“આમળાનો મુખવાસ” – આજે માર્કેટમાં જાવ શોપીંગ કરવા તો લાવો ફ્રેશ ફ્રેશ આમળા અને બનાવો..

“આમળાનો મુખવાસ”

સામગ્રી:

૨ કપ છીણેલા આમળા ,
૧ કપ છીણેલું બીટ ,
૧ કપ ખાંડ ,
૧ tsp ઝીણું છીણેલું આદુ ,
૧ tsp સંચર,

રીત:

સૌ પ્રથમ આમળા અને બીટને મોટા કાણાવાળી છીણીમાં છીણી લેવું અને આદુને ઝીણું છીણી લેવું. આમળા, બીટ, ખાંડ, આદુ અને સંચર એક વાસણમાં મિક્ષ કરી ૨૪ કલાક માટે રાખવું વચ્ચે ૨-૩ વાર હલાવી લેવું. ૨૪ કલાક બાદ ચારણીમાં નીતરી લેવું. પ્લાસ્ટીકની કોથળી પર પાથરી ૨-૩ દિવસ માટે સૂર્યના તાપમાં સુકાવું. તો તૈયાર છે આમળાનો મુખવાસ.

નોંધ:

જે નીતારીને પાણી નીકળે તેને શરબતમાં ઉપયોગ લેવું.

રસોઈની રાણી: હિરલ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી