મહાનાયક અમિતાભ બચ્ચન ૨૫ % લિવરનાં આધારે જ જીવિત છે!

- Advertisement -

સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનનો ૭૫ મો જન્મ દિવસ ગયો.  બર્થ ડે સેલિબ્રેશન માટે તેઓ સહ પરિવાર માલદિવ્સ ગયા છે. તમને બર્થ ડે વિશેષમાં અમિતાભ બચ્ચન અને તેમનાં જીવનને લગતી ઘણી બધી સ્ટોરી વાંચવા મળી હશે, પણ આ એક વાત જે અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ તેની આજ સુધી બહુ જ ઓછા લોકોને  ખબર  હશે. વિશ્વભરમાં અમિતજીનાં કરોડો ફૅન છે, જેઓ સારા અને ખરાબ સમયમાં હંમેશા પ્રાથના સ્વરુપે અમિતજી સાથે હોય છે.

એંગ્રી યંગ મેનથી લઈને શહેંશાહ, બિગ બી અને મહાનાયક બનવા સુધીનાં લગભગ ૫૦ વર્ષનાં કરિઅરમાં ઘણીવાર તેમની હેલ્થએ તેમનો સાથે છોડ્યો હશે. અમુક સમયે તો એવું પણ થયું છે કે અમિતજી હોસ્પિટલમાં ભર્તી થયા અને દુનિયાભરમાં તેમનાં ચાહકોએ તેમનાં જીવન માટે પ્રાર્થનાઓ કરી. આ બધી મુશકેલીઓનો  સામનો કર્યા બાદ પણ આજે ટીવીથી લઈને ફિલ્મો અને સોશિયલ મીડિયા સુધી બધી બાજુ બિગ બી એક્ટિવ છે. આખરે આની પાછળ કારણ શું છે? ચાલો તો જાણીએ શું છે આખી વાત….

કૂલી ફિલ્મની શૂટિંગ દરમિયાન ઍક્સિડન્ટ

જીવનમાં એક પછી એક સ્વાસ્થને લગતી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો એ કોઈ સરળ વાત નથી. બિગ બી માટે પણ આ બીમારીઓ સામે અડિખમ ઉભા રહીને લડવું કઈ સરળ નહતું રહ્યું. બિગ બીનું ફિલ્મો માટે પેશન અને તેમનાં ફૅનની પ્રાથના હતી જેને કારણે તેઓ આ બધી મુસીબતોને માત આપીને આગળ વધ્યા છે. આ સિલસિલો સ.ન. ૧૯૮૨ માં ફિલ્મ કૂલીની શૂટિંગ સમયે શરુ થયો. ફૂલી ફિલ્મની શૂટિંગ કરતા સમયે અમિતાભને પેટ ઉપર ચોટ લાગી અને તેને લીધે ઘણું લોહી પણ વહી ગયું હતું. ત્યારે એવી સ્થિતિ સર્જાઈ હતી કે ડૉક્ટરો દ્વારા તેમને ક્લિનીકલી મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. દેશભરમાં અમિતાભ બચ્ચનની મોતની ન્યૂઝ સાંભળતા જ એક સન્નાટો છવાઈ ગયો હતો. પરંતુ તેમનાં ચાહકોએ હાર ન માની અને તેમનાં આયુષ્ય માટે પ્રાર્થના કરતા રહ્યા, આખરે આ પ્રાથનાનું ફળ મળ્યું અને શહેંશાહનું સ્વાસ્થ્ય સુધરીયું, અમુક સમય બાદ જ અમિતજી ફરીથી ફિલ્મ જગતમાં છવાયા.

૨૦૦ બ્લડ ડોનર્સએ ખૂન આપ્યુ

આખું દેશ બિગ બી સાથે થયેલ આ ઘટનાથી શોકમાં હતું. પોતાનું અંગત જીવન સાઈડમાં મૂકીને લોકો ફક્ત અમિતાભ બચ્ચન ફરી પહેલા જેવાં સ્વસ્થ થઈ જાય તેવી પૂજા, પાઠ અને હવન કરી રહ્યાં હતાં. બિગ બીનું લોહી અતિશય વહી ગયું હોવાથી તેમને ૨૦૦ ડોનર્સ દ્વારા ૬૦ બોટલ લોહી ચઢાવવામાં આવ્યું. આનાથી તેઓ ખતરા માંથી તો બહાર આવ્યાં, પરંતુ તે સમયે બિગ બીને અન્ય એક બીમારીએ જકડી લીધા, જે વિષે ૧૮ વર્ષ પછી જાણ થઈ હતી.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુદ અમિતજીએ જણાવ્યું હતું કે ‘ઑપરેશન સમયે મને જે ડૉનર્સનું લોહી ચઢાવવામાં આવ્યું હતું તેમાંથી એક વ્યક્તિને હૅપટાઇટિસ બી હતું. આ બીમારી લોહી મારફતે મારા શરીરમાં પણ પ્રવેશી ગઈ. સ.ન. ૨૦૦૦ સુધી હું સાજો રહ્યો, પણ ત્યાર બાદ એક સામાન્ય મેડિકલ ચેકઅપમાં આ વાત સામે આવી કે મારું લિવર ઇન્ફેક્ટડ છે.’

૨૫ % જ કામ કરે છે બિગ બીનું લિવર

તમને પણ જાણીને હેરાની થશે કે અમિતજી ફક્ત ૨૫ % લિવરને આધારે જ જીવીત છે. હૅપટાઇટિસ ઈન્ફેકશનનાં કારણે તેમનું ૭૫ % લિવર ખરાબ થઈ ગયું છે. ફક્ત એટલું જ નહીં આનાં પછી બિગ બીને માંસપેશી સંબંધિત માએસ્થેનિયા ગ્રેવિસ બીમારી થઈ હતી. આ રોગમાં માંસપેશિયોનું નર્વસ સિસ્ટમથી કનેક્શન તૂટી જાય છે. જણાવવામાં આવે છે કે આ રોગ બિગ બીને એક્સિડેન્ટ બાદ અત્યાધિક દવાઓ લેવાને કારણે થયો, જેને કારણે તે માનસિક અને શારિરીક રુપથી અશક્ત થઈ ગયા હતા. તેઓ ડિપ્રેશનનો પણ શિકાર બન્યાં હતા. પણ શહેંશાહએ આ બીમારીને પણ માત આપીને સાબિત કર્યું કે મહાનાયકને કોઈ હરાવી નથી શકતુ.

અમિતજીનાં આંતરડા પણ વીક છે

વર્ષ ૨૦૦૫ દરમિયાન અમિતજીની એબડોમિનલ સર્જરી થઈ હતી. ત્યારે એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે તેમને ગેસ્ટ્રો સંબંધીત સમસ્યા છે, પરંતુ તપાસમાં સામે આવ્યું કે તેમને આંતરડાને લગતી સમસ્યા છે. ડૉક્ટરોનું કહેવું હતું કે જો આ સમસ્યાનો સમયે સારવાર ન કરવામાં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે, આ બીમારીમાં નાનું અને મોટું આંતરડું કમજોર થઈ જાય છે. બિગ બીનાં આંતરડાંનું ઑપરેશન પણ કરવામાં આવ્યું અને તેઓ બે મહિના માટે હોસ્પિટલમાં રહ્યા હતા.

અમુક સમય અગાઉ જ બોલીવુડનાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનએ ખુલાસો પણ કર્યો હતો કે તેમને લિવર સિરોસિસની સમસ્યા પણ છે. જ્યારે તેઓ દારૂનો સેવન પણ નથી કરતા. તેમને અસ્થમાની પણ બીમારી છે.

બિગ બી હંમેશા પોતાનાં બ્લોગ અને ટ્વીટર દ્વારા પોતાની હેલ્થ અપડેટ ચાહકો સાથે શેર કરતા રહે છે. કદાચ ફેન્સની પ્રાથના અને તેમનું જુનૂન છે જેને કારણે બીમારીઓનો સામનો કર્યા બાદ પણ મહાનાયક અમિતાભ બચ્ચન એક્ટિવ છે અને આ ઊંમરે પણ દિવસમાં ૧૨-૧૨ ક્લાક કામ કરે છે.

સદીના મહાનાયક એવા બીગ-બી પરથી પ્રેરણા લઈને આપણું જીવન પણ દીપાવીએ

 

ટીપ્પણી