અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીનું આ મુવી તમે ભૂલી તો નથી ગયાને…

બોલિવૂડની ફિલ્મ બ્લેક ફિલ્મને આજે 13 વર્ષ પૂરા થયા છે. અમિતાભ બચ્ચને આ ફિલ્મને 13 વર્ષ પુરા થવા પર ટ્વિટર પર ટ્વિટ કરીને ફિલ્મ માટે બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણશાલીને યાદ કર્યા હતા અને તે સમયનો એક કિસ્સો વર્ણવ્યો હતો.

હાલમાં ફિલ્મ પદ્માવતીને લઇને દેશમાં સંજય લીલા ભણશાલીની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે અમિતાભ બચ્ચને તેમને અલગ જ બાબતને લઇને યાદ કર્યા હતા.


2005માં રીલિઝ થયેલી બ્લેક ફિલ્મમાં ભણશાલી સાથે કામ કરવાના અનુભવને અમિતાભ બચ્ચન આજે પણ ભૂલી શક્યા નથી. ફિલ્મમાં બચ્ચનની સાથે રાણી મુખર્જીએ પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.


ટ્વિટર પર અમિતાભ બચ્ચને લખ્યું કે, બ્લેકને આજે 13 વર્ષ પુરા થયા છે. એક અવિશ્વસનીય અનુભવ.. હજુ પણ આ મારી યાદોમાં આવીને ડરાવે છે પરંતુ ફિલ્મમાં નાની નાની ચીજો પર સંજય લીલા ભણસાલીની સાથે કામ કરવાનો અનુભવ યાદગાર રહેશે.


અન્ય એક ટ્વિટમાં અમિતાભ બચ્ચને લખ્યું કે, બ્લેક ફિલ્મ જોયા બાદ દિલીપ સાહેબે મારા માટે એક લેટર લખ્યો હતો. પોતાના લેટરમાં દિલીપ સાહેબે લખ્યું કે, ફિલ્મ ખત્મ થયા બાદ સાયરા અને મારી પાસે પોતાની લાગણી બતાવવા માટે શબ્દો નહોતા. ફિલ્મમાં તમારી એક્ટિંગ એટલી અદભૂત હતી કે ફિલ્મ ખત્મ થયા બાદ અમારી પાસે શબ્દો રહ્યા નહોતા.


બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું કે, અનેક ફિલ્મોમાં ભણશાલીનું કામ જોયા બાદ તેમના માટે આ એક અવસર હતો અને ફિલ્મમાં કામ કરવું એ તેમના માટે ફિસ હતી.

દરરોજ બોલીવુડની અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી