“આમળાની ચટણી” બનવાની ખુબ સરળ રીત….

“આમળાની ચટણી”

સામગ્રી:

૫ આમળાં,
૧ tsp રાઈ,
૪ લીલા મરચા,
૧/૨ tsp હળદર,
૧ tsp ખાંડ,
૧/૨ tsp હિંગ,
મીઠું જરૂર મુજબ,
૩ tbsp રાઈનું તેલ,

રીત:

સૌ પ્રથમ આમળાંને કૂકરમાં બાફી લો. આમળાં અને લીલા મરચાને પીસી લો. એક વાસણમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે હિંગ અને રાઈનો વઘાર કરવો. પછી તેમાં હળદર,આમળાં મરચાની પેસ્ટ નાખી મીઠું અને ખાંડ ઉમેરવું. ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બીમાં ભરી દેવી.

રસોઈની રાણી: હિરલ ગામી (જામનગર)

શેર કરો આ હેલ્ધી ચટણી તમારા ફેસબુક પર, દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી