અમિતાભે વહુ પાસેથી લીધી છે કરોડો રૂપિયાની લોન!

વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન એ હાલમાં જ ૧ નવેમ્બરનાં રોજ પોતાનો ૪૪ મો જન્મ દિવસ ઉજવ્યો છે. બોલીવુડનો પ્રસિદ્ધ પરિવાર એટલે કે બચ્ચન પરિવાર, જે તાજેતરમાં લોન લેવાનાં કારણે ચર્ચાનો વિષય બનેલા છે. હવે તમને વિચાર આવતો હશે કે કરોડોની સંપત્તિનાં માલિકને હવે લોન લેવાની શી જરુર? અને જો લોન લીધી પણ હોય તો એમાં શું તીર માર્યો છે? આ વાત ચર્ચાનો વિષય રાતોરાત એટલે બની છે કે બિગ બી એ લોન એટલે સામાન્ય ભાષામાં કહિએ તો ઉધાર, એ કોઈ બેન્ક પાસે નહીં, પરંતુ પોતાની જ વહુ ઐશ્વર્યા અને દીકરા અભિષેક પાસેથી લોન લીધી છે, બસ આજ કારણથી આ સમાચાર આગની જેમ ફેલાયા છે કે બિગ બીએ પોતાની જ વહુ પાસેથી કરોડો રુપિયા ઊછીનાં લીધા છે.

આ અગાઉ પણ બિગ બી સાવ કંગાળ થઈ ગયા હતા અને તેમને માથે કરોડોનું દેવું હતું. તેમણે એબીસીએલ નામથી પ્રોડક્શન હાઉસની શરુઆત કરી હતી અને તે કોઈ કારણોસર ચાલ્યું નહીં, જેથી બિગ બી કરોડોનાં દેવાદાર થઈ ગયા હતા. ૯૦ નાં દશકમાં આ ધટના બની હતી અને વર્ષ ૨૦૦૩માં જઈને તેમણે દરેક લેણદારને પૈસા ચૂકવીને લોન પૂરી કરી. પરંતુ ફરી એકવાર બિગ બી કરોડોની લોનનાં મામલામાં ચર્ચાનો વિષય બની ગયા છે, શું છે હકીકત આ ઘટનાની તે જાણીએ વિગતમાં…

કેવી રીતે આ રાઝ સામે આવ્યો?

દરેક જાણે છે કે બિગ બીનાં પત્ની જયા બચ્ચન યૂપીથી રાજ્યસભામાં સાંસદ છે. તેમણે ૨૦૧૪માં રાજ્યસભા એફિડેવિટમાં પતિની પ્રૉપટીની માહિતી દર્શાવી હતી. જે દ્વારા જાણ થઈ કે જયા બચ્ચન ઉપર ૪૮ અને અમિતજી ઉપર ૧૦૪ કરોડ રુપિયાનું દેવું છે. રાજ્યસભામાં રજૂ કરેલ કુલ સંપત્તિની લિસ્ટમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે બિગ બીએ પુત્ર અભિષેક પાસેથી આશરે ૫૦ કરોડ રુપિયાની લૉન લીધી છે, એટલું જ નહીં પત્ની જયા એ પણ પુત્ર પાસેથી ૧.૦૬ કરોડનું ઉધાર લીધું છે. બિગ બીએ વહુ ઐશ્વર્યા પાસેથી પણ ૨૧.૪ કરોડની લૉન લીધેલ છે.

 

બચ્ચન પરિવાર માંથી કોણે કેટલી લોન લીધેલ અને આપેલ છે

વર્ષ ૨૦૧૪માં પતિની સંપત્તિ રાજ્યસભામાં પ્રસ્તુત કરતા વિગતમાં જાણવા મળ્યું કે ૨૯.૩ કરોડની લોન જયા એ પતિ પાસેથી લીધી છે. તેમણે રોઝ ટ્રાવેલ્સ, સહારા એયરલાઈન્સ અને પ્રતાપ ટ્રસ્ટ પાસેથી પણ ઉધાર લીધેલ છે.

અમિતજીએ લગભાગ ૭ લાખ અને જ્યાજીએ ૪.૭૨ લાખની લોન દીકરી શ્વેતાને આપેલ છે.

આ સિવાય બિગ બીએ આશરે ૧૯ લાખની વેહિકલ લોન અને ૪.૪ કરોડની હોમ લોન લીધેલ છે.

જયાએ પોતાની દેરાણી અને અજિતાભની પત્ની રમોલાને પણ ૧.૭ લાખની લોન આપેલ છે.

જયાજી દ્વારા સામેલ કરેલ એફિડેવીટમાં એ પણ માહિતી હતી કે અમિતજી ઉપર માતા તેજી બચ્ચનનાં નામથી લીધેલ ૧.૯૩ લાખ રૂપિયાનું ઉધાર પણ ચૂકવવાનું બાકી છે.

અજિતાભની દીકરી નીલિમા બચ્ચનને પણ જયાજીએ ૩૦ હજાર રુપિયાનું ઉધાર આપ્યું છે.

બિગ બીએ પોતાનાં ભાઈ અજિતાભને પણ ૧.૨૧ કરોડ રુપિયા ઉધાર આપેલ છે.

દરેકને એક પ્રશ્ન થતો જ હશે કે બચ્ચન પરિવાર આટલા એશો આરામથી લાઈફ જીવે છે. ફિલ્મો અને અન્ય કાર્ય દ્વારા સારા રૂપિયા પણ કમાવી લે છે તો તેમને લોન લેવાની કેમ જરૂર પડી. તો મિત્રો આની પાછળનું સત્ય કોઈ પણ નથી જાણતું.

લેખન સંકલન – જ્યોતિ નૈનાણી

ટીપ્પણી