30 ડિસેમ્બરે સાબરમતી રિવરફ્રન્ટ બનશે ‘વેલી ઓફ ફ્લાવર’, યોજાશે ફ્લાવર શો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફુલોની વિવિધ વેરાયટીઓ લોકોને જોવા મળે તે માટે 2013થી ફ્લાવર શોનું આયોજન કરે છે.અમદાવાદમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડિસેમ્બરથી નવ જાન્યુઆરી સુધી યોજાનારા ફ્લાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 30 ડિસેમ્બરે ફ્લાવર શોનું ઓપનીંગ કરવામાં આવશે.અન્ય વર્ષોની સરખામણીએ આ વર્ષે વધુ આકર્ષક અને વ્યાપક એવા ફ્લાવર છોડ અને વેલા જોવા મળશે. ગાર્ડનિંગ માટેના અસંખ્ય ડેકોરેટિવ પ્લાન્ટસ અને વિવિધ પ્રકારની એસેસરિઝએ અમદાવાદીઓને ખાસ આકર્ષિત કરશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે પણ મહાનગરપાલિકા દ્વારા વિવિધ આકર્ષણો રાખવામાં આવ્યા છે. જેના પર નજર કરીએ તો-ઓર્કીડ ઇંગ્લીસ ગુલાબ તેમજ અન્ય ફુલોમાંથી બનાવેલા જીરાફ બટરફ્લાય, કલસ્ટર હરણ, મીકી માઉસ તેમજ અન્ય પ્રાણીઓ, સેલ્ફી વોલ, બોલ વગેરે મળી કુલ 50થી વધુ સ્કલ્પચર જોવા મળશે.

2017 માં થયેલ ફ્લાવર શોની એક ઝલક જોઈ લઈએ :

 

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી  

નવા તેમજ રસપ્રદ સમાચાર એડવાન્સમાં ઘરે બેઠા તમારા મોબાઈલમાં વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી