને રાખવું.
2 કલાક પછી ગેસ પર મૂકી સતત હલાવતા રેવું.
કલર ચેન્જ થાય ને ઘટ્ટ થાય એટલે ચાસણી ને ચમચી માં લઇ ચેક કરવું.
એક તાર ની થાય પછી એક ચમચી તજ નો ભુક્કો
 અને એક ચમચી એલચી નો ભુક્કો ઉમેરી મિક્સ કરી લેવું.
સહેજ ઠંડુ થાય એટલે લાલ મરચું ઉમેરી મિક્સ કરવું
તો તૈયાર છે આમળાનો મુરબ્બો.
વિથ ટિપ્સ રેસિપિનો ફૂલ વિડિઓ જુવો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડીયો જુઓ :

ટીપ્પણી