AM-PM વિશે વિચારીને ગોટે ના ચડો! લ્યો આ એની સાચી માહિતી

કોઈ પણ સમય બતાવવો હોય કે પછી મોબાઈલમાં એલાર્મ લગાવવો હોય તો આપણને 1થી 12 ની સાથે AM અને PM પણ બતાવે છે. દિવસના 24 કલાકના સમયને બતાવનાર AM અને PM વચ્ચેનું અંતર જાણી લો.

સંખ્યાની દ્રષ્ટિએ દિવસમાં 1થખી 12 સુધીના 12 કલાક હોય છે. દિવસના 24 કલાકોને ઘડિયાળના માધ્યમથી બતાવવા માટે AM અને PMનો પ્રયોગ કરવામા આવે છે.

AM અને PMનો મતલબ:

AM અને PM બંને લેટિન ભાષાના શબ્દ છે. સમય અવઝિને બતાવવા માટે AM અને PMનો પ્રયોગ કરવામાં આવે છે. બપોરે 12 વાગ્યાના પહેલાનો સમય પૂર્વાહન કહેવાય છે, જેને AM કહેવાય છે. AMનો મતલબ (Ante Meridiem) થાય છે.

બપોરે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાના સમયને મધ્યાહન બાદનો સમય કહેવાય છે. 12 વાગ્યાના બાદના સમયને PMથી રજૂ કરવામાં આવે છે. PMનો મતલબ Post Meridiem કહેવાય છે.

 

ઈતિહાસ વિશે

ઘડિયાળ માનવ સભ્યતાનું સૌથી પ્રારંભિક શોધમાંની એક કહેવાય છે. ઘડી શબ્દ ડચ, ઉત્તર ફ્રાંસીસી અને મધ્યકાલિન લેટિનના કેલિકટ અને ક્લોક્કામાંથી લેવામાં આવ્યો છે. લેટિન ભાષામાં આ શબ્દોનો અર્થ ઘંટી થાય છે. ઘડિયાળનું નિર્માણ એક કેલેન્ડર દિવસના પ્રાકૃતિક રાત્ર અને દિવસને જાણવા માટે કરવામાં આવ્યો હતો. ઘડિયાના બે ચક્રોમાં બનાવવાનો હેતુ દિવસમાં સૂર્યની સ્થિતિ અને રાત્રે ચદ્રમા અને તારાઓની સ્થિતિ જાણવા માટે કરવામાં આવ્યો હતો.

ઘડિયાળનો આકાર

“મિસરના લોકોએ સૌથ પહેલા ઘડિયાળમાં 12ને આધાર માનીને દિવસને સૌથી પહેલા 24 બરાબર ભાગમાં વિભાજિત કર્યા હતા. એક અનુમાન અનુસાર, દુનિયામાં સૌથી પહેલી ઘડિયાળ લગભગ 6 હજાર વર્ષો પેહલા બેબીલોનમાં બનાવવામાં આવી હતી.”

 

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

 ઐતિહાસિક ઈતિહાસ જાણવા માટે માટે તેમજ રસપ્રદ માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી