૫૦૦૦ થી ધંધો શરુ કારનાર એક કોલેજ ડ્રોપઆઉટની ૫ વર્ષમાં ૫ કરોડ બનાવતી કંપની ની દાસ્તાન…!

ભારતમાં એવા ઘણાબધા ફેમસ અને ધનવાન લોકો છે જેમણે સાબિત કરી આપ્યું છે કે જો પોતાના શોખને પ્રોફેસન બનાવામાં આવે તો તેમાં સફળતા મેળવવા માટે કોઈ ડીગ્રીની જરૂરત રેહતી નથી. સચિન, ગૌતમ અદાણી, અક્ષય કુમાર, મેરી કોમ આવા બીજા ઘણા લોકો સ્કૂલ કે કોલેજ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ છે અને અત્યારે આપણે બધા તેમની સફળતા વિષે જાણીએ જ છે. આજે અમે તમને આવી જ એક વ્યક્તિ વિષે જાણવા જઈ રહ્યા છે જેણે પોતાના શોખને પોતાનું પ્રોફેસન બનાવ્યું અને સાબિત કરી આપ્યું કે સફળ થવા માટે કોઈ ડીગ્રીની જરૂરત હોતી નથી.

શશાંક ચોરે નો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેને નાનપણથી જ કોમ્પુટરમાં ખુબ રસ હતો. જેમ જેમ શશાંક મોટો થતો ગયો કોમ્પુટર પ્રત્યે તેને વધારે લગાવ થવા લાગ્યો. ધીમે ધીમે તેને કોડીંગ અને હેકીન્ગમાં પણ મજા આવા લાગી. કોમ્પુટર અને હેકિંગ પ્રત્યે શશાંક ની રુચીને કારણે તેના માતા પિતા ખુબ ચિંતિત રેહતા. તેમણે શશાંકને કોમ્પુતારથી દુર કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તેઓ શશાંકને કોમ્પુટરથી દુર કરી શક્યા નહિ. શશાંક માટે તેનું કોમ્પુટર જ તેની દુનિયા બની ગયું.

હેકિંગ ના શોખને લીધે તેણે ક્રેક્પાલ ડોટ કોમ નામની વેબસાઈટ માટે કામ કરવાનું શરૂ કર્યું. એક મેઈલ એકાઉન્ટ ને હેક કરવાના તેને ૫૦ ડોલર મળતા હતા.

શાશાંકે એન્જીનીયરીંગ કોલેજમાં એડમીશન લીધું પણ તેનું ધ્યાન ભણવામાં લાગતું નોહ્તું. કોલેજના બીજા જ વર્ષમાં તેણે એન્જીનીયરીંગ કોલેજ છોડી દીધી. ત્યારબાદ તેણે ઈન્દોરની એક પ્રખ્યાત સોફ્ટવેર કંપનીમાં વેબ સિક્યોરીટી કન્સલ્ટન્ટ ની નોકરી શરૂ કરી આ નોકરીમાં તેને ૩ વાર પ્રમોસન પણ મળ્યું હતું.

જયારે ઇન્દોર પોલીસ વિભાગને શશાંક ની આ આવડત વિષે જાણ થઇ ત્યારે તેઓએ પણ શશાંક ની મદદ લીધી હતી. થોડા દિવસો સુધી લોકોની મદદ કર્યા પછી શશાંકને પોતાની હેકિંગ કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો.

ઓક્ટોબર ૨૦૦૯માં શ્શાંકે “ઇન્ડિયા ઇન્ફોટેક” નામની પોતાની કંપની શરૂ કરી. ઓછા મૂડી રોકાણને કારણે તેને ઘણીબધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે તેને વિચાર આવે છે કે હું જે રીતે લોકોની સેવા કરું છું એ સેવા નહિ પણ કામ તરીકે કરું તો?? આમ આ આઈડિયા થી તેણે ફરીથી નવી શરૂઆત કરી.

ધીરે ધીરે તેનું કામ એ સ્પેશિયલ ઈ-કોમર્સ વેબસાઈટ ડેવલોપમેન્ટ કંપનીમાં બદલાઈ ગયું અને તે દુનિયાભરની કંપનીઓને SEO સર્વિસ પૂરી પાડવા લાગ્યો.

ફેબ્રુઆરી ૨૦૧૪માં શશાંક પાસે ૧૦,૦૦૦ પ્રોજેક્ટ હતા. પાંચ વર્ષમાં તે ૫૦૦૦ થી ૫ કરોડ કમાવા લાગ્યો.

એક વ્યક્તિ કે જેની પાસે કોઈ ડીગ્રી નથી એ કેવીરીતે પોતાના શોખને કારણે સફળતા મેળવે છે એ ખરેખર જાણવા જેવું છે. જયારે કોઈ વ્યક્તિ ઓછું ભણેલી હોય અને એની પાસે નોકરી કર્યા સિવાય બીજો કોઈ રસ્તો ના હોય ત્યારે સાઈડ ઇન્કમ માટે ઓનલાઈન વર્ક કરવાનો રસ્તો પસંદ કરે છે. જોકે બધાના નસીબમાં આવી સફળતા નથી હોતી. શશાંક ની જેમ આજે બધા જ વિદ્યાર્થીઓ માં કોઈને કોઈ ગુણ હોય જ છે જરૂરત છે તો ફક્ત એક શરૂઆતની.

સંકલન-અનુવાદ : અશ્વિની ઠક્કર

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી