આલુ પાલક સબ્જી – ખુબ જ ઓછા સમયમાં બનતી આ સબ્જી એકવાર ટ્રાય કરો, બધાની ફેવરીટ સબ્જી બનશે….

આલુ પાલક સબ્જી(aloo palak sabji)

પાલકની ભાજીમાં પ્રચુર માત્રામાં લોહતત્વ હોય છે, શિયાળામાં તો તેનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવો જોઈએ, પણ બાળકો ક્યારેક તેનું શાક ખાવાનું ટાળતા હોય છે, તો ચાલો આ શાકમાં થોડી નવિનતા લાવી બાળકોને ભાવતું શાક બનાવીએ. તો ચાલો બનાવીએ નાના મોટા બધાં નું ફેવરિટ એવું આલુ પાલક શાક. એકદમ ઓછા ટાઈમ માં અને દરરોજ રસોડા માં વપરાતી વસ્તુ થી બનતું આ શાક એક વાર જરૂર બનાવજો.

 • સામગ્રી:

  પાલક્ભાજી = 1 ઝૂડી,

 • બટાટા = 2 થી 3 નંગ,
 • લસણ = 4 થી 5 કળી,
 • ડુંગળી = 2 નંગ,
 • ટામેટા = 2 નંગ,
 • આદુ = 1 નાનો ટુકડો,
 • તેલ = 2 ચમચી,
 • રાઈ = 1/2 ચમચી,
 • જીરું =1/2 ચમચી,
 • મલાઈ = 3 ચમચી ગાર્નીશ કરવા માટે ,
 • મીઠું = સ્વાદાનુસાર,
 • હળદર =1/2 ચમચી,
 • લાલ મરચું = 1/2 ચમચી,
 • ધાણાજીરું = 1 ચમચી ,
 • ગરમ મસાલો = 1/2 ચમચી.

બનાવવાની રીત:

પહેલા પાલક ને ધોઈ સમારી લેવી. બટાટાની છાલ ઉતારી ધોઈ લેવા,ત્યારપછી આ બન્ને ને બાફી લેવા, બાફેલી પાલક ને બ્લેન્ડ કરી લેવી,ને બટાટાને મીડીયમ સાઈઝમાં ચોરસ પનીર ક્યુબ જેવા સમારી લેવા,હવે લસણ,ડુંગળી,આદુ ને ટામેટાની પેસ્ કરી લેવી, હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકવું તેમાં રાઈ જીરું નાખવુ,

તે તતડે એટલે હિંગ નાખી તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખવી, હળદર,મીઠું,ધાણાજીરું, ગરમમસાલો, લાલમરચું ને ચણાનો લોટ એ બધું ઉમેરી થોડી વાર ધીમાતાપે ચડવા દેવું જેથી પેસ્ટ કાચી ના રહે, હવે તેમાં પાલકની ગ્રેવી ને સમારેલા બટાટા ઉમેરવા 5 મિનીટ રાખી ગેસ બંધ કરી દેવો.ઉપર મલાઈ વડે ગાર્નીશ કરવું,પરોઠા સાથે સર્વ કરવું તો તૈયાર છે

પાલકમાં મોટા પ્રમાણમાં પોષકતત્ત્વો હોય છે. જો પાલકને કાચી, વરાળમાં રાંધી કે તરત ઓછા પાણીમાં બાફીને ખાઈએ તો તેમાંથી વિપુલ માત્રામાં પ્રતિઓક્સિકારકો  આલુ પાલક સબ્જી

રસોઈની રાણી : કોમલ બાલત(વેરાવળ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી