અને કહેવાય “પ્રેઝેન્સ ઓફ માઈન્ડ”

એક પ્રોજેકટ મેનેજર ટ્રેનથી મુંબઈથી બેંગલોર જઈ રહ્યો હતો, ટ્રેન ઉપડી ત્યારે તે ફર્સ્ટ ક્લાસ એસી કન્પાર્ટમેન્ટમાં એકલો હતો.

થોડીવાર પછી એક યુવાન સ્ત્રી તેની સામેની સીટ પર આવી. મુસાફરીમાં મહિલાનો સંગાથ મળતા દેખીતી રીતે મેનેજર મનોમન ખુશ થયો. પછી જયારે સ્ત્રીએ તેની સામે હળવું સ્મિત કર્યું તો મેનેજરનો આનંદ બમણો થઈ ગયો. થોડી જ વારમાં એ સ્ત્રી મેનેજરની સીટ પર આવીને તેમની બાજુમાં બેસી ગઈ. મેનેજરના આનંદનો પર ન રહ્યો.

હવે સ્ત્રી તેની વધુ નજીક આવી અને તેના પર ઝુકીને મેનેજરના ધીમેથી કાનમાં કહ્યું કે “મિસ્ટર, તમારી પાસે રહેલી રોકડ, કાર્ડ્સ, વીંટી, ઘડિયાલ અને મોબાઈલ ફોન મને આપી દો, નહિતર હું ચીસો પાડીને સૌને ભેગા કરીને કહીશ કે તમે મારી એકલતાનો લાભ લેવાનો પ્રયાસ કર્યો છે”

મેનેજરે તેણીની સામે તીક્ષ્ણ નજરે જોયુ અને પછી તરત જ પોતાના બેગ માથી એક કાગળ અને પેન કાઢીને તેના પર લખ્યું કે ‘મને માફ કરશો, હું બોલી કે સાંભળી શકતો નથી, માટે તમે જે કહેવા ઈચ્છો છો તે મને લખીને કહો’.

તે સ્ત્રીએ જે કહ્યું હતું તે કાગળ પર લખીને આપ્યું!

મેનેજરે એ કાગળ આરામથી પોતાના ખિસ્સામાં મૂક્યું અને તેણીની નજીક જઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું; “હવે તારે ચીસો પાડીને જેને બોલાવવું હોય તેને બોલાવી શકે છે!!!”

વાર્તાનો સાર;

દસ્તાવેજીકરણ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે

ટીપ્પણી