પાણી ચોર – દરેક મધ્યમવર્ગી ઘરની વાત.. દરેક સોસાયટીની વાત…

પાણી ચોર

“આ પાણીની રોજ કોઈ ચોરી કરી જાય છે! સાંભળો છો? કઈ રસ્તો શોધો?”
“હવે તારું ચસ્કી ગયું લાગે છે. પાણી જેવી વસ્તુની કોઈ કઈ ચોરી કરતું હશે?”

“તમને તો ખબર છે.દશ-બાર દિવસમાં એક વખત પાણી આવે છે. એમાં પૂરો ટાંકો પણ ભરાતો નથી.ઉપરથી ટ્રેંકર મંગાવી મહિનાનો બજેટ આખો હલી જાય છે.”
“આવી, મોટી અરુણ જેટલી. બહુ બજેટ બજેટ કરે છે.”
“પણ, એક વખત વિચારતો કરો. આમને આમ ક્યાં સુધી ચલાવી લઈશું. આમ આ લોકોને રીઢા મુકીશું તો ભવિષ્ય બીજા મોટા ગુન્હા કરશે.”

“હા,ઠીક છે. આજે હું આપણી સોસાયટીના કર્તા હર્તાઓથી વાત કરીશ.”
સોસાયટી શહેરના મદયમાં હતી. આસપાસ ઇન્ડસ્ટ્રીઝ હતી. અટલે અહીંથી વસ્તી પચરંગી હતી. ગુજરાતના અલગ-અલગ હિસાઓના લોકો સાથે-સાથે બીજા રાજ્યના લોકો પણ રહેતા. કોઈ એકમત ન હોવાથી
લગભગ રોજ પાણીને લઈને રામાયણો અહીં થતી. ક્યારેક વાત હાથપાઈ સુધી પોહચી જતી!
ઝગડા એ અહીં સામાન્ય ઘટના હતી.મીટીંગો ફક્ત નામ પૂરતી હતી. ચૂંટણી આવે એટલે કેટકેટલા રાજકારણીઓ અહીં આવી અને મૂળભૂત સુવિધાઓ આપવાના વચન આપી ગયા હતા. પણ અંતે તો બધું શૂન્ય જ હતું. સોસાયટીની પરિસ્થિતિ જેસે થે જેવી જ હતી. કમલેશભાઈને પણ થયું.કવિતાની વાત પણ સાચી આ પાણીની ચોરી સાંખી નહિ શકાય. અને ગ્રુપમાં જાણ કરી બધા સોસાયટીના સભ્યોની મંદિરના ચોકમાં મીટીંગ ભરાઈ.
પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું” પાણીની સમસ્યા મોટી છે. એમાં પણ આ સોસાયટી મોટી હોવાથી અમુક જગ્યાએ પાણી મોડું પોહચે છે. અને અમુક સભ્યો મોટર દ્વારા પાણી ખેંચવામાં આવી રહ્યો છે. તે વચ્ચે આ કમલેશભાઈનો તો પ્રશ્ન જ અટપટો છે. તેમનું કહેવું છે.મારા ઘરમાંથી પાણી ચોરી થઈ જાય છે.અરે આ સભ્ય લોકોની સોસાયટી છે. ચોરી તો ના કરે, તમે ચેક કરાવી લો, તમારે કોઈ લીકેજ ના હોય.” કઈ સભાને વિખરાવામાં આવી.
અને સોસાયટી કમલેશભાઈની આ મુર્ખતાભરી વાતથી તે હાંસીને પાત્ર બન્યા. હવે કમલેશભાઈએ ઠાની લીધું હતું. જે કરવાનું છે. તે ફક્ત તેમને જ કરાવાનું છે. એટલે બીજે જ દિવસે તેને પલંબર બોલાવી લીકેજ શોધાવયો.
“સાહેબ બધું બરાબર છે.કોઈ પણ લાઈન લીકેજ નથી.”

“સાંભળ્યું, તમે આમ ઉદાસ ના રહ્યો.હું નહિ જોઇ શકું!તમારો બધા વચ્ચે મજાક બન્યો એ માટે મને માફ કરો.”
“ના, કવીતા, હવે તો એ જોવું રહ્યું કે આ ચોર છે. તો છે કોણ?”

સતત બે-ચાર અઠવાડિયાથી ચાંપતી નઝર રખવાઈ પણ અંતે કમલેશભાઈ કંટાળી ગયા.અને કહ્યું-“કોઈ લાઈનમાં લીકેજ હશે, જે પલંબરને પણ નહીં મળ્યો હોય!”

અને એક દિવસ પ્રમુખ સાહેબ અને તેમને ધર્મ પત્નીનો પાણી ચોરી કરતા વિડ્યો ગ્રુપમાં ફરતો થઈ ગયો. તે લોકલ સમાચાર પત્રમાં પણ તે હેડલાઈન બન્યા.
આ બધા વચ્ચે કવિતાબેનનેએ વાતનો કુતુહલ હતો.” કે છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી તમેં ચોકી કરતા હતા. તો પણ ચોર હાથમાં ના આવ્યો તો આ બધું થયું ક્યારે અને કઈ રીતે?”


“સોસાયટીમાં બધાના ઘરે પાણીના ટેન્કરો આવી ચુક્યા હતા. પણ તે ક્યારે જોયું કે આ પ્રમુખના ઘેર ક્યારે ટેન્કર આવ્યું હોય એવું બન્યું?”
“ના”
“બસ તો, ચોર આ પ્રમુખ જ હતો.બસ ફક્ત પકળવાનો હતો.કાલે જ્યારે હું છત ઉપર ચક્કર લગાવી રહ્યો હતો. ત્યારે મેં નર્મદા ભાભી બોલતા સાંભળ્યા હતા. પાણી ખતમ થઈ ગયું છે.એટલે નક્કી થઈ ગયું હતું. આજે પ્રમુખ સાહેબ આપણી છત પર જરૂર આવશે એટલે તેને રંગે હાથે પકડવા મેં સાંજે જ સી.સી.ટી.વી મુકાવી દીધા હતા! અને થયું પણ એવું પ્રમુખ સાહેબ આવ્યા.બાકી બધું તો દુનિયાની સામે જ છે.”

“આ પાણી જેવી વસ્તુની ચોરી કોણ કરે!”હેસ્ટેગ સાથે વિડ્યો વાઇરલ થઈ રહ્યો હતો.

લેખક : અલ્પેશ બારોટ

દરરોજ આવી નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી