“આમળાનું ચ્યાવાનપ્રાસ” – સ્વાસ્થ્ય માટે ગુણકારી છે બનાવો અને સવાર સવારમાં ઘરના દરેક સભ્યોને આપો..

“આમળાનું ચ્યાવાનપ્રાસ”

સામગ્રી:

૧૪-૧૬ આમળા ,
૧.૫ કપ ખાંડ અથવા ૧ કપ છીણેલો ગોળ ,
૧ કપ મધ ચપટી મીઠું ,
૫-૬ એલચી ,
૮-૧૦ મરી ,
૧ ટુકડો તજ ,
૧ tbsp જીરું ,
૨ tbsp વરીયાળી ,
૫-૬ tbsp ઘી,

રીત:

સૌ પ્રથમ એલચી, મરી, તજ, જીરું, વરીયાળીને મિક્ષરમાં બરાબર ભુક્કો કરી ગરમ મસાલો બનાવો. આમળાને કુકરમાં લઇ એક સીટી કરીલેવી,ઠંડા થાય એટલે બીયા કાઢી મેસર વડે દબાવી માવો બનાવો.

હવે કડાઈમાં ઘી લેવું,ગરમ થાય એટલે તેમાં આમળાનો માવો નાખવો. ૫-૭ મિનીટ ઘીમાં ગેસે પકાવું,જયારે આમળાનું પાણી બરી જાય એટલે ગોળ કે ખાંડ ઉમેરી સતત હલાવતા રહેવું.

પછી મધ ઉમેરી હલાવતા રહેવું જ્યાં સુધી પાણીનો ભાગ બરી ન જાય અને જાડું મિક્ષણ થાય. જયારે મિક્ષણ કિનારી છોડવા લાગે ત્યારે મીઠું અને જે ગરમ મસાલો બનાવેલો તે મિક્ષ બરાબર કરવો.

ગેસ બંધ કરી ચ્યાવાનપ્રાસ ને ઠંડુ થવા દેવું. બોટલમાં ભરી ફ્રીજમાં રાખી લાંબા ગાળા સુધી સાચવી શકાય છે. તો તૈયાર છે આમળાનું ચ્યાવાનપ્રાસ.

રસોઈની રાણી: હિરલ ગામી (જામનગર)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી