“એલોવેરાનો હલવો” (Alovera Halvo) – આજે જ ટ્રાય કરો…

“એલોવેરાનો હલવો”

સામગ્રી:

1 કપ aloevera પલ્પ,
1 કપ મોળો માવો,
3/4 કપ ઘી,
3/4 કપ બુરું ખાંડ,
1/2 કપ દૂધ,
2 ચમચી કાજુ-બદામ -પીસ્તા નો ભૂકો,
2 ચમચી સૂંઠ પાવડર,
2 ચમચી ખસખસ,
1 ચમચી ગુંદર નો ભૂકો,
1/2 ચમચી ઈલૈચી પાવડર,
1/2 જાયફળ પાવડર,

રીત :

1. કડાઈ માં ઘી ગરમ કરી તેમાં એલોવેરા ના પલ્પના નાના નાના ટુકડા ધીમા તાપે સાંતળો। તેને light brown થવા દો.
2. પછી તેમાં દૂધ નાખી ૩-૪ મિનીટદૂધ નું પાણી બળે ત્યાં સુધી સતત હલાવો.
3. તેમાં મોળો માવો નાખી હલાવો.
4. ઘી છૂટે એટલે તેમાં સુંઠ પાવડર,ગુંદર,ઈલૈચી પાવડર, ખસખસ, જાયફળ પાવડર, બુરું ખાંડ , ડ્રાયફ્રૂટ પાવડર નાખી એકદમ મિક્ષ કરીને ઘી છૂટે ત્યાં સુધી શેકો.
5. હવે ગેસ બંદ કરીને ઘી લગાડેલ પ્લેટમાં 4-5 કલાક ઠારી ને તેના નાના પીસ કરી લો અથવા ગરમ જ સર્વ કરો.

રસોઈની રાણી : મેઘના પટેલ

શેર કરો આ વાનગી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી