અમેરિકામાં નથી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન, આ વસ્તુઓમાં પણ છે પાછળ – તમને ખબર છે ??

આમ તો અમેરિકાને વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશ તરીકે ગણવામાં આવે છે. અર્થતંત્ર, વેપાર, તકનીકી, સંરક્ષણ જેવા અન્ય ક્ષેત્રમાં યુ.એસ સમગ્ર વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે. ઈનોવેશન અંગે વાત કરીએ તો ગૂગલ અને એપલ જેવી અમેરિકન કંપનીઓથી અમેરિકાનું વર્ચસ્વ કાયમ છે. પરંતુ એવી ઘણી વસ્તુઓ છે જેમાં યુ.એસ અન્ય દેશોની તુલનામાં ઘણો પાછળ છે. જાપાન, તાઇવાન, જર્મની, નોર્વે જેવા દેશો પણ અમેરિકાથી આગળ છે. બુલેટ ટ્રેન, શિપ બિલ્ડીંગ કે પછી અંડરવૉટર રસ્તા જેવી કોઈ સુવિધા અમેરિકામાં નથી. હવે તો ભારતમાં પણ ટ્રેન દોડતી થઈ જશે. અમેરિકામાં કઈ વસ્તુઓ ન હોવાને કારણે પછવાડે છે તે અંગે વિગતમાં જાણીએ. અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવી રહ્યાં છીએ જેમાં વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અન્ય દેશોની આગળ પછાત લાગે છે. જે જાણીને તમે પણ શોક થઈ જશો કે ખરેખર અમેરિકા આ બાબતોમાં પૂંઠે પડે છે. રસપ્રદ વિગતો જાણવા માટે આગળ વાંચતા રહો.

બુલેટ ટ્રેન

અમેરિકામાં અત્યાર સુધી ૨૫૦ kmph કે તેથી વધારાની સ્પીડની બુલેટ ટ્રેન નથી. બુલેટ ટ્રેનની શરુઆત સૌથી પહેલાં જાપાનમાં થઈ હતી અને ત્યાર બાદ યૂરોપ અને  ચીનમાં પણ ચાલવા લાગી. સૌથી પહેલા જાપાનમાં  બુલેટ ટ્રેન ટોક્યોથી ઓસાકાની વચ્ચે ૧૯૬૪માં ઓલંપિકનાં દોરમાં ચલાવવામાં આવી હતી. ત્યાર બાદ ૧૯૮૦ અને ૧૯૯૦નાં દશકમાં આવી ટ્રેનો યુરોપમાં ચલાવાઈ હતી. ૨૦૦૦નાં દશકમાં બુલેટ ટ્રેનને જર્મનીની મદદથી ચીનમાં પણ દોડાવઈ. ભારતમાં ૨૦૨૦માં મુંબઈથી અમદાવાદની વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનની યોજના ચાલી રહી છે. પરંતુ બુલેટ ટ્રેનનાં વિષયમાં અમેરિકા ખુબ જ પછવાડે છે. હજી અમેરિકામાં હાઈ સ્પીડ ટ્રેન નથી. આમ તો અમેરિકા ૩૫૪ kmph અને ૩૩૦ kmph હાઈ સ્પીડની ટ્રેનનાં પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે, મળેલ માહિતી અનુસાર ૩૩૦ kmph સ્પીડનો પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૧માં અને ૩૫૪ kmph સ્પીડની ટ્રેનનો પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૯માં પૂર્ણ થશે.

શિપ બનાવાની ટેક્નીક

અમેરિકા પાસે અન્ય દેશ કરતા વધારે સંખ્યામાં એરક્રાફ્ટ કેરિયર છે, પરંતુ શિપ બનાવવાનાં કામ તેઓ હજી બહુ પાછળ છે. શિપ મેકિંગમાં એશિયા અને યૂરોપની કંપનીઓનો સર્વોચ્ચ છે. વર્લ્ડની ટોપ ૧૦ શિપ બિલ્ડિંગ કંપનીઓમાં અમેરિકાની એક પણ કંપની નથી. ટોપ ૧૦ કંપનીઓમાં બે જાપાનની, ૧ ચીનની અને અન્ય કંપનીઓ દક્ષિણ કોરિયાની છે. આ સિવાય ક્રૂઝ બનાવવામાં પણ યૂરોપની કંપનીઓ શ્રેષ્ઠ છે.

ગાર્બેજ એનર્જી

જો રીસાયકલિંગની વાત કરીએ તો અમેરિકાની સાથે એશિયાનાં અન્ય દેશો જેમ કે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાનું કામ સારું નથી. આ કામમાં સૌથી સારું કામ યુરોનાં સ્વીડન અને નોર્વે જેવા દેશો દ્વારા કરવામાં આવે છે. દુનિયામાં ફક્ત સ્વીડન જ એવો દેશ છે જે પોતાનાં પાડોશી દેશથી કચરો ખરીદે છે અને ૯૯ % કચરાથી વીજળી ઉત્પન્ન કરે છે.

વૉટર બ્રિજ

વૉટર બ્રિજનાં મામલામાં પણ અમેરિકા યુરોપનાં દેશોથી પાછળ છે. વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ વૉટર બ્રિજ યુરોપમાં બનેલ છે. આ સિવાય બે બ્રિજ બ્રિટનમાં પણ છે, જે વિક્ટોરિયન કાળમાં બનાવવામાં આવ્યાં હતાં.

અંડરવૉટર રસ્તા

સૌથી વધારે યુરોપમાં અંડરવૉટર રસ્તા બનેલા છે. લંડનને ઈંગ્લિશ ચેનલ દ્વારા પેરિસથી જોડતી રેલ્વે લાઈન સંપૂર્ણ રીતે સમુદ્ર્માં બનેલી છે. આ કેસમાં પણ અમેરિકા ઘણા બધા દેશોથી પાછળ છે. આ જ રીતે સિડની હાર્બરની નીચેથી નિકળતો અંડરવૉટર રસ્તો બન્ને છેડાને જોડે છે. દુનિયાનાં અમુક સુંદર અંડરવૉટર રસ્તા નોર્વે અને જાપાનમાં પણ છે.

સંકલન : જ્યોતિ નૈનાણી

ટીપ્પણી