૬ વર્ષ અને ૭,૨૦,૦૦૦ પ્રયત્નો આ ફોટોગ્રાફર કિંગફિશરનો એવો ફોટો પાડ્યો…જે છે અતિ દુર્લભ !

એલન મેક્ફેડન, જે ૨૦૦૯થી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કરે છે, તે એક એવો ફોટો પાડે છે જેમાં તેણે ૬ વર્ષ ગાળ્યા. તેની ગણતરી પ્રમાણે તે ફોટો પાડવામાં ૪૨૦૦ કલાક અને ૭,૨૦,૦૦૦ ફોટો પાડવા પડયા.

“આ ફોટોની ખાસિયતએ છે કે કિંગફિશર નામનું પક્ષી પાણીમાં એક પણ છાંટા પાડ્યા વિના છલાંગ લગાવે છે” જુઓ, નીચે નો ઓરીજીનલ ફોટો

“હું પરફેક્ટ સીધી કોઈ પણ છાટા વગરની છલાંગ માટે જતો હતો જેમાં મારા માટે સાચી જગ્યા અને એક લકી ફોટો સિવાય પક્ષીનું પણ પરફેક્ટ હોવું જરૂરી હતું.” મેકહેડને હેલારડ સ્કોટલેન્ડને કહ્યું, “ હું ઘણીવાર જતો અને ૬૦૦ ફોટા એક વારમાં પાડતો અને તેમાંથી એકપણ ફોટો સારો આવતો નહિ.

પણ હવે હું જયારે આ એક ફોટો પસંદ કરવા માટે પાછળના હજારો ફોટોસ જોવું છું, ત્યારે મને મેં કરેલી મહેનતનો ખ્યાલ આવે છે.”

મેકફેયન, જે વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફીનો બિઝનેસ પણ ચલાવે છે, તેઓ પ્રકૃતિ અને વાઈલ્ડલાઈફમાટે તેના દાદાથી પ્રભાવિત થયા હતા. “મને યાદ છે મારા દાદા મને કિંગફિશરના માળાનો ફોટો પાડતા જોયા કરતાં અને હું ફક્ત સુંદર પક્ષીઓને ઉડતા જોયા કરતો. તેથી મેં જયારે ફોટોગ્રાફી શરૂ કરી ત્યારે કિંગફિશર ના ફોટોસ પાડવાની એ જ જગ્યા એ પાછો આવ્યો.”

“મેં ક્યારેય આ ફોટો પાડવામાં લાગેલા સમય માટે વિચાર્યું જ નથી કારણ કે હું આ કામ ને માણતો હતો, હવે હું આ ફોટો જોવું છું તો ગર્વ અનુભવું છું કે આ ફોટો પાડવામાં મેં કેટલી મહેનત કરી છે.”

“મને યાદ છે મારા દાદા મને કિંગફિશરના માળાનો ફોટો પાડતા જોયા કરતાં અને હું ફક્ત સુંદર પક્ષીઓને ઉડતા જોયા કરતો.”

“ મને વિશ્વાસ છે મારા દાદા ને આ જરૂર ગમત.મારી એવી ઇચ્છા હતી કે દાદા આ ફોટો જોવે.આ ફોટો જોઇને મારા તમામ કુટુંબના લોકો એ મારો સંપર્ક કર્યો અને કહ્યું કે તે લોકો ને મારા પર ગર્વ છે,”.

ફોટો સાભાર – બોર્ડપાંડા

ટીપ્પણી