જયારે દુનિયા વેલેન્ટાઇનસ ડે મનાવી રહી હતી ત્યારે આ માત્ર ૧૯ વર્ષનો યુવાન અમેરિકાના ફ્લોરીડામાં લોહીની હોળી રમી રહ્યો હતો

૧૪મી ફેબ્રુઆરી ના રોજ જ્યારે આખી દુનિયા વેલેન્ટાઇનસ ડે મનાવી રહી હતી ત્યારે આ માત્ર ૧૯ વર્ષ નો યુવાન અમેરિકા ના ફ્લોરીડા માં લોહી ની હોળી રમી રહ્યો હતો.

૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ સમગ્ર વીશ્વ પ્રેમીઓ નો દિવસ એટલે કે વેલેન્ટાઇનસ ડે મનાવી રહ્યું હતું ત્યારે કોણ જાણે આ ૧૯ વર્ષ ના યુવાન ના મન માં શું ખલબલી ચાલી રહી હતી કે તેને લીધેલા એક પગલા ના પ્રતાપે ૧ નહી ૨ પુરા ૧૭ લોકો ના જીવ ગયા.

આ ઘટના અમેરિકા ના ફ્લોરીડા રાજ્ય ના પાર્કલેન્ડ સીટી ની વાત છે. રોજ ના જેમ અહિયાં નું જન જીવન પણ ૧૪મી ફેબ્રુઆરી ના રોજ સામાન્ય ચાલી રહ્યું હતું જ્યાં સુધી આ યુવાને આ અમાનવીય હરકત નહતી કરી.

આ ઘટના જે શાળા માં બની તેનું નામ મ્ર્જોરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કુલ છે. જે પાર્કલેન્ડ ની શ્રેષ્ઠ શાળાઓ માની એક શાળા માનવા માં આવે છે. આ શાળા માં પ્લે સ્કુલ થી માંડી ને ૧૨ માં ધોરણ સુધી ની ભણવા ની સગવડ છે.

આ ૧૯ વર્ષ નો યુવાન કે જેનું નામ નિકોલસ ક્રુઝ છે જે આ જ શાળા નો ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચુકેલો છે. જે ૧૪ મી તારીખ ને બુધવાર ના રોજ કાળી ડફલ બેગ અને બેકપેક લઇ ને જેમાં તેને લોડેડ મેગેઝીન છુપાવ્યા હતા તે લઇ ને આવે છે. રીપોર્ટ અનુસાર નિકોલસ ઉબર ટેક્ષી લઇ ને બપોર ના ૨ વાગ્યે ને ૧૯ મીનીટે શાળા એ આવે છે. અને શાળા એ આવતા ની સાથે જ સેમી ઓટોમેટીક AR-15 રાઈફલ કાઢી હતી.

લોડેડ રાઈફલ લઇ ને નિકોલસ એ પહેલા અને બીજા માળ ના કુલ ૫ ક્લાસરૂમ માં જઈ ને ગોળીબાર શરુ કરી દીધો હતો જેમાં કુલ ૧૪ વિદ્યાર્થીઓ અને ૩ શિક્ષકો ના મોત થયા હતા.નિકોલસ ની આ હરકત થી આખી શાળા માં દહેશત નો માહોલ ફેલાઈ ગયો હતો. વિદ્યાર્થીઓ આમ તેમ દોડવા માંડ્યા હતા કોઈ ને કઈ સમાજ નહતી પડતી કે વિદ્યા ના મંદિર સમા આ શાળા માં અચાનક આ લોહી ની નદિયોં ક્યાંથી વહેવા માંડી??

આ દહેશત ફેલાવી ને નિકોલસ નજીક માં આવેલા વોલમાર્ટ મોલ મા આવેલા સબવે માંથી પોતાના માટે ઠંડુ પીણું લીધું હતું અને ત્યાર બાદ મેકડોનાલ્ડસ માંથી પોતાના માટે બર્ગર લઇ ને ખાધું હતું. આ તે કેવા ઠંડા કાળજા નો માનવી કે જેને ૧૭-૧૭ ખૂન કરી ને ગાળા ની નીચે ખાવા નો કોળીયો ઉતરે છે?? આ માનવીય નહિ પણ દાનવીય હરકત કહેવાય છે.

ત્યાર બાદ પોલીસ દ્વારા નજીક ના રેસીડેન્સી ગલી માંથી અંદાજીત બપોર ના ૩ વાગે ને ૪૧ મીનીટે નિકોલસ ની ધરપકડ કરવા માં આવી હતી.

પોલીસ ઓફિસર માઈકલ લીઓનાર્ડ ના મુજબ , ” નિકોલસ સામાન્ય હાઇસ્કુલ ના વિદ્યાર્થી જેવો જ લાગતો હતો ઘડી વાર માટે મને વિચાર આવ્યો કે શું હકીકત માં આ માસુમ દેખાતો બાળક એજ વ્યક્તિ છે જેને આ અમાનવીય હરકત કરી છે અને શું સાચ્ચે મારે આને જ રોકી ને ધરપકડ કરવા ની છે? ”

કોઈ એ પણ વિચાર્યું નહિ હોઈ કે આ આ માસુમ દેખાતા ચેહરા ની પાચળ એક દૈત્ય હરકત કરવાની ચાહના છુપાયેલી હતી. નિકોલસ ની આ હરકત ને તે જ શાળા ના એક વિદ્યાર્થી એ પોતાના મોબઈલ ફોન માં રેકોર્ડ કરેલી હતી જે પોલીસ માટે મહત્વ નો પુરાવો સાબિત થઇ અને જેના પગલે નિકોલસ ની ધરપકડ કરવા માં આવી. હાલ માં નિકોલસ ને બ્રોવોર્ડ કાઉન્ટી ની જેલ મા ૨૪ કલાક પોલીસ ની સખ્ત નીગરાણી માં રાખવા માં આવ્યો છે અને એ વાત નું ખાસ દયાન રાખવા માં આવી રહ્યું છે ક તે આત્મહત્યા જેવું પગલું ના ભરે.

એક સમયે માસુમ વિદ્યાર્થીઓ ની કિલકારીઓ થી ગુંજતી શાળા ની એ લોબી ગણતરી ની ઘડીઓ માં લોહી ની વહેતી નદી માં બદલાઈ ગયી હતી. જ્યાં જુઓ ત્યાં આખી હાઇસ્કુલ માં એ માસુમ બાળકો નું ખૂન જ ખૂન દેખાતું હતું.

શાળા માં ઘભરાઈ ગયેલા વિદ્યાર્થીઓ ને તેમના વાલીઓ લેવા માટે આવ્યા ત્યારે સૌ કોઈ ના ચેહરા ઉપર એ ખૂન ની દેહ્સત સાફ દેખાઈ આવતી હતી. બાળકો તેમના માતા પિતા ને ગળે વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને વાલીઓ પણ તેમના લાડકો ને જીવતા જોઈ ને ઉપર વાળા નો આભાર માનતા ગળે વળગી પડ્યા હતા.

આ હુમલા માં શાળા ના ફૂટબોલ કોચ એ બહાદુરી બતાવી હતી.આરોન ફેઈસ નામ ના કોચે સમય સુચકતા દાખવી ને પોતાના થી બની સકે તે બધી જ કોશિશ કરી હતી વિદ્યાર્થીઓ ના જીવ બચાવવા. તેમને આગળ રહી ને વિદ્યાર્થીઓ ને સેફટી ના પગલા લેવા કહ્યું હતું. વિદ્યાર્થીઓ ને કોઈ પણ પુસ્તક કાઢી ને પોતાના ચેહરા આગળ રાખવા કહ્યું જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ગોળીબાર થી પોતાને બચાવવા માં કામિયાબ રહ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ ને બચાવવા જતા કોચ પોતાની જાત ને બચાવી શક્યા નહાતા. તેમને ૨ ગોળી વાગી હતી અને હોસ્પિટલ માં તેમને પોતાનો શ્વાસ છોડ્યો હતો. પરંતુ તેમની સમયસુચકતા ના પગલે તે ઘણા બધા વિદ્યાર્થીઓ નો જીવ બચાવવા માં સફળ રહ્યા હતા. કોચ ની બહાદુરી ને બિરદાવવા માટે શાળા ની ફૂટબોલ ટીમ એ ખાસ શ્રધાજલી આપી તેમના આત્મા ની શાંતિ ની પ્રાર્થના કરી હતી.

આ હુમલા ના પગલે આખા અમેરિકા માં ઠેર ઠેર લોકો એ કેન્ડલ સળગાવી ને હુમલા માં મારી ગયેલા માસુમો ને શ્રધાંજલિ આપી હતી અને તેમના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.મોટી સંખ્યા માં લોકો પાર્કલેન્ડ ના ટ્રાયલ પાર્ક માં ભેગા થયા હતા અને ઘટના માં મૃત્યુ પામેલા ૧૪ વિદ્યાર્થીઓ થતા ૩ શિક્ષકો ને શ્રધાંજલિ આપી હતી.તથા સૌ કોઈ એ એ પણ પ્રાર્થના કરી હતી કે આવો ગોજારો દિવસ ફરી થી કોઈ દિવસ પુનરાવર્તિત થાઇ નહિ. ૧૪ મી ફેબ્રુઆરી એ પાર્કલેન્ડ ના ઈતિહાસ માં કાળી શાહી થી લખાઈ ગયો છે. પાર્કલેન્ડ એ ફ્લોરીડા ના ૨૦૧૭ ના ટોપ ૫ મોસ્ટ safest ટાઉન માં નું એક શહેર છે. પણ આ ઘટના એ હવે આ શહેર પાસે થી આ બિરુદ છીનવી લીધું છે.

હુમલા માં વપરાયેલી રાઈફલ ને લીગલી ખરીદવા માં આવેલી હતી. નીકોલસે આ રાઈફલ ને ગત વરસે ફેબ્રુઆરી ૨૦૧૭ માં ખરીદી હતી. સ્પેસીઅલ એજન્ટ પીટર. જે. ફોર્સેલી ના મત મુજબ આ હથિયાર ની ઉપર અત્યાર સુધી કોઈ ગુનો નોધાયો નથી. નિકોલસ ને શુક્રવાર ના રોજ કોર્ટ માં હાજર કરવા માં આવ્યો હતો જ્યાં તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. નિકોલસ એ હુમલા નું કારણ પોતાની માનસિક અસંતુલન નું આપ્યું છે. તે પોતે ઘણા સમય થી ડિપ્રેસ હતો જેના પગલે તેને આ અમાનવીય પગલું લીધું હતું તેવું તેને પોતાના ઇન્વેસ્ટીગેસન સ્ટેટમેન્ટ માં જણાવ્યું છે.

ગુરુવાર ના રોજ F.B.I. એ જણાવ્યું કે ગત વર્ષે યુટ્યુબ ઉપર ની એક કમેન્ટ ગનમેન ની ટીપ્પણી કરતી નજરે પડી હતી જે તે સમયે કોને કરી હતી એ જાની સકાયું નહતું. પરંતુ આ ઘટના ને ધ્યાન માં રાખી હવે ચિત્ર સાફ થતું દેખાઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું.

પ્રેસીડેન્ટ ત્રમ્પ એ ઘટના ને ધ્યાન માં રાખતા કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમને ઘટના માં મૃત્યુ પામેલા લોકો ના આત્મા ની શાંતિ ની પ્રાર્થના કરી હતી તથા મૃતકો ના કુટુંબીજનો ને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે અમેરિકા ના બાળકો માટે સરકાર હમેશા સહાયતા કરવા તત્પર રહી છે. દેશ ના બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય ને ધ્યાન માં રાખી ને નવા કાયદા ની જોગવાઈ કરી હતી. ત્રમ્પે પોતાના ભાષણ માં જણાવ્યું હતું કે, ” WE NEED ACTION , WE NEED CHANGE ” જેનો અર્થ આપને પગલા લેવા ની જરૂર છે આપને બદલાવ ની જરૂર છે. અમેરિકા માં ઘણા રાજ્યો માં ગન રાખવી લીગલ છે અને લોકો આ કાયદા નો ઘણી વખત ગેર ફાયદો ઉઠાવે છે અને આવી ઘટનાઓ માં પરિણામે છે, જેના પગલે સખ્ત કાયદા બનાવવા ની જોગવાઈ ત્રમ્પે કરી હતી.

લેખન.સંકલન : દર્શિતા પટેલ (યુ.એસ.એ)

ન્યુઝ તેમજ અન્ય વાર્તાઓ વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ 

 

ટીપ્પણી