કાશ આવી સુવિધા આપણા ભારતના મેગા સિટીમાં હોત તો કેવું સારું…

હમ હૈ ના…..

અમેરિકાના ઘણા મેટ્રો શહેર અને ટુરીઝમ શહેર માં સહેલાણીઓને ફરવા માટે ટ્રેન, ટ્રામ, બસ ની સગવડ (કેલિફોર્નિયાના ઘણા શહેરોમાં તો ફ્રિ સર્વિસ) ઉપરાંત ટેક્ષી-કેબ કે શટલ બસ સર્વિસ (નજીવા દરે) તો હોય જ છે.

અને પોતાની કાર લઇને ફરવું હોય તો પે-પાર્કીંગ સર્વિસ પણ હોય છે. પણ ક્યારેક પાર્કીંગ ફુલ હોય તો ઘણે દુર પાર્ક કરવી પડે કે કદાચ જગ્યા ના પણ મળે તો તકલીફ થાય.બીજુ, કાર હોય તો દરેક જગ્યાએ બરાબર ફરી પણ ના શકાય.

અને જો એક કે બે વ્યક્તી જ હોય તો કદાચ કાર-કેબ ભાડે કરવા પણ કોઇને મોંઘા લાગે….

તો આ તકલીફ દુર કરવા જેને સાયકલ કે સ્કુટર કે બાઇક ચલાવતા આવડતું હોય તેમના માટે પોતાની રીતે ફરવું હોય તો આપણા ઇન્ડીયાની જેમ જ સાયકલ ઉપરાંત ગોવા જેવા શહેરની જેમ સ્કુટર અને બાઇક પણ ભાડે મળી શકે… તે પણ હવે તો જે તે શહેરની ઓથોરિટી જ ભાડે આપે.

પણ મુખ્ય વાત એ છે કે આવા વ્હિકલ ભાડે લેવા કોઇ એક ચોક્કસ દુકાને જવાનુ નથી… પણ અડધો કે એક એક માઇલના અંતરે એના સેલ્ફ પાર્કીંગ સ્ટેન્ડ હોય… જ્યાં તમે જાતે સાયકલ-સ્કુટર-બાઇક લઇ શકો અને પાછા જમા પણ કરી શકો.

અરે સાયકલ માટે તો એવા સ્ટેન્ડ પણ શોધવાના નહી…. તમને ફાવે ત્યાં સાયકલ છોડી શકો…. હા, સીટીની નક્કી કરેલ હદ હોય તેની બહાર લઈ જ ના જવાય.. એવા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ ફીટ કરેલા હોય…
આવા વ્હિકલ ભાડે લેવા પહેલાતો તમારે ઓનલાઇન ફ્રિ એકાઉન્ટ ખોલાવવુ પડે અને તે માટે તમારી પાસે મોબાઇલ જ હોવો જોઇએ…

એકાઉન્ટ ખોલાવતા સમયે જ તમારે તમારી ગવર્નમેન્ટ ઇસ્યુ આઈ.ડી. અને ક્રેડિટ કાર્ડ ની વિગતો આપવી પડે… જેની ચકાસણી કર્યા બાદ જ તમારુ એકાઉન્ટ ખુલે.

હવે જ્યારે સાયકલ-સ્કુટર-બાઇક ભાડે લો ત્યારે મોબાઇલથી તેનો કોડ સ્કેન કરવાનો… અને મોબાઇલમાં “એગ્રિ” બટન દબાવો એટલે તે વ્હિકલ નું ઇલેક્ટ્રોનિક લોક આપમેળે ખુલી જાય… બસ પછી તમારે તે જેટલુ ચલાવવું હોય તેટલુ ચલાવો… હા સ્કુટર કે બાઇક પેટ્રોલ થી નહી પણ ઇલેક્ટ્રીક બેટરીથી ચાલતા હોય… જો બેટરી ડાઉન થઇ જાય તો તમને મોબાઇલ થી જ જાણ કરે કે બીજુ વ્હિકલ ફુલ બેટરી ચાર્જ વાળુ નજીકમાં જ કયાં છે.. કે ચાર્જીંગ સ્ટેશન ક્યાં છે… જે લગભગ એકાદ માઇલના વિસ્તારમાંજ હોય.

હવે આ બધા વ્હિકલ સેટેલાઇટ-ઓનલાઇનથી ટ્રેક થતા હોય… એટલે તેઓ પાસે ઓન ઓફ કરવાનો ફુલ કંટ્રોલ રહે…. કોઇ અકસ્માત થાય તો પણ તેમને તરત જાણ થઇ જાય… થર્ડ પાર્ટી જવાબદાર હોય તો પણ.
દરેક શહેરમાં આ લાઇમ_ઇ નામ જુદા પણ હોઇ શકે છે.

તો હવે કેલિફોર્નિયા કે બીજા સ્ટેટમાં ફરવા આવો અને ટ્રાન્સપોર્ટેશન મોંઘુ લાગે કે જાતે ફરવું હોય તો બિન્દાસ આ “લાઇમ ઇ” સાયકલ વગેરે વાપરજો…. બાકી તો મિત્રો માટે “હમ હૈ ના!!!!!”

લેખન સંકલન : મુકેશ રાવલ

દરરોજ અવનવી જાણકારી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી