“આલુ ભુજીયા સેવ” – બહુ સરળ રીત સમજાવી છે, એક બે વાર બનાવીશ તો પરફેક્ટ ફાવી જશે..

“આલુ ભુજીયા સેવ”

સામગ્રી:-

બટાકાની પેસ્ટ બનાવા માટે:-

બાફીને છીણેલા બટાકા 1 નંગ.
મરી પાવડર 1/2 ટી સ્પુન.
ચાટ મસાલો 1 ટી સ્પુન.
મીઠું સ્વાદ મુજબ.
તેલ 1 નાની વાડકી.
પાણી 1 નાની વીડકી.

કણક બનાવા માટે:-

મેંદો 1/2 કપ.
ચોખાનો લોઠ 1/2 કપ.
ચણાનો લોઠ 2 ટેબલ સ્પુન.
ચાટ મસાલો 1 ટી સ્પુન.
અન્ય સામગ્રી મા:-
તેલ તળવા માટે.

આલુ ભુજીયા સેવ બનાવાની રીત-

સૌ પ્રથમ બટાકાની પેસ્ટ બનાવા માટે એક મિક્ષ્ચર ઝાર લઇ તેમા બાફીને છીણેલા બટાકા લો.હવે તેમા મરી પાવડર,ચાટ મસાલો,મીંઠુ,તેલ અને પાણી ઉમેરી મિક્ષ્ચર ઝારમા ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી એક બાઉલમા કાઢી લો.

હવે આ પેસ્ટમાં કણકમાટે ના મેંદનો લોઠ,ચોખાનો લોઠ અને ચણાનો લોઠ લઇ તેમા ચાટ મસાલો નાખી કણક તૈયાર કરો.જો કણક કઠણ લાગે તો થોડુ પાણી ઉમેરી કણકની સેવ પાડી શકાય તેવી કણક બાંધવી.

હવે કણકને સેવ પાડવાના સંચામાં ભરી ગરમ તેલમા તળી લો.હવે તૈયાર સેવ પર ચાટ મસાલો ભભરાવી ગરમા ગરમ ચા સાથે સવઁ કરો તો તૈયાર છે આલુ ભુજીયા સેવ.

રેસીપી:-રાકેશ પ્રજાપતી [કસુંબાડ(બોરસદ)]
પ્રસ્તુત ચિત્ર પ્રતિકાત્મક છે.

ટિપ્સ:-

>બટાકાની પેસ્ટ બનાવતી વખતે તેલ અને પાણીના માપ માટે વાડકીના માપની મુઝવણ હોય તો તેલ અને પાણી માટે ચાના કપનુ માપ લઇ શકાય.તેલ અને પાણી સરખા ભાગે જ લેવા.
>પેસ્ટમા પાણી અને તેલ લેવાથી સેવ ક્રિસ્પી બને છે.

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી