આંબળાનો રસ બનવાની રીત અને તેના ગુણ… શેર કરો અને લાઇક કરો…

“આંબળાનો રસ”

સામગ્રી:

૪-૫ આમળાં,
નાનો ટુકડો આદું,
૧ ગ્લાસ પાણી,
૫-૬ tsp ખાંડ જરૂર મુજબ વધ ઘટ,
મીઠું,
મરીનો ભુક્કો,
શેકેલ જીરાનો ભુક્કો,
સંચર,

રીત:

સૌ પ્રથમ આમળાને બાફી લેવા. તેની પેસી અલગ કરી બી નીકાળી લેવા.
હવે મિક્ષરમાં આમળાં,આદું,મીઠું,ખાંડ લઇ પીસી લેવું. સંચર,મરીનો ભુક્કો ,શેકેલ જીરાનો ભુક્કો જેટલા પ્રમાણમાં જોતો હોય તેટલો લઇ બરાબર મિક્ષ કરી લેવું. તો તૈયાર છે આમળાનો શરબત. આવી રીતે આખા વરસનો સાથે બનાવીને બોટલમાં ભરી સ્ટોર કરી શકાય.

મિત્રો, આપણા મનની એવી લાક્ષણિકતા હોય છે કે જો આપણે કોઈ વસ્તુનું મહત્વ સમજીએ તો તે વાત આપણે તરત જ અમલમાં મુકીએ. તો ચાલો, જાણીએ કુદરતી તત્વોથી ભરપૂર આમળા રોજ કેમ ખાવા અને તેના આપણા સ્વાસ્થ્ય માટે કેવા કેવા ફાયદા છે…!

આમળામાંથી વિટામીન સી ભરપુર પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત આમળામાંથી વિટામીન એ, બી-6, થીયામીન, કેલ્શિયમ,ફોસ્ફરસ, આયર્ન, કેરોટીન, કોપર, પોટેશિયમ, મેંગેનીઝ, વગેરે જેવા અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. જેમના કેટલાક ખુબ શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે. બાળકોને આ મૌસમમાં ખાસ કરીને આમળા ખવડાવવા જોઈએ કારણ કે તેનાથી આખોનું છે. આ સિવાય પણ આમળા તમને શું શુંફાયદો કરાવી શકે આવો જાણીએ તે વિષે થોડું થોડું..

વાળ માટે ઉપયોગી:

આમળામાં આયર્ન અને એન્ટીઓક્સીડનટ્સ હોવાના કારણે તે વાળ માટે ખુબ ફાયદાકારક છે. તેના સેવનથીવાળનો ગ્રોથ ખુબ સારો થાય છે અને વાળમાં ચમક પણ આવે છે. આમળાના રસને વાળના મૂળમાં લગાડવાથી વાળ ખરવાનીસમસ્યામાં રાહત મેળવી શકાય છે.

આંખો માટે ફાયદાકારક:

આમળામાં વિટામીન એ, અને કેરોટીન ભરપુર પ્રમાણમાં હોવાને કારણે આંખો માટે ખુબ ફાયદાકારક છે.આમળાના સેવનથી આંખોનું તેજ વધે છે માટે બાળકોને તો બાળપણથી ગુણકારી આમળા ખાવાની આદત પડવી જોઈએ.

પાચન માટે પણ ઉપયોગી:

આમળામાં ફાયબર ખુબ મળી આવતું હોય છે આથી તે પાચનમાં પણ સારો ફાયદો કરી આપે છે. જે લોકોનેપાચન સંબંધી સમસ્યા હોય, કબજિયાત રહેતી હોય તેમણે આમળાનું પુરતું સેવન કરવું જોઈએ.

કેલ્શિયમ:

આમળામાંથી મળી આવતું કેલ્શિયમ તમારા શરીરને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ પૂરું પડે છે જેના કારણે હાડકા મજબુત થાયછે, આ ઉપરાંત દાંત, નખ અને ત્વચાને પણ ફાયદો થાય છે. જેને ડાયાબીટીસ હોય તેઓ જો ખાંડ નાખ્યા વગર આમળાનું સેવન કરે તો તેમને પણ ફાયદો થાય છે કારણ કે આમળામાં ક્રોમિયમ હોયછે જે લોહીમાં શુગરના પ્રમાણને નિયંત્રિત રાખે છે.

કીડની માટે પણ ફાયદાકારક:

આમળામાં પાણીની મોજુદગી પણ સારી એવી હોવાથી તેના સેવનથી વધારાના પાણી સાથે શરીરમાંથીમીઠું , યુરિક એસીડ અને અન્ય ઝેરી તત્વો પણ શરીરમાંથી બહાર ફેકાઈ જાય છે. જેના લીધે કીડની સ્વસ્થ રહે છે. આમળામાં અનેક પોષક તત્વો અને એન્ટીઓક્સીડન્ટ હોવાથી હૃદયને પણ સ્વસ્થ રાખે છે. આમળાના નિયમિત સેવનથી લોહીનુંપરિભ્રમણ સારું રહે છે જેના કારણે કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત આમળામાં એન્ટી એજિંગ તત્વો પણ હોય છે જે તમનેયુવા બનેવે છે અને ભરપુર સુંદરતા બક્ષે છે. તમારી ઈમ્યુનીટી સીસ્ટમ પણ સારી બનાવે છે.

આટલા ફાયદા થતા હોય તો શા માટે આમળા ન ખાવા? તો પછી ચોક્કસ લાભ ઉઠાવો આમળાનું સેવન કરીને અને શિયાળામાં સારું સ્વાસ્થ્ય બનાવો.

રસોઈની રાણી: હિરલ ગામી (જામનગર), સમભાવ મેટ્રો

ખુબ ઉપયોગી રીત અને માહિતી જણાવી છે. શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી